બિન-નિવાસી ભારતીય અને ભારતીય મૂળની વ્યક્તિ

Non-resident Indian and Person of Indian Origin
કુલ વસ્તી
24,000,000+
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
   Nepal4,000,000
 United States2,765,815
 Malaysia2,400,000
 Myanmar2,000,000
 Saudi Arabia1,500,000
 United Arab Emirates1,400,000[]
 England1,316,000
 South Africa1,160,000
 Canada1,063,150
 Mauritius855,000
 Kuwait580,000
 Trinidad and Tobago525,000
 Oman450,000
 Australia405,000+
 Singapore400,000
 Fiji340,000
 France (2/3 in Réunion)330,000[note ૧]
 Guyana327,000
 Bahrain310,000
 Suriname135,000
 Qatar125,000
 Netherlands110,000
 New Zealand105,000
 Kenya100,000
 Tanzania90,000
 Uganda90,000
 Jamaica90,000
 Italy71,500
 Portugal70,000
 Thailand65,000
ભાષાઓ
Indian languages · Local languages · English (for NRIs)
ધર્મ
Hinduism · Sikhism · Jainism · Buddhism · Zoroastrianism · Christianity · Islam · Atheism · Agnosticism

બિન-નિવાસી ભારતીય (એનઆરઆઈ (NRI)); હિંદી: प्रवासी भारतीय પ્રવાસી ભારતીય ) એ ભારતીય નાગરિક છે, જેણે બીજા દેશમાં સ્થળાંતર કર્યું છે, ભારતીય મૂળની વ્યક્તિ જેનો જન્મ ભારતની બહાર થયો છે, અથવા ભારતીય મૂળની વ્યક્તિ જે કાયમીપણે ભારતની બહાર રહે છે. સમાન અર્થ સાથે બીજી પરિભાષા પ્રવાસી ભારતીય અને સ્વદેશત્યાગી ભારતીય . સામાન્ય વપરાશમાં, આ ઘણીવાર ભારતમાં જન્મેલી વ્યક્તિઓને પણ (અને ભારતીય વંશના બીજા દેશોના લોકોને પણ) સમાવે છે, જેમણે અન્ય દેશોનું નાગરિકત્વ લીધું છે.

ઉત્તર અમેરિકામાં, પૂર્વ ભારતીય અને એશયાઈ ભારતીય જેવા શબ્દો ઘણીવાર, જે લોકો ભારતમાં પેદા થયા હોય તેમને ઓળખવા માટે વપરાય છે, (ભારતીય ઉપખંડના દેશોમાંના લોકો સહીત), જ્યારે અમેરિકન ભારતીયો પોતાને દેસી અથવા દેશી શબ્દોથી ઓળખાવે છે.

ભારતીય મૂળની વ્યક્તિ (પીઆઈઓ (PIO)) એ સામાન્ય રીતે ભારતીય મૂળની વ્યક્તિ છે, જે ભારતની નાગરિક નથી. પીઆઈઓ (PIO) કાર્ડ આપવાના ઉદ્દેશો માટે, ભારતીય સરકાર કોઈને પણ પીઆઈઓ (PIO) હટાવી લેવા માટે ચાર પેઢીઓ સુધી ભારતીય મૂળની વ્યક્તિ ગણે છે.[] પીઆઈઓ (PIO)) કાર્ડ માટે હકદાર લોકોના પતિ અથવા પત્નીઓ તેમના પોતાના હક માટે પણ પીઆઈઓ (PIO) કાર્ડ રાખે છે. પછીના આ વર્ગમાં, નૃવંશ મૂળની ફિકર કર્યા વિના, ભારતીય નાગરિકોના વિદેશી પતિ અથવા પત્નીઓ પણ સમાવિષ્ટ છે. પીઆઈઓ (PIO) કાર્ડ વિદેશી નાગરિકોને લાગુ પડતાં ઘણા નિયંત્રણોમાંથી ધારકોને બાકાત રાખે છે, જેમ કે કેટલીક ચોક્કસ અન્ય આર્થિક મર્યાદાઓ સહીત, વિઝા અને વર્ક પરમિટની જરૂરિયાતો.

સમગ્ર વિશ્વમાં એનઆરઆઈ (NRI)અને પીઆઈઓ (PIO) વસ્તી અંદાજિત 3 કરોડથી વધુ છે.

1947માં આઝાદી મળ્યા બાદ પ્રથમવાર, જાન્યુઆરી 2006થી,[] ભારત સરકારે મર્યાદિત સ્વરૂપમાં ભારતીયોને, એનઆરઆઈ (NRI)ઓ અને પીઆઈઓ (PIO)ઓ એમ બેવડાં નાગરિકત્વનો પરવાનો આપતી “ભારતનું વિદેશી નાગરિકત્વ (ઓવરસિઝ સિટીઝનશીપ ઓફ ઈન્ડિયા-OCI)”ની યોજના શરૂ કરી છે. એમ અપેક્ષિત છે કે આવનારા વર્ષોમાં OCIના પક્ષમાં પીઆઈઓ (PIO) કાર્ડ યોજના બંધ થઈ જાય.

ઇતિહાસ

[ફેરફાર કરો]

એ ચોક્કસ ધ્યાને લેવું રહ્યુ કે ખરેખર “બિન-નિવાસી ભારતીય” કહેવું એ માત્ર વ્યક્તિની કર સ્થિતિને દર્શાવે છે, એટલે કે, કોઈક, જેણે, 1961ના આવક વેરા કાયદા હેઠળ, આવક વેરા કાયદાના હેતુઓ માટે ભારતમાં વસવાટ નથી કર્યો (કલમ 6 હેઠળ), પરંતુ તો પણ તે ભારતનો નાગરિક છે. ભારતમાં રહેઠાણ માટે, ભારતીય આવક વેરાના કાયદાના હેતુઓ માટે ભારતમાં કોઈ કેલેન્ડર વર્ષના અથવા સતત 4 વર્ષમાં ફેલાયેલા 365 દિવસમાં, ઓછામાં ઓછા 182 દિવસ વસવાટ કર્યો હોવો જરૂરી છે. આ જરૂરિયાત તમામ વ્યક્તિઓને લાગુ પડે છે, જેમાં કાયદાના હેતુઓ માટે બિન-ભારતીય નાગરિકત્વ સાથેની વ્યક્તિ પણ “ભારતની રહેવાસી” બની શકે છે, પરંતુ નિવાસી ભારતીય માત્ર એ જ હશે જે ઉપરની જરૂરિયાતો પૂરી કરે છે અને ભારતીય નાગરિકત્વ ધરાવે છે. એ જ પ્રમાણે, કોઈપણ, જે કાયદા પ્રમાણે ભારતનું નિવાસી નથી, તે, સ્પષ્ટપણે બિન-નિવાસી ભારતીય છે, પરંતુ માત્ર એ લોકો જે ભારતીય નાગરિકત્વ ધરાવે છે પરંતુ રહેઠાણની જરૂરિયાતો નથી પૂરી કરતાં તેમને બિન-નિવાસી ભારતીય ગણવામાં આવે છે. ભારતમાંથી સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક દેશાંતર રોમાની લોકોનું હતું, પારંપરિક રીતે તેઓ “જિપ્સીઓ” શબ્દ દ્વારા ઓળખાય છે.[] ભાષાકિય અને આનુવંશિક પૂરાવાઓ દર્શાવે છે કે રોમાનીઓ ભારતીય ઉપખંડમાં જન્મ્યા હતા, અને ભારતથી ઉત્તરપશ્ચિમ તરફ તેમણે 11મી સદી કરતાં પહેલા દેશાંતર નહોતું કર્યું. સામાન્ય રીતે એમ મનાય છે કે રોમાની મધ્ય ભારતમાં જન્મ્યા હતા, શક્યપણે અર્વાચીન ભારતીય રાજ્ય રાજસ્થાનમાં, ઈસુના જન્મના 250 વર્ષ પહેલાની આસપાસના સમયમાં તેમણે ઉત્તરપશ્ચિમ ભારત (પંજાબ પ્રાંત) તરફ સ્થળાંતર કર્યું હતું. અહીં પસાર કરેલી સદીઓમાં, રાજપૂતો અને જાટો જેવા સ્થાપિત સમૂહો સાથે તેમનો નજીકનો અરસપરસનો વ્યવહાર રહ્યો હોઈ શકે છે. પાછળથી પશ્ચિમ તરફ તેમનું સ્થળાંતર, શક્યપણે મોટી સંખ્યામાં, ઈસુના મૃત્યુના 500 અને 1000 વર્ષ બાદના સમય દરમિયાન થયું હોવાનું મનાય છે. ક્યારેક રોમાની સાથે નજીકના સંબંધમાં ભાગીદાર તરીકે સૂચવાયેલી સમકાલીન વસ્તીઓ મધ્ય એશિયાના ડોમ લોકો અને ભારતના બંજારા છે.[]

