બરડા અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
સ્થળ | પોરબંદર જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | પોરબંદર |
અક્ષાંશ-રેખાંશ | 21°51′04″N 69°41′56″E / 21.851°N 69.699°E[૧] |
વિસ્તાર | 282 km2 (109 sq mi) |
સ્થાપના | ફેબ્રુઆરી ૧૯૭૯ |
નિયામક સંસ્થા | ગુજરાત વનવિભાગ |
www |
બરડા અભયારણ્ય અથવા બરડો અભયારણ્ય એ પોરબંદર જિલ્લામાં આવેલું [૨] આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)[૩] હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય[૪] છે. આ અભયારણ્ય એશિયાઇ સિંહ માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સિંહ ઉપરાંત તૃણભક્ષી પ્રાણીઓ પણ જોવા મળે છે.
આ અભયારણ્ય પોરબંદરથી ૧૫ કિમી અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનથી ૧૦ કિમીના અંતરે પશ્ચિમમાં આવેલું છે. ૧૯૭૯માં તેની સ્થાપના પહેલા તે પોરબંદર અને જામનગરનું અંગત અભયારણ્ય હતું.[૫] બરડા અભયારણ્યમાં લગભગ ૪૦૦૦ લોકો વસવાટ કરે છે.[૫]
બરડા અભયારણ્યનો વિસ્તાર 282 square kilometres (109 sq mi) છે અને તે 79.2–617.8 meters (260–2,027 ft) ઉંચાઇ ધરાવે છે. તેનું ભુપૃષ્ઠ ડુંગરાળ છે. હવામાન મોટાભાગે ઉનાળામાં ગરમ રહે છે. અહીં બિલેશ્વરી અને જોઘરી નદીઓ વહે છે અને ખંભાલા અને ફોડારા બંધો આવેલા છે.[૫]
અહીં નીલગાય, ચિંકારા અને વરૂ જોવા મળે છે.[૬] બરડામાં સિંહોની વસ્તી ૧૯મી સદીના અંત ભાગ સુધી જોવા મળતી હતી. સરકાર દ્વારા સિંહોનું અહીં પુન:વસન કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.[૫]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |