બાબરકોટ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°52′00″N 71°22′00″E / 20.8667°N 71.3667°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમરેલી |
તાલુકો | જાફરાબાદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી |
બાબરકોટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જાફરાબાદ તાલુકામાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ પુરાતત્વીય મહત્વ ધરાવતું સ્થળ અને ગામ છે. બાબરકોટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, માછીમારી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
અમદાવાદથી આ સ્થળ ૩૨૫ કિમી અને ભાવનગરથી ૧૫૨ કિમી દૂર આવેલું છે.
યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના ગ્રેગરી પોસેલે આ સ્થળનો વિગતવાર અભ્યાસ રોઝડી અને ઓરિયા ટીંબાની સાથે હાથ ધર્યો હતો.
આ સ્થળ હડપ્પીય સંસ્કૃતિના પાછલા સમયનું છે અને ૨.૭ હેક્ટરનો વિસ્તાર ધરાવે છે. અહીં કિલ્લેબંધ દિવાલ પણ છે.[૧]
આ સ્થળ પરથી અનાજ[૧] બાજરી વગેરેના[૨] અવશેષો મળ્યા છે, એવું જણાય છે કે ઇ.સ. પૂર્વે ત્રીજી સદી દરમિયાન બાજરીનો પાક અહીં લેવાતો હતો.[૩] બાબરકોટમાં બે પાકો, એક ઉનાળામાં અને અન્ય શિયાળા દરમિયાન, લેવાતા હતા એવું જણાયું છે.[૪]