પોરબંદર રજવાડું (૧૧૯૩–૧૩૦૭; ૧૭૮૫–૧૮૦૮) રાણપુર રજવાડું(૧૩૦૭–૧૫૭૪) છાંયાનું રજવાડું (૧૫૭૪–૧૭૮૫) પોરબંદર રજવાડું (૧૮૦૮–૧૯૪૮) પોરબંદર રજવાડું | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
૧૧૯૩–૧૯૪૮ | |||||||||
![]() બોમ્બે પ્રેસીડેન્સીના નક્શા ઉપર પોરબંદર | |||||||||
સ્થિતિ | સાર્વભૌમિક સામંતશાહી (૧૧૯૩-૧૮૦૮) બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની (૧૮૦૮-૧૮૫૮) અને બ્રિટિશ રાજ (૧૮૫૮-૧૯૪૮) હેઠળનું રજવાડું | ||||||||
રાજધાની | પોરબંદર (૧૧૯૩-૧૩૦૭, ૧૭૮૫-૧૯૪૮) રાણપુર (૧૩૦૭-૧૫૭૪) છાયા(૧૫૪૭-૧૭૮૫) | ||||||||
સામાન્ય ભાષાઓ | ગુજરાતી ભાષા પ્રાચીન ગુજરાતી હિન્દુસ્તાની સંસ્કૃત અંગ્રેજી | ||||||||
સરકાર | સાર્વભોમ સામંતશાહી (૧૧૯૩-૧૮૦૮) બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની હેઠળ રજવાડું (૧૮૦૮-૧૮૫૮) અને બ્રિટિશ રાજ (૧૮૫૮-૧૯૪૮) | ||||||||
મહારાજા, રાણા | |||||||||
• ૧૦ ડિસેમ્બર ૧૯૦૮-૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ | નટવરસિંહજી ભાવસિંહજી (અંતિમ) | ||||||||
ઇતિહાસ | |||||||||
• Established | ૧૧૯૩ | ||||||||
• સ્વતંત્ર ભારતમાં વિલિનીકરણ | ૧૯૪૮ | ||||||||
વિસ્તાર | |||||||||
1931 | 1,648 km2 (636 sq mi) | ||||||||
વસ્તી | |||||||||
• 1931 | ૧૧૫,૬૭૩ | ||||||||
| |||||||||
આજે ભાગ છે: | ![]() |
પોરબંદર રજવાડું જેઠવા રાજવંશ દ્વારા શાસિત બ્રિટીશરાજ સમયનું એક રજવાડું હતું. તે દરિયાકાંઠો ધરાવતા અમુક રજવાડાઓમાંનું એક હતું.
રાજ્યની રાજધાની પોરબંદર એક બંદર શહેર હતું. ભાણવડ, છાંયા, રાણપર અને શ્રીનગર આ રાજ્યના અન્ય કેટલાક મહત્ત્વપૂર્ણ નગરો હતા. અગાઉ શ્રીનગર જેઠવાઓની રાજધાની હતું, ત્યારબાદ ઘુમલી રાજધાની બન્યું, પરંતુ જાડેજાઓએ તે જીતી લીધી હતી, તેમ છતાં, જેઠવા વંશ દ્વારા બંધાવવામાં આવેલ વાસ્તુકળાનો વારસો હજી પણ ઘુમલી ખાતે છે.[૧] બ્રિટિશરાજ દરમિયાન, આ રજવાડું [૨] 1,663 square kilometres (642 sq mi) જેટલો વિસ્તાર ધરાવતું હતું જેમાં ૧૦૬ ગામડાં હતા. ૧૯૨૧માં, અહીં ૧ લાખથી વધુ લોકો રહેતા અને રજવાડાની આવક રૂ. ૨૧ લાખ હતી.
ઈ. સ. ૧૧૯૩ માં પોરબંદર રાજ્યની સ્થાપના મોરબી રાજ્યમાંથી નિષ્કાશિત કરવામાં આવેલા પોરબંદર રાજપરિવારના પૂર્વજોએ કરી હતી. ઈ. સ. ૧૩૦૭ માં રાજ્યનું નામ 'રાણપુર' રાખવામાં આવ્યું અને ૧૫૭૪ માં તેનું નામ 'છાંયા' રાખવામાં આવ્યું. છેવટે ૧૭૮૫ માં રાજ્યને પોરબંદર નામ આપવામાં આવ્યું. ૫ ડિસેમ્બર ૧૮૦૯ ના દિવસે તે એક બ્રિટીશ આશ્રિત રાજ્ય બન્યું અને ૧૮૮૬ થી ૧૫ સપ્ટેમ્બર ૧૯૦૦ દરમિયાન રાજ્યનું સંચાલન બોમ્બે પ્રેસિડેન્સી દ્વારા કરવામાં આવ્યું. ઈ.સ. ૧૮૧૯ થી ૧૯૨૨ દરમિયાન તે કાઠિયાવાડ એજન્સી નો ભાગ હતો. ઈ. સ. ૧૮૮૮ માં, વિક્રમતજી ખીમોજીરાજના શાસન દરમિયાન, રાજ્યએ પોરબંદર સ્ટેટ રેલ્વે તરીકે ઓળખાતી મીટર-ગેજ રેલ્વે શરૂ કરી, જે આઝાદી પછી સૌરાષ્ટ્ર રેલ્વેમાં ભળી ગઈ.[૩]
૧૯૪૭ માં ભારતની આઝાદી પછી, રાજ્યએ ભારતના શાસનને સ્વીકાર્યું અને યુનાઇટેડ સ્ટેટ કાઠિયાવાડ સાથે વિલિન થયું. આ એકમ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ થી અમલી બન્યું અને આખરે તે હાલના ગુજરાત રાજ્યનો ભાગ બન્યું. ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા, મહાત્મા ગાંધીના દાદા, ઉત્તમચંદ ગાંધી અને પાછળથી તેમના પિતા - કરમચંદ ગાંધી અને કાકા - તુલસીદાસ ગાંધી, પોરબંદર રાજ્યના રાણાના દીવાન તરીકે સેવા આપતા હતા.[૪] [૫]
પોરબંદર રાજ્ય પર રાજપૂત જેઠવા રાજવંશ શાસન કરતું હતું [૬] ૧૯૪૭ સુધીમાં, શાસકોએ "હાઇનેસ" ની શૈલી અને "મહારાજ રાણા સાહેબ" નું બિરુદ ધારણ કર્યું હતું. તેઓ ૧૩ બંદૂકોની સલામી મેળવવાના હકદાર હતા.
ધ્વજ એ જાંબુડિયા વૈવિધ્યસભર ધારવાળા હળવા નારંગી રંગનો વિસ્તૃત ત્રિકોણ છે; દંડની નજીક, તેના બે ત્રિકોણાકાર લાલ ધ્વજ સાથે લાલ ત્રિકોણ છે અને લાલ રંગમાં લખેલો લેખ છે.
રજ ચિન્હમાં હનુમાનનો સમાવેશ છે. ઉપરના ભાગમાં આખલો છે, અને તેને ટેકો દેનાર બે જંગલી બળદો છે તેનું સૂત્ર: "શ્રી વસુભ દ્વજ યા નમહ" (હું તેને પ્રણામ કરું છું જેની નિશાની તે આખલો છે)
Coordinates: 21°37′48″N 69°36′00″E / 21.63000°N 69.60000°E