ઉપખંડમાંથી અન્ય એક મુખ્ય દેશાંતર દક્ષિણ પૂર્વ એશિયા તરફનું હતું. તે હિન્દુ અને દક્ષિણના બૌદ્ધ રાજાઓના સૈન્ય અભિયાનના કારણે હિન્દુઓ દ્વારા શરૂ થયું હતું, અને બાદમાં સ્થાનિક સમાજ દેશાંતર વસાહતીમા પરિણમ્યો. ચોલા, કે જેઓ તેમની નૌસૈનિક શક્તિઓ માટે જાણીતા હતા, તેમણે સુમાત્રા અને મલય દ્વીપકલ્પ પર જીત મેળવી. ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ હજુ દક્ષિણ પૂર્વ એશિયામાં, ખાસ કરીને બાલી જેવા સ્થળોમાં (ઈન્ડોનેશિયામાં) દૃઢપણે અનુભવી શકાય છે. આ પ્રકારના કિસ્સાઓમાં, કેટલીય સદીઓ પહેલાના અપ્રવાસીઓના વંશજો માટે 'પીઆઈઓ (PIO)'નું લેબલ લગાડવું યોગ્ય નથી. સંમિશ્રણ એટલું વધારે છે કે આ સંદર્ભમાં આવા નામકરણની કિંમત કરવી વ્યર્થ છે.

16મી સદીના મધ્યમાં મધ્ય એશિયા અને પર્સિયામાં ભારતીય વેપારી ફેલાઈ ગયા અને ચાર સદીઓ સુધી સક્રીય રહ્યા. ત્સારદોમ ઓફ રશિયામાં વોલ્ગા(એક નદીનું નામ છે)ના મુખ પર આવેલું અસ્ત્રખાન પ્રથમ સ્થળ હતું, જ્યાં 1610 જેટલી વહેલી ભારતીય વેપારી વસ્તી સ્થપાઈ હતી. રશિયન ઇતિહાસકારોએ હિંદુ વેપારીઓની હાજરી મોસ્કો અને સેન્ટ. પીટર્સબર્ગમાં 18મી સદીમાં નોંધી હતી.[]

બાહામોયોમાં ભારતીય વેપારીનું પરિવાર, જર્મન પશ્ચિમિ આફ્રિકા, અંદાજે 1906/18.

19મી સદી દરમિયાન અને (ભારત પર બ્રિટિશ) રાજના આંત સુધીમાં મોટા ભાગની હિજરત કરારબદ્ધ પદ્ધતિ અંતર્ગત ગરીબ શ્રમિકોની અન્ય બ્રિટિશ વસાહતોમાં હતી.

ક્રમાનુસાર, મુખ્ય સ્થળો, મોરેશિયસ, ગાયાના, કેરેબિયન, ફિજિ અને પૂર્વ આફ્રિકા હતા. આમાંના કેટલાક દેશોમાં ઓછી સંખ્યામાં પણ કુશળ મજૂરો અને વ્યવસાયીઓ 20મી સદીમાં પોતે હિજરત કરી ગયા હતા. એ ઘટના કે જેણે આ ફેલાવો શરૂ કર્યો, તે બ્રિટિશ સંસદ દ્વારા 1 ઑગસ્ટ, 1834, ના રોજ મંજૂર કરાયેલો ગુલામી નાબૂદી કાયદો હતો, તેનાથી તમામ બ્રિટિશ વસાહતોમાંથી ગુલામ મજૂર શક્તિ આઝાદ થઈ. જેનાથી ઘણી ખેતીવાડી વસાહતોમાં પૂરતા કામ કરનારા લોકોની અછત સર્જાઈ, કારણ કે થોડા જ વખત પર આઝાદ થયેલા મજૂરો તેમની આઝાદીનો લાભ લેવા જતાં રહ્યા. જે ઘણી બ્રિટિશ વસાહતોમાં તમામ સ્થળોએ મજૂરોની આત્યંતિક અછતમાં પરિણમ્યું, જેનો ઉકેલ કરારબદ્ધ ગુલામીથી બંધાયેલા કામદારોને મોટા પાયે આયાત કરીને લવાયો. શ્રીલંકા અને બર્માની પાડોશી બ્રિટિશ વસાહતોમાં ચાના બગીચાઓ અને બ્રિટિશ મલય (હવે મલેશિયા અને સિંગાપુર)ના રબરના બગીચાઓ માટે કામદારોની ભરતીમાં એક અસંબંધિત પદ્ધતિ સામેલ હતી.

મધ્ય પૂર્વમાં 1970ની તેલની તેજી બાદ, સંખ્યાબંધ ભારતીયો ખાડી દેશોમાં કામ કરવા માટે સ્થળાંતરિત થયા. આધુનિક પરિવહન અને અપેક્ષાઓ સાથે, 19મી સદીના કિસ્સાઓની જેમ આ કાયમી હોવાને બદલે કરાર આધારિત હતું. જો તેઓ ત્યાં જન્મ્યા હોય તો પણ, આ ખાડી દેશોની બિન-આરબોને નાગરિક હક્કો ન આપવાની એક સમાન નીતિ છે.

યુએસએ (USA)ની 1990ની સોફ્ટવેર તેજી અને ચઢતી અર્થવ્યસ્થાએ સંખ્યાબંધ ભારતીયોને આકર્ષ્યા, જેઓ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં સ્થળાંતરિત થયા. આજે, યુએસએ (USA)માં ભારતીયોની ત્રીજી સૌથી મોટી સંખ્યા છે.

આજે પીઆઈઓ (PIO)

[ફેરફાર કરો]

આફ્રિકા

[ફેરફાર કરો]

પૂર્વ આફ્રિકા

[ફેરફાર કરો]

બ્રિટિશ વસાહતી કાળ દરમિયાન મોટી સંખ્યામાં થયેલા દેશાંતર પહેલા, દક્ષિણ એશિયાઈઓના મહત્વપૂર્ણ સમૂહ, ખાસ કરીને પશ્ચિમ કાંઠેથી (સિંધ, સુરત, કોંકણ, મલાબાર અને લંકા) નિયમિતપણે પૂર્વ આફ્રિકામાં, અને ખાસ કરીને ઝાંઝીબારનો પ્રવાસ કરતાં હતા. એમ મનાય છે કે તેમણે આરબોના સામુદ્રિક વહાણો , મરાઠા (કોન્નાગી એન્ગ્રિઆ, કોન્હાજી આન્ગ્રે) અને શક્યપણે ચાઈનીઝ સપાટ તળિયાવાળા સઢવાળા વહાણોમાં અને પોર્ટુગીઝ વહાણોમાં પ્રવાસ કર્યો હતો. આમાંથી કેટલાક લોકો પૂર્વ આફ્રિકામાં વસી ગયા અને પછી અત્યારના યુગાન્ડા જેવા સ્થળોએ ફેલાઈ ગયા. પછી તેઓ બ્રિટિશ સાથે આવેલા ખૂબ મોટા દક્ષિણ એશિયનોના જથ્થા સાથે ભળી ગયા.

