બાણભટ્ટ

બાણભટ્ટ
જન્મપૂતિકુટા
વ્યવસાયકવિ, લેખક
ભાષાસંસ્કૃત
નોંધપાત્ર સર્જનોહર્ષચરિત્ર, કાદમ્બરી

બાણભટ્ટ (હિંદી: बाणभट्ट) એ સંસ્કૃત ભાષાના વિદ્વાન સાહિત્યકારો પૈકીનું એક જાણીતું નામ છે. બાણભટ્ટ રાજા હર્ષવર્ધનના શાસનમાં રાજકવિ (દરબારી કવિ) હતા. બાણભટ્ટનો સમય ઈ.સ. સાતમી શતાબ્દી છે. આ સમયકાળમાં સંસ્કૃત સાહિત્યની મોટા પાયે પ્રગતિ થઈ હતી. એમના પિતાનું નામ ચિત્રભાનુ તથા માતાનું નામ રાજદેવી હતું. એમનો જન્મ હિરણ્યવાક્ષુ નદીના (હાલ સોન નદી) તટ પર વસેલા પૂતિકુટા નામના ગામમાં વાત્સ્યાયન ગોત્રના માઘ બ્રાહ્મણને ત્યાં થયો હતો.

બાણભટ્ટ દ્વારા રચવામાં આવેલા પ્રમુખ ગ્રંથો હર્ષચરિત્ર તથા કાદમ્બરી છે.[] આ બન્ને ગદ્ય કાવ્ય-ગ્રંથ ઉપરાંત મુકૂટાડિતક, ચણ્ડીશતક અને પાર્વતી-પરિણય પણ બાણભટ્ટની રચનાઓમાં મહત્વની ગણાય છે.

સન્માન

[ફેરફાર કરો]

આ પ્રખર સાહિત્યકારની સ્મૃતિમાં હાલમાં હરિયાણા સંસ્કૃત અકાદમી તરફથી "મહાકવિ બાણભટ્ટ પુરસ્કાર" એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર સંસ્કૃત ભાષામાં ઉત્તમ યોગદાન કરનારને આપવામાં આવે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Sthanvishvara | historical region, India". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૭.
  2. "श्रीकृष्ण शर्मा बाणभट्ट पुरस्कार से सम्मानित - Navbharat Times". Navbharat Times. ૧૧ નવેમ્બર ૨૦૧૦. મેળવેલ ૨૨ નવેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]