પ્રહલાદ સિંહ ટીપણીયા | |
---|---|
પાર્શ્વ માહિતી | |
અન્ય નામો | પ્રહલાદજી, ટીપણિયાજી |
શૈલી | લોક ગાયક |
વ્યવસાયો | ગાયક, રાજકારણી, સમાજ સેવક |
સક્રિય વર્ષો | ૧૯૭૮[૧] – હાલમાં |
વેબસાઇટ | http://www.kabirproject.org |
પ્રહલાદસિંહ ટીપણીયા એ ભારતીય લોક ગાયક છે. તેમણે મધ્ય પ્રદેશની માલવી લોક શૈલીમાં કબીરના ભજનો રજૂ કર્યા છે.[૨][૩]
તેઓ શાળામાં શિક્ષક હતા અને સાથે લોકકલા કાર્યક્રમો પણ કરતાં. લોક કળામાં ભજન ગાયન એ તેમની પ્રમુખ કળા છે. તેઓ તંબૂરો, ખડતાલ, મંજિરા, ઢોલક, હાર્મોનિયમ,ટિમકી અને વાયોલિન જેવા સાધનો વાપરીને સમુહ સાથે ભજનો ગાય છે. લોક કલા ક્ષેત્રે તેમણે એનક પુરસ્કારો મેળવ્યા છે.
૨૦૧૯ના વર્ષમાં તેમણે રાજનીતિમાં પણ જંપલાવ્યું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ટિકિટ મેળવી ઈ. સ. ૨૦૧૯ની લોકસભાની દેવસ સીટ પરથી ચુંટણીમાં ઊભા રહ્યા, પરંતુ ચૂંટણી હારી ગયા.
પ્રહલાદ ટીપણીયાનો જન્મ, ૭ સપ્ટેમ્બર ૧૯૫૪ ના દિવસે મધ્ય પ્રદેશના માળવા ક્ષેત્રના તારણા જિલ્લાના લુણિખેડી નામના ગામમાં આત્મારામજી અને સંપત બાઈને ઘેર થયો હતો.[૪] [૫]
પ્રહલાદ સિંહ ટીપણીયાએ "અમેરિકામેં કબીર યાત્રા" અને "હદ-અનહદ" નામે યાત્રાઓ કરી છે, તે હેઠળ તેમણે યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને પાકિસ્તાન તેમજ ભારતમાં યાત્રાઓ કરી છે. તેમનું સંગીત ઓલ ઈન્ડિયા રેડિયોના ઇન્દોર, ભોપાલ, જબલપુર, પટના, લખનૌ અને કાનપુર જેવા વિવિધ પ્રસાર કેન્દ્રો પર વગાડવામાં આવે છે. આ સાથે દૂરદર્શન પર તેમના ભજનને આવરી લેતા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવ્યાં આવ્યા છે. ટીપણીયાને મધ્યપ્રદેશ સરકાર દ્વારા અપાતું શિખર સન્માન (૨૦૦૫), તથા ૨૦૦૭ માં સંગીત નાટક અકાદમી એવોર્ડ અને ૨૦૧૧માં ભારત સરકાર દ્વારા અપાતા પદ્મશ્રી સહિતના અનેક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.[૬][૭]
તેમણે રુહાનિયત નામના વાર્ષિક સુફી સંગીત ઉત્સવ અને બીજા અસંખ્ય કબીર સંગીત મહોત્સવોમાં પણ રજૂઆત કરી છે. તેઓ "સદગુરુ કબીર શોધ સંસ્થા" નામની સંસ્થા પણ ચલાવે છે.
તેઓ વિજ્ઞાન સ્નાતક (બી.એસસી. ગ્રેજ્યુએટ) છે અને સરકારી શાળામાં શિક્ષક તરીકે ગણિત અને વિજ્ઞાન વિષયો શીખવાડે છે.[૮] હાલમાં તેઓ કાનસિયા માધ્યમિક કન્યા શાળાના હેડ માસ્ટર છે.[૯]
ભારતીય દસ્તાવેજી ફીલ્મ નિર્માતા શબનમ વિરાણી નિર્મિત "અજબ સહર - ધ કબીર પ્રોજેક્ટ" નામની દસ્તાવેજી ફીલ્મના ત્રણ ભાગમાં તેમણે યોગદાન આપ્યું છે.
તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા [૧૦] અને મધ્યપ્રદેશના દેવાસ-શાજાપુર સંસદીય મત વિસ્તારમાંથી વર્ષ ૨૦૧૯ માં સંસદની ચૂંટણી લડ્યા.[૧૧][૧૨][૧૩] આ ચૂંટણીમાં તેઓએ ૪૯૦૧૮ મતો મેળવ્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર સિંહ સોલંકીથી તેઓ હારી ગયા હતા.[૧૪]