પ્રધાન મંત્રી જન ધન યોજના (PMJDY) ભારત સરકારની નાણાંકીય યોજના છે, જેનો હેતુ નાણાકીય સેવાઓ જેવીકે બેંક ખાતાઓ, ઉધાર, ચૂકવણીઓ, વીમા અને પેન્શન વગેરેને સામાન્ય લોકો માટે સરળ બનાવવાનો છે. આ નાણાકીય યોજનાની ઝુંબેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ શરૂ કરાઇ હતી.[૧] તેમણે આ જાહેરાત ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ સ્વતંત્રતા દિવસના તેમના પ્રથમ વક્તવ્ય પર કરી હતી.
આ યોજના નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ વડે ચલાવવામાં આવે છે. આ યોજનાની શરૂઆત ૧.૫ કરોડ નવા બેંક ખાતાઓ ખોલીને થઇ હતી.[૨][૩] આ સિદ્ધિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં "ભારત સરકાર દ્વારા નાણાંકીય ઝુંબેશના ભાગરૂપે એક સપ્તાહમાં ૨૩ થી ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ દરમિયાન સૌથી વધુ ૧,૮૦,૯૬,૧૩૦ બેંક ખાતાઓ ખોલવાનો વિક્રમ" તરીકે નોંધવામાં આવી હતી.[૪] ૨૭ જૂન ૨૦૧૮ સુધી આ યોજના હેઠળ ૩૧ કરોડ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા હતા અને ₹ ૭૯૨ અબજ (US$ ૧૨ અબજ) બેંકમાં યોજના હેઠળ જમા થયા હતા.[૫]
જનધન યોજના હેઠળ 0/- ₹ બેંક ખાતું ખોલી આપવામાં આવે છે. જેની સાથે Rupay card (ATM કમ ડેબિટ કાર્ડ) પણ આપવામાં આવે છે જેની વાર્ષિક ફી 0/- ₹ છે.
|access-date=
(મદદ)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |