બાપ્સી સિધવા باپسا سادہوا Bapsi Sidhwa | |
---|---|
![]() વર્ષ ૨૦૦૮માં ટેક્સાસ બુક ફેસ્ટિવલ ખાતે બાપ્સી સિધવા | |
જન્મ | કરાચી, પાકિસ્તાન | August 11, 1938
વ્યવસાય | લેખિકા |
રાષ્ટ્રીયતા | અમેરિકન (પાકિસ્તાની)[૧] |
નોંધપાત્ર પુરસ્કારો | સિતારા-ઇ-ઇમ્તિઆઝ (૧૯૯૧) |
વેબસાઇટ | |
www |
બાપ્સી સિધવા (Bapsi Sidhwa; ઉર્દૂ: باپسا سادہوا; જન્મ: ઓગસ્ટ ૧૧, ૧૯૩૮) એક પાકિસ્તાની લેખિકા (નવલકથાકાર) છે. તેણી ગુજરાતી પારસી મૂળના[૨] છે અને ઇંગલિશ ભાષાના લેખક છે. હાલમાં તેણી અમેરિકા ખાતે રહે છે.
બાપ્સી સિધવા તેના સહયોગી ઇન્ડો-કેનેડિયન ફિલ્મ નિર્માતા દીપા મહેતા સાથેના કાર્ય માટે ખાસ પ્રસિદ્ધ છે: તેણીએ વર્ષ ૧૯૯૧માં લખેલ નવલકથા આઇસ કેન્ડી મેન : જેના પરથી દીપા મહેતાએ ફિલ્મ પૃથ્વી (૧૯૯૮) તેમજ વર્ષ ૨૦૦૬માં લખેલ નવલકથા વૉટર: એ નોવેલ જેના પરથી દીપા મહેતાએ ફિલ્મ વૉટર ફિલ્મોનું નિર્માણ કર્યું છે.
બાપ્સી સિધવાનો જન્મ ગુજરાતી, પારસી ઝોરાષ્ટ્રીયન માતા-પિતા પેસ્તન અને તેહમીના ભંડારાને ત્યાં કરાચી ખાતે થયો હતો અને ત્યારબાદ તેણી પોતાના પરિવાર સાથે લાહોરમાં રહેવા ગયા હતા.[૩] તેણીની ઉંમર બે વર્ષની હતી, ત્યારે તેણી પોલિયો ભોગ બન્યા હતા ( જેની અસર તેમના સમગ્ર જીવન દરમિયાન રહી છે) અને વર્ષ ૧૯૪૭ના સમયમાં ભારત પાકિસ્તાનના ભાગલા ( જે સમયની ઘટનાઓ તેણીની નવલકથા આઇસ કેન્ડી મેન ના લેનીના પાત્રમાં તેમજ પૃષ્ઠભૂમિમાં આકાર લેતી જોવા મળે છે).[૪] તેણીએ સ્નાતક (બી. એ.)ની ઉપાધિ લાહોર શહેરની મહિલાઓ માટેની કિન્નાયર્ડ કોલેજ ફોર વુમન ખાતેથી વર્ષ ૧૯૫૭માં પ્રાપ્ત કરેલ છે.
તેણીનાં લગ્ન ૧૯ વર્ષની ઉંમરે થયાં હતાં અને તેણી મુંબઈ રહેવા માટે આવ્યા હતાં. પાંચ વર્ષ પછી તેમણે છૂટાછેડા લીધા હતા અને લાહોર ખાતે રહેતા તેના હાલના પતિ નોશીર (જે પણ પારસી છે) સાથે પુન:લગ્ન કર્યાં હતાં. તેણીએ પાકિસ્તાનમાં લેખક તરીકે કારકિર્દી શરૂ કરી, તે પહેલાં ત્રણ બાળકો થયા હતા. તે પૈકી એક બાળકો મોહુર સિધવા,[૫] છે, જે એરિઝોના રાજ્યના પ્રતિનિધિ તરીકેના એક ઉમેદવાર રહી ચૂક્યા છે.[૬]
તેણી હાલમાં હ્યુસ્ટન, અમેરિકા ખાતે રહે છે. તેણી પોતાને "પંજાબી-પારસી-પાકિસ્તાની" તરીકે વર્ણવે છે. તેણીની પ્રથમ ભાષા ગુજરાતી, બીજી ભાષા ઉર્દુ અને ત્રીજી ભાષા અંગ્રેજી છે.[૭][૮] તેણી માટે વાંચવા અને લખવા માટેની શ્રેષ્ઠ ભાષા અંગ્રેજી છે, પરંતુ વાતચીત સમયે વધુ આરામદાયક વાત ગુજરાતી અથવા ઉર્દુ ભાષા કરવાનું પસંદ કરે છે અને ઘણી વખત ગુજરાતી અથવા ઉર્દુ ભાષામાંથી અંગ્રેજી ભાષામાં ભાષાંતર પણ કરે છે.[૭]
તેણીની પાકિસ્તાની મિત્ર, સાદિયા રહેમાનને વર્ષ ૨૦૧૨ના ઓગસ્ટ મહિનામાં તેણીએ એક ઓનલાઇન ઇન્ટરવ્યૂ વેળા જણાવ્યું હતું કે, "ફિરોઝા મારા માટે તેમ જ મારા વિચારોથી સૌથી નજીક છે". યુએસમાં રહેતા પાકિસ્તાની પારસી ઇમિગ્રન્ટ્સની જીવનશૈલી અને તેમની સંસ્કૃતિના વિષયે આ મુલાકાતમાં ચર્ચાઓ થઈ હતી.
તેણી પહેલાં યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન, રાઇસ યુનિવર્સિટી, કોલંબિયા યુનિવર્સિટી, માઉન્ટ હોલીઓક કોલેજ અને બ્રાન્ડેઇસ યુનિવર્સિટી ખાતે શિક્ષિકા તરીકે કાર્ય કરી ચૂક્યાં છે.
|date=
(મદદ)
|date=
(મદદ)
Gujarati is the first language of Bapsi Sidhwa and most Parsis.
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ)