બાસ્ગો બૌદ્ધ મઠ | |
---|---|
![]() બાસ્ગો બૌદ્ધ મઠ, લડાખ | |
ધર્મ | |
જોડાણ | બૌદ્ધ |
જિલ્લો | લડાખ |
સ્થાન | |
સ્થાન | બાસ્ગો |
રાજ્ય | જમ્મુ અને કાશ્મીર |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 34°08′N 77°10′E / 34.13°N 77.16°E |
બાસ્ગો બૌદ્ધ મઠ, જે બાઝ્ગો ગોમ્પા તરીકે પણ ઓળખાય છે, એક બૌદ્ધ આશ્રમ છે, જે બાસ્ગો અથવા બાઝ્ગો, લેહ જિલ્લો, લડાખ, ઉત્તર ભારત ખાતે લેહ શહેરથી આશરે ૪૦ કિલોમીટર અંતરે આવેલ છે.
આ મઠનું નિર્માણ નામગ્યાલ શાસકો દ્વારા વર્ષ ૧૬૮૦માં કરવામાં આવ્યું હતું, તેમ છતાં બાસ્ગોનો તે પહેલાંના સમયમાં એક રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે લડાખ પ્રદેશના ઇતિહાસમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.[૧] ૧૫મી સદીમાં બાસ્ગો ખાતે એક મહેલ બાંધવામાં આવ્યો હતો.
આ બૌદ્ધ મઠ પ્રાચીન નગરના અવશેષો વચ્ચે આવેલ ટેકરીની ટોચ પર આવેલ છે અને તે મઠ ખાતેની બુદ્ધ પ્રતિમા તેમ જ ભીંતચિત્રો માટે પ્રસિદ્ધ છે. આ જટિલ મઠ પરિસરનો સમાવેશ મેત્રેય બુદ્ધને સમર્પિત ચામચુંગ, ચમ્બા લખાંગ અને સેર્ઝંગ ધર્મસ્થાનોમાં થાય છે. [૨]