કેન્યા,યુગાન્ડા અને તાન્ઝાનિયાના આધુનિક દેશોમાં ભારતીય દેશાંતર આશરે એક સદી પહેલા શરૂ થયું, જ્યારે આ બધા દેશો બ્રિટિશ પૂર્વ આફ્રિકાના ભાગ હતા. મોટા ભાગના પ્રવાસીઓ ગુજરાતી અથવા પંજાબી મૂળના હતા. તેમની સંખ્યા 1960માં 500,00 જેટલી વધારે હોઈ શકે છે. ભારતીયોના નેતૃત્વવાળા વેપાર-ધંધા આ દેશોના અર્થતંત્રના મુખ્ય આધાર હતા (અથવા છે). ભૂતકાળમાં આ વેપાર-ધંધાઓ નાની ગ્રામીણ કરિયાણાની દુકાનોથી લઈને ખાંડની મિલો હતા. વધુમાં, ભારતીય વ્યવસાયીઓ, જેમ કે તબીબો, શિક્ષકો, ઈજનેરોએ પણ આ દેશોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1960માં બ્રિટનથી આઝાદ થયા બાદ, જે રીતે તેઓ ઓળખાતા હતા, તેમ મોટા ભાગના એશિયનો, આ દેશોમાંથી બહાર જતાં રહ્યા અથવા (1970 દરમિયાન યુગાન્ડામાંથી ઈદી અમીન દ્વારા) બળજબરીપૂર્વક બહાર કઢાયા. તેમાંના મોટા ભાગના બ્રિટન, અથવા ભારત, અથવા યુએસએ (USA) અને કેનેડા જેવા અન્ય લોકપ્રિય સ્થળોએ જતાં રહ્યા.

મડાગાસ્કર

[ફેરફાર કરો]

મડાગાસ્કરમાં ઘણા ભારતીયો વેપારીઓના વંશજો છે જેઓ 19મી સદીમાં વધુ સારી તકોની શોધમાં આવ્યા હતા. તેમાંના મોટા ભાગના કરન (મુસ્લિમ) અને બનિઅન (હિંદુ) તરીકે ઓળખાતા લોકો ભારતીય રાજ્ય ગુજરાતના પશ્ચિમ કાંઠેથી આવ્યા હતા. મોટા ભાગના લોકો ગુજરાતી બોલે છે, છતાં કેટલીક અન્ય ભારતીય ભાષાઓ પણ બોલાય છે. આજકાલ યુવા પેઢી ફ્રેન્ચ અથવા અંગ્રેજી, ગુજરાતી અને મલાગાસી સહિત ઓછામાં ઓછી ત્રણ ભાષાઓ બોલે છે. મડાગાસ્કરમાં મોટી સંખ્યામાં ભારતીયો ઉચ્ચ શિક્ષિત છે, ખાસ કરીને યુવા પેઢી, જે તેમના જ્ઞાનનો ફાળો મડાગાસ્કરના વિકાસમાં આપવા પ્રયત્ન કરે છે.

મોરેશિયસ

[ફેરફાર કરો]
મોરેશિયસના વર્તમાન પ્રમુખ એનેરોડ જુગનાશ, પૂર્વ યુએસ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશ સાથે. ભારતીય મૂળના જુગનાથ.

ખુદ ભારતની બહાર, મોરેશિયસ જ માત્ર એવો દેશ છે જ્યાં ભારતીય મૂળના લોકો ઘણી વિશાળ સંખ્યામાં (જ્યાં આફ્રો-ત્રિનિદાડિનિઅન્સ અને ઈન્ડો- ત્રિનિદાડિનિઅન્સની એકસરખી વસ્તી છે તેવા ગાયાના, ત્રિનિદાદ અને ટોબેગો સિવાય અથવા ફિજિ કે જ્યાં એક સમયે ઈન્ડો-ફિજિઅન્સ ઘણી મોટી સંખ્યામાં હતા પણ હવે નથી) છે. અહીં લોકો ઈન્ડો-મોરેશિયન્સ તરીકે ઓળખાય છે, અને વસ્તીના લગભગ 70% જેટલા છે. તેમાંના મોટા ભાગના હિંદુ (77%) છે અને એક મહત્વપૂર્ણ સમૂહ મુસ્લિમોનો (22%) છે. અહીં થોડા ખ્રિસ્તીઓ, બહાઈ અને શીખો પણ છે, પરંતુ બહાઈ અને શીખ વસ્તી કુલ 1% જેટલો ઉમેરો પણ નથી કરતી. ઘણી ભારતીય ભાષાઓ હજુ બોલાય છે, ખાસ કરીને ભોજપુરી, તમિલ, મરાઠી, તેલુગુ, હિન્દી અને ઉર્દુ, પરંતુ મોટા ભાગના ઈન્ડો-મોરેશિયન્સ હવે ઘરમાં ફ્રેન્ચ-આધારિત ક્રિઓલ ભાષા, સાથે જ વ્યાપક ક્ષેત્રોમાં ફ્રેન્ચ બોલે છે. એવો ઇન્ડો-મોરેશિયન્સ મળવો ખૂબ અસામાન્ય છે જે સંપૂર્ણંપણે ભારતીય ભાષા જ બોલે છે.

રિયુનિયન

[ફેરફાર કરો]

રિયુનિઅન (મડાગાસ્કરની પૂર્વ દિશામાં હિંદ મહાસાગરમાં આવેલો ફ્રેન્ચ ટાપુ)ની એક ચતુર્થાંસ વસ્તી ભારતીય વસ્તી છે. મોટા ભાગના મૂળ લોકો કરારબદ્ધ કામદારો તરીકે દક્ષિણ ભારતમાંથી આવ્યા હતા.



દક્ષિણ આફ્રિકા

[ફેરફાર કરો]

દક્ષિણ આફ્રિકામાં મોટા ભાગના એશિયનો 19મી સદીમાં બ્રિટિશ દ્વારા ભારતથી લવાયેલા કરારબદ્ધ ભારતીય મજૂરોના વંશજો છે, આ મજૂરો મોટા ભાગે વાંસની ખેતીવાડી વસાહતોમાં કામ કરવા માટે લવાયા હતા, આ વસાહતો હવે ક્વાઝુલુ-નેટાલનો (કેઝેડએન)(KZN) પ્રાન્ત છે. એક લઘુમતી ભારતીય વેપારીઓની વંશજ છે, જે લગભગ એ જ સમયે દક્ષિણ આફ્રિકા આવ્યા, આ વેપારીઓ મોટા ભાગના ગુજરાત વિસ્તારમાંથી આવ્યા હતા. ઉપ-સહારા આફ્રિકાના ડરબન શહેરમાં સૌથી વધુ સંખ્યામાં એશિયનો છે, અને ભારતની આઝાદીના નેતા મહાત્મા ગાંધીએ 1900ની સદીની શરૂઆતમાં આ શહેરમાં વકીલ તરીકે કામ કર્યું હતું. હકીકતે વિશ્વમાં ભારતની બહાર સૌથી વધુ સંખ્યામાં ભારતીય વંશના લોકોની સંખ્યા દક્ષિણ આફ્રિકામાં છે, એટલે કે દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને સ્થળાંતરિત થયેલા નહિં, યુ.એસ. (U.S.)ની સરખામણીએ તેમાંના મોટા ભાગના ચોથી કે પાંચમી પેઢીના વંશજ છે. વળી, સન વર્તમાન પત્ર દ્વારા જણાવાયા મુજબ, છેલ્લા 140 વર્ષો દરમિયાન 20 કરતાં વધુ મંદિરો, માત્ર નેટાલ વિસ્તારમાં જ છે. જે મુખ્ય રૂપે હિન્દુ અને મુસ્લિમ ધાર્મિક સમૂહોના છે. મુસ્લિમ વિદ્વાન અને સાર્વજનિક વક્તા શેખ એહમદ દીદાત દક્ષિણ આફ્રિકાના હતા. એહમદ દીદાત ગુજરાતમાં જન્મ્યા હતા અને પોતાના પરિવાર સાથે ડરબન હિજરત કરી ગયા હતા. મોટા ભાગના ભારતીય દક્ષિણ આફ્રિકનો ભારતીય ભાષા નથી બોલતા જે પેઢીઓ દરમિયાન ‘વિસરાઈ’ ગઈ છે, તેમ છતાં તેઓ ભારતીય ફિલ્મો નિહાળવાનો અને ભારતીય સંગીત સાંભળવાનો આનંદ માણે છે.

ઇન્ડોનેશિયા

[ફેરફાર કરો]

કોઈ અધિકૃત આંકડા ન હોવા છતાં, એવો અંદાજ છે કે લગભગ 25,000 પીઆઈઓ (PIO)/એનઆરઆઈ (NRI) ઈન્ડોનેશિયામાં રહે છે, જેમાંથી એલચી કચેરી અને મેડનમાં આપણા વાણિજ્ય દૂતાવાસમાં નોંધાયેલા પ્રવાસી ભારતીયોની સંખ્યા લગભગ 5000 છે.

