ફારુખ એન્જીનિયર

ફારુખ એન્જિનિયર
અંગત માહિતી
પુરું નામફારુખ માણેકશા એન્જિનિયર
જન્મ૨૫ ફેબ્રુઆરી ૧૯૩૮
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
બેટિંગ શૈલીજમણેરી બેટ્સમેન
બોલીંગ શૈલીલેગબ્રેક
ભાગવિકેટ કીપર, બેટ્સમેન
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap 102)૧ ડિસેમ્બર ૧૯૬૧ v ઇંગ્લેન્ડ
છેલ્લી ટેસ્ટ૨૩ જાન્યુઆરી ૧૯૭૫ v વેસ્ટ ઇન્ડિઝ
ODI debut (cap 3)૧૩ જુલાઇ ૧૯૭૪ v ઇંગ્લેન્ડ
છેલ્લી એકદિવસીય૧૪ જૂન ૧૯૭૫ v ન્યૂ ઝીલેન્ડ
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ એક દિવસીય પ્રથમ કક્ષા એક દિવસીય
મેચ 46 5 335 160
નોંધાવેલા રન 2611 114 13436 3008
બેટિંગ સરેરાશ 31.08 38.00 29.52 23.31
૧૦૦/૫૦ 2/16 -/1 13/69 0/12
ઉચ્ચ સ્કોર 121 54* 192 93
નાંખેલા બોલ - - 132 -
વિકેટો - - 1 -
બોલીંગ સરેરાશ - - 117.00 -
ઇનિંગમાં ૫ વિકેટો - - 0 -
મેચમાં ૧૦ વિકેટો - n/a 0 -
શ્રેષ્ઠ બોલીંગ - - 1/40 -
કેચ/સ્ટમ્પિંગ 66/16 3/1 704/120 159/31
Source: CricInfo, ૬ ઓગસ્ટ ૨૦૧૩

ફારુખ એન્જીનિયર (અંગ્રેજી: Farokh Maneksha Engineer) (જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૯૩૮, મુંબઈ) એક ભૂતપૂર્વ ભારતીય પારસી ક્રિકેટ ખેલાડી છે. તેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે કુલ ૪૬ મેચ રમી હતી. ફારુખ પ્રથમ કક્ષાની ક્રિકેટમાં, મુંબઇ ક્રિકેટ ટીમ માટે રમતા હતા.[]

ફારુખ એન્જિનિયરે પોતાનો અભ્યાસ પોદાર કોલેજ, માટુંગા, મુંબઈથી પૂર્ણ કર્યો હતો.[]

તેમણે તેમના ટેસ્ટ ક્રિકેટની શરૂઆત ૧ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામે રમીને કરી હતી, જ્યારે અંતિમ ટેસ્ટ મેચ ૨૩ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ સામે રમી હતી. એકદિવસીય મેચમાં પદાર્પણ ૧૩ જુલાઈ ૧૯૭૪ના રોજ ઇંગ્લેન્ડ સામે રમીને કર્યું હતું અને અંતિમ એકદિવસીય મેચ ૧૪ જૂન ૧૯૭૫ના રોજ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ સામે રમ્યા હતા.

ફારુખ એન્જિનિયરે તેમની ટેસ્ટ કારકિર્દીમાં કુલ ૪૬ મેચમાં ૨૬૧૧ રન કર્યા હતા અને એકદિવસીય ક્રિકેટમેચની ૫ મેચમાં ૧૧૪ રન બનાવ્યા હતા.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ઈએસપીએન. "Farok Engineer Player of India Cricket team Profile". મેળવેલ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૬.
  2. ક્રિકેટ આર્કાઇવ.કોમ પર. "Player profile on CricketArchive". મેળવેલ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૬.