પ્રાગ મહેલ એ ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનાભુજ શહેરમાં આવેલો ૧૯મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી (ત્રીજા)એ ૧૮૬૫માં કરાવી હતી.[૧][૨]. આની સંરચના કર્નલ હેનરી સેંટ વીલ્કીન્સ દ્વારા ઈટાલિયન ગોથીક શૈલીમાં કરવામાં આવી હતી[૩]. આ મહેલના બાંધકામ માટે ઘણાં ઈટાલિયન કારીગરો તેડાવવામાં આવ્યા હતા.[૨] આ કારીગરોને મહેનતાણું સોનાના સિક્કાઓમાં આપવામાં આવતું.[૪] મહેલના બાંધકમનો ખર્ચ તે સમયે ૩૧ લાખ રુપિયા આવ્યો[૨] અને તેનું બાંધકામ ૧૮૭૯માં ખેંગારજી (ત્રીજા)ના રાજમાં પૂર્ણ થયું.[૧][૫][૬] સ્થાનિક કચ્છી કારીગરો પણ આ મહેલનાં બાંધકામમાં શામેલ હતાં.[૭]
૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ધરતીકંપમાં આ મહેલને ઘણું નુકશાન થયું હતું.[૧૦][૧૧] ૨૦૦૬માં આ મહેલને લૂંટવામાં આવ્યો હતો, ચોરો પ્રાચીન કલાકૃતિઓને લઈ ગયા અને ઘણી તોડ ફોડ કરી ગયાં.[૨] આજે, આ મહેલ ભૂતિયા ખંડેર જેવી સ્થિતીમાં છે.[૯]
આ મહેલમાં પ્રવાસીઓ મુખ્ય ખંડમાં પ્રવેશીને ટાવરના પગથિયા ચઢીને ઉપર જઈ શકે છે. આ ટાવર પરથી આખું શહેર દેખાય છે.[૩][૧] અમિતાભ બચ્ચને મહેલના પુન:નિર્માણમાં અંગત રસ લીધો હતો અને મહેલનો કેટલોક ભાગ સમારકામ કરવામાં આવ્યો છે.[૧૨]
↑Rabindra Seth. Tourism In India: An Overview, vol. 2. Gyan Publishing House (2005), p. 173. ISBN 9788178353289.
↑S.K. Agrawal. "Seismic rehabilitation of heritage buildings in India - problems and prospects". Structural Analysis of Historical Constructions (Claudio Modena, Paulo B. Lourenc̦o & P. Roca, eds.). Taylor & Francis (2004), p. 5. ISBN 9780415363792.