ઈન્ડોનેશિયામાં ભારતીયો સદીઓથી, શ્રીવિજયા અને મેજાફિટના સામ્રાજ્યના સમયથી રહે છે, આ બંને સામ્રાજ્ય હિન્દુ હતા અને ઉપખંડથી ખૂબ પ્રભાવિત હતા. પછી ભારતીયો 19મી સદીમાં ડચ દ્વારા, કરારબદ્ધ મજૂરો તરીકે, સુમાત્રાના મેડનની આસપાસ આવેલી ખેતીવાડી વસાહતોમાં કામ કરવા માટે ઈન્ડોનેશિયા લવાયા હતા. આમાંના મોટા ભાગના દક્ષિણ ભારતથી આવ્યા હતા, જ્યારે નોંધપાત્ર સંખ્યા ઉત્તર ભારતથી પણ આવી હતી. મેડન ભારતીયોમાં હિંદુઓ, મુસ્લિમો અને શીખોનો સમાવેશ થાય છે. હવે તેઓ ઈન્ડોનેશિયામાં ચાર પેઢીઓ કરતાં વધુ સમયથી છે અને ઈન્ડોનેશિયન પાસપોર્ટ ધરાવે છે. સ્થાનિક આંકડાઓ એમ સૂચવી રહ્યા છે કે સુમાત્રામાં 40,000 જેટલા પીઆઈઓ (PIO) છે, જ્યારે વિશાળ બહુમતી હવે સંપૂર્ણપણે ઈન્ડોનેશિયન સમાજમાં આત્મસાત થઈ ચૂકી છે, તેમ છતાં તમિલ, શીખ અને બિહારી સમુદાયોના કેટલાક તત્વો હજુ તેમની સાંસ્કૃતિક પરંપરા જાળવી રહ્યા છે.

ભારતીય ડાયસ્પોરા(વ્યાપ)માં કેટલાય હજારો સિન્ધી પરિવારોનો પણ સમાવેશ થાય છે, આ સિંધીઓ ભારતીય અપ્રવાસીના એ દ્વિતીય જથ્થાનો હિસ્સો છે જેમણે 20મી સદીના પ્રથમ ભાગમાં ઈન્ડોનેશિયાને તેમનું ઘર બનાવ્યું હતું. સિંધી સમુદાય મુખ્યત્વે વેપાર અને વાણિજ્ય સાથે સંકળાયેલો છે.

આ સમૂહોમાં, તમિલો અને કેટલેક અંશે શીખ મૂળ સ્વરૂપે ખેતીવાડીમાં સંકળાયેલા હતા, જ્યારે સિંધીઓ અને પંજાબીઓએ મુખ્યત્વે પોતાની જાતને કાપડ વણાટના વેપાર અને રમતગમતના ધંધામાં સ્થાપિત કર્યા.

ભારતીયોના ઈન્ડોનેશિયામાં 1970ના દાયકામાં શરૂ થયેલા મુખ્ય રોકાણના ધસારાએ, આ દેશમાં ભારતીય રોકાણકારો અને વહિવટકારોના નવા જથ્થાને આકર્ષ્યો. ઉદ્યોગ સાહસિકો અને વેપાર વ્યવસાયીઓના આ જૂથે છેલ્લા બે દાયકાઓમાં આગળ વિસ્તરણ કર્યુ છે અને હવે તેમાં એન્જિનિઅરો, સલાહકારો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, શરાફો અને અન્ય વ્યવસાયીઓનો પણ સમાવેશ થાય છે.

ઈન્ડોનેશિયામાં ભારતીય સમુદાયને ખૂબ સારી દૃષ્ટિથી જોવામાં આવે છે, તેઓ સામાન્ય રીતે સમૃદ્ધ હોય છે અને સ્થાનિક તેમજ બહુરાષ્ટ્રીય કંપનીઓમાં વરિષ્ઠ હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓમાં સામેલ છે.

આર્થિક કારણોને લીધે, પીઆઈઓ (PIO)માંના મોટા ભાગના વેપારીઓ અને ધંધાદારીઓ મેડન અને સુરબાજા (સુરબાજા એ ઈન્ડોનેશિયાનું બીજા નંબરનું સૌથી મોટું શહેર અને પૂર્વ જાવાનું પાટનગર છે) જેવા દૂરના વિસ્તારોમાંથી જકાર્તા જતા રહ્યા છે. ઈન્ડોનેશિયામાં લગભગ અડધો ભારતીય સમુદાય જકાર્તા-સ્થિત છે; એવો અંદાજ છે કે જર્કાતાના ભારતીય સમુદાયની વસ્તીની સંખ્યા લગભગ 19000 છે.[] અહીં જકાર્તાના ભારતીય પીઆઈઓ (PIO)/એનઆરઆઈ (NRI) સમુદાયના છ મુખ્ય સામાજિક અને વ્યવસાયી સંગઠનો છે. ગાંધી સેવા લોક (પહેલા બોમ્બે મર્ચન્ટ્સ અસોસિએશન તરીકે ઓળખાતું ) એ સિંધી સમુદાય દ્વારા ચલાવાતી ધર્માદા સંસ્થા છે અને તે મુખ્યત્વે શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓમાં સંકળાયેલી છે. ઈન્ડિયા ક્લબ એ પીઆઈઓ (PIO)/એનઆરઆઈ (NRI)ઓની સામાજિક મંડળી છે. ઈન્ડિયન વિમેન્સ અસોસિએશન એ પીઆઈઓ (PIO)/એનઆરઆઈ (NRI)ની પત્નીઓને એકત્રિત કરે છે અને ધર્માદા પ્રવૃત્તિઓ કરે છે. જકાર્તામાં ગુરુદ્વારા પ્રબંધક કમિટિ છે જેમાં સિંધીઓ અને સાથે જ શીખો પણ ગુરુદ્વારા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. ઈસીએઆઈઆઈ (ECAII) દ્વિપક્ષીય આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે ભારતીય સમુદાયમાંથી આગળ પડતા ઉદ્યોગ સાહસિકોને ભેગા કરે છે, પરંતુ મોટા ભાગે નિષ્ક્રિય રહે છે. આખરે, હવે અહીં (આઈસીએઆઈ (ICAI) છે.

મલેશિયા

[ફેરફાર કરો]
મહિલા સ્ક્વૉશમાં વિશ્વમાં પ્રથમ મલેશિયાની નિકોલ ડેવિડ, મૂળ કેનેડાની છે.

મલેશિયામાં વિશ્વના સૌથી વધુ પ્રવાસી ચાઈનીઝ અને પ્રવાસી ભારતીયોની વસ્તી છે. મોટા ભાગના ભારતીયોએ બ્રિટિશ શાસન હેઠળ ખેતીવાડી વસાહતોના મજૂરો તરીકે દેશાંતર કર્યું હતું. તેઓ એક મહત્વપૂર્ણ નૃવંશ સમૂહ છે, જે મલેશિયન વસ્તીના 8% કરતાં વધુ છે. આમાંના મોટા ભાગના લોકો તમિલ છે, પરંતુ મલયાલમ- તેલુગુ, પંજાબી અને ગુજરાતી-બોલનારા લોકો પણ તેમાં હાજર છે. તેમણે તેમની ભાષાઓ અને ધર્મને નિભાવ્યા છે — મલેશિયામાં 80% નૃવંશ ભારતીયો હિંદુઓ ગણાય છે. વસ્તીની એક મહત્વપૂર્ણ સંખ્યા શીખો છે અને બાકીના ખ્રિસ્તીઓ અને મુસ્લિમો છે.

અહીં ભારતીયોનો એક નાનો સમુદાય, ચિટ્ટી પણ છે, જે ઈસુના મૃત્યુના 1500 વર્ષ બાદના સમય અને ચાઈનીઝો અને મયલ સ્થાનિકોના પહેલા દેશાંતરિત થયેલા તમિલ વેપારીઓના વંશજો છે. પોતાની જાતને તમિલ માનતા, મલય(ભાષા) બોલતા, અને હિન્દુત્વ પાળતા, ચિટ્ટી લોકોની સંખ્યા આજે લગભગ 2000 જેટલી છે.

