બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
બ્રિટીશ ભારતની એજન્સીઓ | |||||||||||||
૧૯૩૩–૧૯૪૪ | |||||||||||||
![]() વડોદરા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીના વિસ્તારનો નકશો. વડોદરા રાજ્યના વિસ્તારો જાંબલી અને અન્ય રાજ્યોના લીલા રંગના છે. | |||||||||||||
વિસ્તાર | |||||||||||||
• 1931 | 42,267 km2 (16,319 sq mi) | ||||||||||||
વસ્તી | |||||||||||||
• 1931 | 3760800 | ||||||||||||
ઇતિહાસ | |||||||||||||
• બરોડા એજન્સી, રેવા કાંઠા, સુરત અને અન્ય નાની એજન્સીઓનો વિલય. | ૧૯૩૩ | ||||||||||||
• પશ્ચિમ કાઠિયાવાડ એજન્સીની રચના | ૧૯૪૪ | ||||||||||||
| |||||||||||||
"A collection of treaties, engagements, and sunnuds relating to India and neighbouring countries" |
બરોડા એન્ડ ગુજરાત સ્ટેટ્સ એજન્સી બ્રિટીશ ભારતની એક રાજકીય એજન્સી હતી જે રજવાડાંઓ સાથેના બોમ્બે પ્રેસિડેન્સીની બ્રિટીશ સરકારના સંબંધોનું સંચાલન કરતી હતી. [૧]
રાજકીય એજન્ટ, જે પંચમહાલના જિલ્લાના કલેક્ટર પણ હતા, વડોદરા ખાતે રહેતા.
૧૯૩૩માં, બરોડા સ્ટેટના ગાયકવાડ અને બરોડા એજન્સીના અન્ય રજવાડાઓ બોમ્બે પ્રેસિડેન્સીની ઉત્તરીય સીમા સાથે જોડાયેલા રેવા કાંઠા એજન્સી, સુરત એજન્સી, નાસિક એજન્સી, કૈરા એજન્સી અને થાણા એજન્સીઓમાં ભળી ગયા. અને પરિણામે બરોડા એન્ડ ગુજરાત સ્ટેટ્સ એજન્સીની રચના થઈ. [૨]
૫ નવેમ્બર ૧૯૪૪ના રોજ બરોડા એન્ડ ગુજરાત સ્ટેટ્સ એજન્સીને વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી (WISA) સાથે ભેળવી પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી બનાવવામાં આવી. સ્વતંત્રતા બાદ, એજન્સીનો મુંબઈ રાજ્યમાં વિલય કરવામાં આવ્યો. [ સંદર્ભ આપો ]
નાના રજવાડાં, વસાહતો અને થાણાઓને એકીકૃત કરવા માટે ૧૯૪૦થી 'જોડાણ યોજના'ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. વડોદરા રાજ્ય આશરે ૧૫,૦૦૦ વર્ગ કિલોમીટર અને ૫૦ લાખ નિવાસીઓને જોડીને આ પગલાંના મુખ્ય લાભાર્થીઓમાંનું એક હતું. ૧ ફેબ્રુઆરી ૧૯૪૦ના રોજ પેથાપુર અને કોટાસણ થાણા, જેમાં ડેલોલી, કાલસાપુરા, મગુના, મેમદપુરા, રામપુરા, રાણીપુરા, તેજપુરા, વર્સોરા, પલાજ તાલુકો અને ઇજપુરા રાજ્યોનો સમાવેશ થતો હતો તેનો વિલય કરવામાં આવ્યો. ત્યારબાદ ૧૦ જુલાઈ ૧૯૪૩ના રોજ આંબલિયારા, ઘોરસર, ઈલોલ, કોટાસણ, ખડાલ, પાટડી, પુનાદ્રા , રણાસણ, વાસોડા અને વાવ સહિતના નાના તાલુકાઓનું વિલિનીકરણ કરવામાં આવ્યું હતું.[૩] ૨૪ જુલાઈ ૧૯૪૩ના રોજ સાચોદર સ્ટેટ અને અન્ય નાના સ્થળો કે જેમનો પોતાનો અધિકારક્ષેત્ર ન હતો, જોડવામાં આવ્યા. છેવટે, ડિસેમ્બર સુધીમાં બજાના, બિલખા, માલપુર, માણસા અને વાડિયા જેવા નાના રાજ્યોએ એકીકરણ યોજનાનો સ્વીકાર કર્યો.[૪]
અલગ રાજ્યોની સંખ્યા ૮૦થી ઉપર હતી, પરંતુ મોટા ભાગના રાજ્યો ખૂબ જ હતા. તેમાંથી ઘણા બ્રિટીશ સંરક્ષણ હેઠળ હતા. બરોડા સ્ટેટ સૌથી મોટું હતું [૫] જાફરાબાદ રાજ્ય અગાઉ બરોડા એજન્સીનો ભાગ રહ્યો હતો અને પાછળથી તેને કાઠિયાવાડ એજન્સીમાં મૂકવામાં આવ્યું હતું.
એજન્સીએ જે રાજ્યો સાથે જોડાણ કર્યું હતું તેનો કુલ વિસ્તાર ૪૨,૨૬૭ ચો.વર્ગ કિ.મી. હતો. ૧૯૩૧માં તેમની સંયુક્ત વસ્તી ૩,૭૬૦,૮૦૦ હતી.[૬]
સલામી રાજ્યો :
બિનસલામી રાજ્યો :
સલામી રાજ્યો :
બિનસલામી રાજ્યો :
મુખ્ય મહેવાસ
સંખેડા :
પાંડુ (ત્રણ ધોળકા વસાહત સહિત) :
સલામી રાજ્યો :
બિનસલામી :
સલામી રાજ્ય :
સલામી રાજ્ય :