ફિલિપાઈન્સ

[ફેરફાર કરો]

હાલના સમયે, સંપૂર્ણપણે સમગ્ર ફિલિપાઈન્સમાં રહેતા હોય તેવા ભારતીયો અને ઈન્ડિઅન ફિલિપિનોસ, કે જે પીઆઈઓ (PIO)/એનઆરઆઈ (NRI) હોય, તેઓ અંદાજે 38,000 અને વધુ છે. મોટા ભાગના મનિલા, સેબૂ, અને ડાવાઓ, અને ઝામ્બોઆંગા જેવા સ્થળોએ પણ, અને 11 ટાપુઓના નામવાળા અન્ય મુખ્ય શહેરો અને નાના નગરોમાં કેન્દ્રિત છે. ફિલિપાઈન્સમાં ભારતીયો ઈસુના મૃત્યુ બાદ 4થી સદીથી ઈસુના મૃત્યુ બાદ 17મી સદી સુધી ફિલિપાઈન્સમાં હતા. આરબો અને ઈન્ડોનેશિયનો દ્વારા ઈસ્લામ અને કેથોલિઝમની શરૂઆત પહેલા, અને બાદમાં સ્પેનિશ લોકો દ્વારા હિન્દુત્વ અને બૌદ્ધ ધર્મના મિશ્રણને મુખ્ય ધર્મ બનાવાયો. આમાંની ઘણી શરૂઆતની વસ્તીઓને હજુ વધુ ઓળખી નથી શકાતી, કારણ કે ઘણાએ સ્પેનિશ વસાહતો વસતા પહેલા તેમની અટક બદલી નાંખી હતી.

મનિલા પરના બ્રિટિશ હુમલા સાથે પણ ભારતના ચેન્નઈ, તમિલનાડુથી ભારતીયો આવ્યા, જેમણે સ્પેનિશ લોકો પાસેથી શહેર લઈ લીધું. તેમજ 1762 અને 1763ની વચ્ચે મનિલા અને કૈન્ટા અને મોરોંગ (જે હવે રિઝાલ પ્રાન્ત છે)ની આસપાસના વિસ્તારો કબ્જે કર્યા. તેમાંના ઘણાએ ત્યાંથી જવાનો ઈનકાર કર્યો, બંડ પોકાર્યો, અને સ્થાનિક તાગાલોગ સ્ત્રીઓને પરણી ગયા, જે સમજાવે છે કે શા માટે કૈન્ટા, રિઝાલની આસપાસના ફિલિપિનોસ ભારતીય વંશજો છે.[] ઈન્ડોનેશિયા, મલેશિયા, અને સિંગોપુર જેવા પાડોશી દેશોમાં લગ્ન કરવા કરતાં વધુમાં વધુ, ઘણા ભારતીયોએ ફિલિપિનોસ સાથે આંતરલગ્ન કર્યા હતા, જેનું મુખ્ય કારણ છે કે તેમની વસ્તી મુખ્યત્વે મુસ્લિમ છે, અને તે યજમાન દેશામાં મુસ્લિમો સાથે લગ્ન કરવું ભારતીયો માટે પ્રતિકૂળ છે. 1930 અને 1940ના દાયકાઓ દરમિયાન, ઘણા ભારતીયો અને ભારતીય ફિલિપિનોસે ડાવાઓ સહિત ફિલિપિનોના પ્રાન્તોમાં વસવાટ કર્યો, જ્યાં ઘણા જાપાનીઝો અને જાપાનીઝ ફિલિપિનોસ તે સમયે હતા, અને હજુ પણ છે. જ્યારે ફિલિપાઈન્સનું અર્થતંત્ર મનિલામાં આધારિત હતું, ત્યારે ઘણા ત્યાં સ્થળાંતરિત થયા, જે સમજાવે છે કે શા માટે આજે અડધા જેટલા ભારતીય અને ભારતીય ફિલિપિનો સમુદાય હવે ત્યાં આધારિત છે.

ફિલિપાઈન્સમાં મોટા ભાગના ભારતીય અને ભારતીય ફિલિપિનોસ સિંધી અને પંજાબી છે, પરંતુ ત્યાં મોટા પ્રમાણમાં તમિલ વસ્તી પણ છે. ઘણા લોકો તાગાલોગ અને અંગ્રેજીની સાથોસાથ પ્રાન્તો અને ટાપુઓની સ્થાનિક ભાષામાં સહજ છે. ઘણા તેમના કાપડ વેચાણ અને ખરીદ-લે-વેચના મુખ્ય ધંધા સાથે સમૃદ્ધ મધ્યમ અને ઉચ્ચ વર્ગના છે. શીખો મોટા પાયે ધિરાણ, અને વેચાણ અને ખરીદ-લે-વેચમાં સામેલ છે. મોટા ભાગના ભારતીયો અને ભારતીય ફિલિપિનો હિન્દુ અને શીખ છે, પરંતુ ફિલિપિનો સંસ્કૃતિમાં ભળી ગયા છે અને કેટલાક કેથોલિક છે. અહીં મનિલામાં મુખ્ય હિન્દુ અને શીખ મંદિર છે, અને સમગ્ર ફિલિપાઈન પ્રાન્તોમાં પણ છે.

સિંગાપોર

[ફેરફાર કરો]
સિંગાપોરના વર્તમાન પ્રમુખ, એસ. આર. નાથન, ભારતીય મૂલના તમિલ છે.

સિંગાપુરમાં ભારતીયો –દક્ષિણ એશિયન પૈતૃક વંશના લોકો તરીકે ઓળખાય છે – અને દેશના 10% નાગરિકો અને સ્થાયી રહેવાસીઓ જેટલા છે, જે તેમને સિંગાપુરનો ત્રીજો સૌથી મોટો નૃવંશ સમૂહ બનાવે છે. શહેરોમાં, સિંગાપુર સૌથી વધુ પ્રવાસી ભારતીય વસ્તીઓમાંની એક ધરાવે છે.

પ્રાચીન ભારત સાથેના સંપર્કે સિંગાપુરના દેશી મલય સમાજ પર ઊંડી સાંસ્કૃતિક અસર છોડી છે, તેમ છતાં નૃવંશ ભારતીયોનું ટાપુ તરફનું સામૂહિક દેશાંતર, 1819માં બ્રિટિશ દ્વારા આધુનિક સિંગાપુર સ્થપાવાની સાથે જ શરૂ થયું. પ્રારંભમાં, ભારતીય વસ્તી ઘણી ઓછી હતી, મુખ્યત્વે કામદારો તરીકે આવેલા યુવાન પુરુષો, સૈનિકો અને કેદીઓનો તેમાં સમાવેશ થાય છે. મધ્ય-20મી સદી સુધીમાં, વધુ સમતોલ જાતિ પ્રમાણ અને વધુ સારા વય સમૂહોના પ્રસાર સાથે, એક સ્થાયી સમાજ ઉભરી આવ્યો હતો. અંગ્રેજી, ચાઈનીઝ અને મલયની સાથોસાથ, તમિલ એ સિંગાપુરની ચાર અધિકૃત ભાષાઓમાંની એક છે.

અપ્રમાણસર વિશાળ ભદ્ર અને નિમ્ન આવકવાળા સમૂહો સાથે, સિંગાપુરની ભારતીય વસ્તી તેના વર્ગીય સ્તરો માટે જાણીતી છે. ભારતમાંથી સારી રીતે ભણેલા અને અકુશળ હિજરતીઓ એમ બંનેના આવવા સાથે, અને સિંગાપુરમાં વધતી આવક સમાનતાના ભાગ રૂપે, 1990ના દાયકામાં આ લાંબા-સમયથી ચાલતી સમસ્યા વધુ દ્રશ્યમાન બની. ભારતીયો અન્ય મુખ્ય લઘુમતી સમૂહ, મલયો કરતાં વધુ આવક કમાતા હતા. આ સમૂહો કરતાં ભારતીયો યુનિવર્સિટીની પદવીઓ ધરાવતા હોય તેવી શક્યતા પણ ખૂબ વધુ હતી. જો કે, મુખ્યપણે સ્થાનિક-સ્તરે જન્મેલા ભારતીય વિદ્યાર્થીઓ જાહેર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં મુખ્ય પરિક્ષાઓમાં નબળો દેખાવ કરતાં હતા.

નાની બહુમતીઓ બનાવતા શીખો અને હિન્દુઓ સાથે, સિંગાપુરના ભારતીયો વિવિધ ભાષા અને ધર્મવાળા છે. અહીં લગભગ 200 વર્ષ કરતાં વધુ, ભારતીય સંસ્કૃતિ ટકી છે અને વિકસી છે. મધ્યથી અંતની 20મી સદી સુધીમાં, વ્યાપક સિંગાપોરિયન સંસ્કૃતિમાં ભારતીય તત્વો વિખરાઈ ગયા તેથી પણ, કેટલીક હદ સુધી, આ સમકાલીન દક્ષિણ એશિયાઈ સંસ્કૃતિઓ કરતાં કંઈક જૂદુ થઈ ગયુ હતું. 1990ના દાયકાથી, નવા ભારતીય અપ્રવાસીઓએ સ્થાનિક ભારતીય વસ્તીનું કદ અને ગૂંચવણ બંને વધારી દીધી. કેબલ ટેલિવિઝન અને ઈન્ટરનેટ જેવી આધુનિક સંચાર વ્યવસ્થાઓએ એકસાથે, ઊભરતી વૈશ્વિક ભારતીય સંસ્કૃતિ સાથે સિંગાપુરને જોડી દીધું છે.

રાષ્ટ્રીય જીવનમાં અનેક ક્ષેત્રોના નેતાઓ તરીકે જાણીતા ભારતીય વ્યક્તિઓએ સિંગાપુરમાં લાંબા સમયથી એક છાપ છોડી છે. સામૂહિકપણે પણ ભારતીયો, રાજકારણ, શિક્ષણ, મુત્સદ્દીગીરી અને કાયદા જેવા ક્ષેત્રોમાં સારી રીતે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, અને કેટલીકવાર ઘણી સારી રીતે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અહીં ભારતીયોનો એક નાનો સમુદાય, ચિટ્ટી પણ છે, જે ઈસુના મૃત્યુના 1500 વર્ષ બાદના સમય અને ચાઈનીઝો અને મયલ સ્થાનિકોના પહેલા દેશાંતરિત થયેલા તમિલ વેપારીઓના વંશજો છે. પોતાની જાતને તમિલ માનતા, મલય(ભાષા) બોલતા, અને હિન્દુત્વ પાળતા, ચિટ્ટી લોકોની સંખ્યા આજે લગભગ 2000 જેટલી છે.

અમેરિકા

[ફેરફાર કરો]

કેનેડા

[ફેરફાર કરો]

સ્ટૅટિસ્ટિક્સ કેનેડા(કેનેડિયન સમવાયી સરકારી એજન્સી છે) મુજબ, 2006માં, “પૂર્વ ભારતીય”, દક્ષિણ એશિયન અથવા ઈન્ડો-કેનેડિયન સહિત, પોતાને ભારતીય મૂળના ગણાવતા હોય તેવા લોકો 962,665 જેટલા હતા. 2001માં, કેનેડામાં ભારતીય મૂળના કુલ લોકોમાંથી 34% લોકો શીખો, 27% હિન્દુઓ, 17% મુસ્લિમો અને 16% લોકો ખ્રિસ્તીઓ (7% પ્રોટેસ્ટન્ટ/ઇવેજેલિકલ, 9% કૅથલિક)નું પ્રતિનિધિત્વ કરતાં હતા.[] તો સરખામણીએ કેટલાક ભારતીય મૂળના લોકોને કોઈ ધાર્મિક સંબંદ્ધતા નથી. મુખ્ય ભારતીય નૃવંશ સમાજો પંજાબીઓની સાથોસાથ ગુજરાતીઓ, તમિલ (શ્રીલંકનની વિરુદ્ધના ભારતીયો તરીકે ), ઈન્ડો-કેરેબિયન (ગણતરીએ લગભગ 200,000), કેરળવાસીઓ, બંગાળીઓ, સિંઘીઓ અને અન્ય પણ છે.


ઈંગ્લેન્ડના લંડનમાં રાણી વિક્ટોરિયાની હિરક જયંતીની ઉજવણીમાં ભાગ લઈને, 1897માં, ઘરે પરત ફરવાના રસ્તા પર જે ભારતીય સેના, કેનેડામાંથી પસાર થયા, તેઓ કેનેડામાં વસનારા પ્રથમ ભારતીયો હતા. કેટલાક, બ્રિટિશ કોલંબિયામાં રહી ગયા હોય તેમ મનાય છે, અને અન્ય પછી ત્યાં પરત ફર્યા. પંજાબી ભારતીયો ખેતી અને વનસંવર્ધન વિદ્યાની શક્યતાઓથી આકર્ષાયા હતા. તેઓ મુખ્યત્વે કામની તકો શોધનારા પુરુષ શીખો હતા. 1838થી કેરેબિયન ગયેલા કરારબદ્ધ ભારતીય કામદારોના વંશજો, ઈન્ડો-કેરેબિયનોએ, ત્રિનિદાદિયન વૈદક વિદ્યાર્થી કેનેથ મહાવીર અને ડેમરેરા (હવે ગાયાના) કારકુન એમ. એન. સંતુના, એમ બંનેના 1908માં, આગમન સાથે કેનેડામાં પ્રારંભિક સ્વરૂપ આપ્યું.

કથિતપણે પ્રથમ ભારતીય અપ્રવાસીઓને સ્થાનિક ગોરા કેનેડિયનો પાસેથી મોટા પ્રમાણમાં જાતિવાદનો સામનો કરવો પડ્યો હતો. જાતિગત રમખાણોએ આ અપ્રવાસીઓને નિશાન બનાવ્યા, સાથોસાથ નવા ચાઈનીઝ અપ્રવાસીઓ પણ તેનો ભોગ બન્યા. મોટા ભાગનાએ ભારત પરત ફરવાનું નક્કી કર્યુ, જ્યારે કેટલાક ત્યાં જ રહી ગયા. તેમાંના ઘણાએ આ સ્થળ છોડવાનું નક્કી કર્યું તેનું વધુ એક કારણ એ છે કે, કેનેડિયન સરકારે 1919 સુધી આ પુરુષો પર તેમના પત્ની અને બાળકોને અહીં લાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 20મી સદીની શરૂઆતમાં ઘણા ભારતીયોને કેનેડા આવતા અટકાવવા માટે ક્વોટાઓ (નિયત હિસ્સો) નક્કી કરાયા હતા. 1957માં ક્વોટાની સંખ્યા 300 જેટલી વધારાઈ ત્યાં સુધી, આ ક્વોટાઓમાં એક વર્ષ દરમિયાન 100 કરતાં ઓછા લોકોને આવવાની પરવાનગી અપાતી. 1967માં, તમામ ક્વોટાઓને ખતમ કરી દેવાયા હતા. ત્યાર પછીનું દેશાંતર પોઈન્ટ પદ્ધતિ પર આધારિત હતું, આ પ્રકારે ઘણા બધા ભારતીયોને પ્રવેશવાની પરવાનગી મળી. જ્યારથી આ ખુલ્લા-દ્વારની નીતિ અપનાવાઈ છે, ભારતીયોએ મોટી સંખ્યામાં આવવાનું ચાલુ કર્યુ છે, અને દર વર્ષે આશરે 25,000-30,000 લોકો આવે છે. (ચાઈનીઝો બાદ આ સંખ્યા, ભારતીયોને કેનેડા દેશાંતરિત થતું ભારતીયોનું બીજું સૌથી મોટું સમૂહ બનાવે છે)

જ્યાં 70%થી વધુ ભારતીયો રહે છે, તેવા ટોરંટો, અને વૈંકૂવર જેવા મોટા શહેરી કેન્દ્રોમાં મોટા ભાગના ભારતીયો દેશાંતરિત થવાનું પસંદ કરે છે. કૈલગરી, એડમોન્ટાન અને મોન્ટ્રિઅલમાં પણ નાના સમાજો વધી રહ્યા છે. વૈંકૂવરમાં ભારતીયો પંજાબ, ગુજરાત, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળ જેવા, ભારતના વિવિધ સ્થળોએથી આવ્યા છે. નાના ભારત તરીકે ઓળખાતું એક સ્થળ વૈંકૂવરમાં અસ્તિત્વ ધરાવે છે. મોટા ભાગે ભારતીયો વૈંકૂવરમાં સરેના ઉપનગરમાં અથવા નજીકના એબોટ્સ્ફોર્ટમાં રહે છે, પરંતુ વૈંકુવરના અન્ય વિસ્તારોમાં પણ ભારતીયો મળી આવે છે. વૈંકૂવરના ભારતીયોમાં બહોળી બહુમતી શીખ મૂળના લોકોની છે અને શીખ સમાજે તેમના વિવિધ સુપ્રીમ કોર્ટ ના ન્યાયાધીશો, ત્રણ મુખ્ય સરકારી વકિલો અને એક પ્રાન્તીય પ્રધાનમંત્રી સાથે રાજકારણ તેમજ અન્ય વ્યવસાયોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ઉત્તર અમેરિકામાં ગ્રેટર ટોરંટો એરિઆ ભારતીય વંશજોની બીજા ક્રમની સૌથી વધુ વસ્તી ધરાવે છે, 2006ની ગણતરી પ્રમાણે 484,655 જેટલા ભારતીય મૂળના રહેવાસીઓ ત્યાં હતા, જે 2007માં ન્યૂ યોર્ક માટેના અમેરિકન સમાજ કમ્બાઈન્ડ સ્ટૅટિસ્ટિકલ એરિઆના સર્વેક્ષણ દ્વારા 575,541ના આંકડાથી પાર કરી જાય છે. જો કે, ટોરંટોની ગણતરીમાં (પણ ન્યૂ યોર્કની ગણતરીમા નહિં) પશ્ચિમી ભારતીયો/ઈન્ડો-કેરેબિયનોના વંશજોની ગણતરી પણ થાય છે.

કેરિબિયન

[ફેરફાર કરો]
શીવ ચંદ્રપૌલ, વેસ્ટેન્ડિઝના સફળ ક્રિકટરોમાંથી એક.

1838થી 1917ના બ્રિટિશ રાજ એટલે કે, બ્રિટિશ ઈન્ડિયા વખતે ગુલામીપ્રથાની નાબૂદી અને મજૂરોની માગને પહોંચી વળવાના હેતુથી પાંચ લાખ કરતા પણ વધુ ભારતીયોને કરારબદ્ધ નોકર તરીકે બ્રિટિશ વેસ્ટ ઈન્ડિઝ લઈ જવાયા હતા. જેના ભાગરૂપે 5 મે, 1838ના રોજ સૌપ્રથમ બે વહાણ બ્રિટિશ ગિયાના (હાલનું ગયાના) પહોંચ્યા હતા.

અંગ્રેજીભાષા બોલતા કેરેબિયનમાં રહેતા બહુમતિ ભારતીયો ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બિહારમાંથી આવ્યા છે, જ્યારે ગ્વાડેલૂપ અને માર્ટીનિકમાં મહ્દઅંશે આંધ્રપ્રદેશ અને તમિલનાડુથી લાવવામાં આવેલા ભારતીયો હતા.

આ સિવાય અહીં દક્ષિણ એશિયાના કેટલાક ભાગોમાંથી સ્થળાંતર કરીને આવેલા લોકો છે, જેમાં હાલના પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકોનો પણ સમાવેશ થતો હતો. જ્યારે અન્ય ઈન્ડો-કેરેબિયન લોકો અગાઉ ત્યાં પહોંચેલા ભારતીય તબીબો, ગુજરાતી વેપારીઓ અને કેન્યા તથા યુગાન્ડાથી આવેલા લોકો કરતા ઉતરતા હતા. વર્તમાન સમયમાં ભારતીય ઈમિગ્રન્ટ્સ સેઈન્ટ માર્ટિન/સિન્ટ માર્ટીન અને અન્ય ડ્યૂટી ફ્રી ટાપુઓ પર જોવા મળે છે, જ્યાં તેઓ વેપારમાં સક્રિય છે.

ઈન્ડો-કેરેબિયન લોકો ગયાના, સુરીનેમ તથા ત્રિનિદાદ અને ટોબેગોનો સૌથી મોટો જાતિય સમૂહ છે. તેઓ જમૈકા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડિન્સ અને અન્ય દેશોમાં બીજી સૌથી મોટી બહુમતી છે. જ્યારે બહામસ, બાર્બાડોસ, બેલિઝ, ફ્રેન્ચ ગયાના, ગ્રેનાડા, પનામા, સેંટ લૂસિયા, હૈતી, માર્ટીનિક અને ગ્વાડેલૂપમાં તેઓની સંખ્યા જૂજ છે.

ભારતીય મજૂરો અને તેમના અનુગામીઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ આ દેશોના વિકાસમાં સક્રિય થઈ પ્રદાન આપ્યું. ઓલ્ડ હાર્બર બેમાં પૂર્વ ભારતીયોના આગમનનો 13મી મેનો દિવસ આજે પણ જમૈકામાં ઊજવાય છે. જ્યારે 2003માં માર્ટીનિક ભારતીયોના આગમનની 150મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ હતી.

2004માં ગ્વાડેલૂપમાં પણ તે કરવામાં આવી હતી. આ ઉજવણી ફક્ત ભારતીય લઘુમતીઓની જ ઓળખ માટે નથી, પરંતુ ભારતીયોના સ્થાનિક સંસ્કૃતિ સાથેના ઐક્ય અને ખેતીથી લઈને શિક્ષણ, રાજકારણ અને સમૃદ્ધ વૈવિધ્યસભર સંસ્કૃતિને ફ્રેન્ચ અને અન્ય સ્થાનિક સત્તાધારીવર્ગનું પણ સમર્થન છે. આ ઉજવણીમાં બે ટાપુની સમગ્ર બહુવંશીય પ્રજા ભાગ લે છે.[૧૦]

યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા

[ફેરફાર કરો]

ભારતીયોએ ઉત્તર અમેરિકામાં સ્થળાંતર કરવાની શરૂઆત 1890માં કરી હતી. એબોટ્સ્ફોર્ડ, બ્રિટિશ કોલમ્બિયા અને કેનેડામાં છેલ્લાં 100 કરતા પણ વધુ વર્ષોથી શીખ-કેનેડિયન પ્રજા વસવાટ કરે છે. સરકારે ત્યાં મંદિર બાંધ્યુ એ પછી ભારતના હિંદુઓએ ત્યાં ઠરીઠામ થવાનું શરૂ કર્યું હતું. કેનેડામાં રહેતા શીખો જ્યારે ભારતમાં પોતાના ઘરે જાય છે ત્યારે તેઓ ઘણીવાર પોતાના સ્વજનોને આ મંદિર વિશે વાત કરે છે. આ બધી વાતો હિંદુઓને ઉત્તર અમેરિકામાં જઈને ત્યાં વસવાટ કરવા માટેના કારણો આપવામાં મદદરૂપ થતી. પ્રથમ હિંદુ પરિવાર 1889માં અહીં પહોંચ્યો હતો, જેમના માટે સરકારે ખાસ એક મંદિર બાંધી આપ્યુ હતું. આ મંદિરે વધુને વધુ હિંદુઓને અહીં આવવા માટે પ્રેર્યા હતા. જોકે ત્યાર પછી થોડા જ સમયમાં શહેરમાં અનેક મંદિરોનું નિર્માણ થઈ ગયું હતું. પરંતુ શીખોને એવું કહીને મંદિરો બાંધવાની છૂટ નહોતી અપાઈ કે ‘શીખ હિંદુ ધર્મનો જ એક ફાંટો હોવાના કારણે તેમણે મંદિરમાં પૂજા કરવી જોઈએ નહીં તો, પૂજા ન કરવી જોઈએ.’ તેઓ પૂજાના અન્ય સ્થળો માટે વધારાનો ખર્ચ કરવા માંગતા ન હતા કારણ કે ત્યાં પહેલેથી આવા અનેક સ્થળો હતા. તેથી તેમણે શીખોને આવું કહ્યું હતું. ત્યાર પછી 75%થી પણ વધુ શીખો મંદિરોમાં પૂજા કરવા લાગ્યા હતા, જ્યારે લગભગ એકસોથી વધુ શીખોએ તેનો વિરોધ કરતા કહ્યું હતું કે, તેઓનો ધર્મ સ્વતંત્ર છે, તેથી તેમની પૂજાનું સ્થળ પણ અલગ જ હોવું જોઈએ. ત્યાર પછી શીખો આશરે 22 વર્ષ એટલે કે, 1911 સુધી તેમના હક માટે લડતા રહ્યા અને પ્રથમ ગુરુદ્વારાનું નિર્માણ થયું. જોકે આ ગુરુદ્વારા અમેરિકામાં નહીં પણ કેનેડામાં હતું, કારણ કે અમેરિકન સરકાર જાપાન અને યુરોપમાં યુદ્ધમાં વ્યસ્ત હતી. અત્યારે પણ અમેરિકામાં ખૂબ જ ઓછી અને કેનેડામાં ઘણી બધી ગુરૂદ્વારા છે. એબોટ્સ્ફોર્ડના સાઉથ ફ્રેઝર વે પરનું 1911માં નિર્માણ પામેલું ગુરૂદ્વારા ઉત્તર અમેરિકાનું સૌથી જૂનું શીખ મંદિર છે.

યુ.એસ. (U.S.)માં 19 અને 20મી સદીમાં પણ બહારથી આવીને સ્થાયી થવાની પ્રક્રિયાની શરૂઆત થઈ હતી. જ્યારે વાનકુવરમાં શીખોનું આગમન થયું ત્યારે તેઓ એ હકીકતથી વાકેફ થયા કે બ્રિટિશ સામ્રાજ્યનો એક હિસ્સો હોવા છતાં કેનેડામાં તેમનું કોઈ જ વજૂદ નથી, અહીં તેમની સાથે ખુલ્લેઆમ દુર્વ્યવહાર કરવામાં આવતો. જોકે તેમાંના કેટલાક સફળ લોકોએ યુ.એસ. (U.S) જઈ સિયેટલ અને સાન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયા, એશિયાથી આવતા અનેક વહાણો તેમને આ બંદરો પર ઉતારતા હતા. આ લોકો મોટે ભાગે પંજાબ પ્રાંતના શીખો હતા. જોકે યુ.એસ. (U.S.) માં તો તેઓ હિંદુઓ તરીકે જ ઓળખાતા હતા. (કારણ કે એક સામાન્ય અમેરિકનના મનમાં એવી ગેરમાન્યતા હતી કે ભારતમાં બધા હિંદુ જ હોય અને બીજું મૂળ અમેરિકનો આ પ્રખ્યાત ઈમિગ્રેન્ટ્સ માટે એક ખાસ શબ્દ ઈચ્છતા હતા, જે બાદમાં તેમને ઈન્ડિયન તરીકે ઓળખવા લાગ્યા હતા).

બોબી જિન્દાલ, લ્યુસિઆના રાજ્યના 55માં અને વર્તમાન રાજ્યપાલ

આ દરમિયાન યુ.એસ. (US) માં એશિયાઈ સ્ત્રીઓના સ્થળાંતર તરીકે આવવા પર પ્રતિબંધ હતો, કારણ કે અમેરિકન સરકારે કેલિફોર્નિયા સહિત કેટલાક પશ્ચિમી રાજ્યો વતી 1917માં એક ખરડો પસાર કર્યો હતો, જે ખૂબ જ મોટા પ્રમાણમાં ચાઈનીઝ, જાપાનીઝ અને ભારતીય ઈમિગ્રન્ટ્સના પ્રવાહનો સામનો કરી રહ્યા હતા. પરિણામે કેલિફોર્નિયામાં રહેતા અનેક દક્ષિણ એશિયાઈ પુરુષોએ મેક્સિકન સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. આવા અનેક કુટુંબો કેલિફોર્નિયાની સેન્ટ્રલ વેલીમાં ખેડૂતો તરીકે જીવન વ્યતીત કરી રહ્યા હતા, આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે. જોકે આ પહેલવહેલા ઈમિગ્રન્ટ્સને મતાધિકાર, ફેમિલિ રી-યુનિફિકેશન અને સિટીઝનશિપ જેવા હક અપાયા ન હતા. 1923માં સુપ્રીમ કોર્ટ ઓફ યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સ વિરુદ્ધ ભગત સિંઘ ઠિંડ નો ચુકાદો આપતા કહ્યું કે ભારતથી આવેલા લોકો (એ વખતે બ્રિટિશ ઈન્ડિયા, ઉદા. દક્ષિણ એશિયાઈ) નાગરિકત્વ માટે ગેરલાયક ઠરે છે. જોકે ત્યાર પછીના થોડા જ વર્ષોમાં ઠિંડ ન્યૂ યોર્કના નાગરિક હતા. ભગત સિંઘ ઠિંડ ભારતના શીખ હતા, જે ઓરેગોનમાં સ્થાયી થયા હતા, ઓરેગોનમાં પણ તેમણે નાગરિકત્વ માટે અરજી કરી હતી જે ફગાવી દેવાઈ હતી.[૧૧]

જોકે આશરે અર્ધી સદીના પ્રતિબંધ બાદ અને દ્વિતિય વિશ્વ યુદ્ધ પછી યુ.એસ. (US) ઈમિગ્રેશન પોલિસી (અમેરિકા અપ્રવાસી નીતિ) માં ફેરફાર કરીને બિન-ગોરા લોકોને પણ ફેમિલી રિ-યુનિફિકેશન (કુંટુંબ- એકીકરણ) માટે મંજૂરી આપવામાં આવી. આ ઉપરાંત એશિયાઈ લોકોને નાગરિકત્વ અને મતાધિકાર પણ આપવામાં આવ્યા.

હવે 1940 પહેલાં આવેલા ઘણા પુરુષો પોતાના પરિવારને યુ.એસ. (U.S.) લાવી શકતા હતા, જેમાંના મોટા ભાગના કેલિફોર્નિયા અને પશ્ચિમી દરિયાપટ્ટી પર આવેલા રાજ્યોમાં સ્થાયી થયા હતા.

ભારતીય ઈમિગ્રન્ટ્સનો બીજો પ્રવાહ 50, 60, 1970 અને 1980ના દાયકાઓમાં આવ્યો. તેમાંના મોટા ભાગના લોકો શીખ હતા જે નવા ‘કલર બ્લાઈન્ડ’ ઈમિગ્રેશન લો થકી પોતાના પરિવાર સાથે જોડાઈ રહ્યા હતા, અને અન્ય લોકોમાં વ્યવસાયીઓ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો, જે સમગ્ર ભારતમાંથી અહીં આવ્યા હતા. શીત યુદ્ધના આ દિવસોમાં સંરક્ષણ અને એરોસ્પેસ ઉદ્યોગ એન્જિનિયરોની જરૂરિયાત સર્જાઈ, જેમાંના ઘણાં બધા ભારતીયો હતા. 1980 અને 1990 સુધીમાં ગુજરાતીઓ તે સાથે જ દક્ષિણ ભારતીયો પણ પહોંચી ગયા હતા. જોકે દક્ષિણ ભારતીય લોકો પંજાબી શીખો કરતા વધુ ન હતા,જ્યારે ગુજરાતીઓની સંખ્યા પંજાબીઓ કરતા પણ વધુ હતી. ભારતીયોમાં સૌથી મોટો સમૂહ ગુજરાતીઓ અને પંજાબીઓ નો હતો. (needs citation - હવાલાની જરૂર છે). ઈમિગ્રન્ટ્સનો નવો અને કદાચ સૌથી મોટો પ્રવાહ ‘ઈન્ટનેટ બૂમ’ (ઈન્ટરનેટ ક્ષેત્રે આવેલી આકસ્મિક તેજી) દરમિયાન 1990ના અંતિમ અને વર્ષ 2000 પહેલાંના ગાળામાં આવ્યો. પરિણામે હાલ યુ.એસ. (U.S.)માં વસતો સૌથી મોટો ડાયસ્પોરા સમાજ ભારતીયોનો છે, જેમની વસ્તી અંદાજે 2.7 મિલિયન છે. સૌથી પહેલાં યુએસ (US)માં આવેલા ભારતીયો ટેક્સી ડ્રાઈવર, મજૂર, ખેડૂત કે નાના વેપારીઓ હતા, જ્યારે ત્યાર પછીના ભારતીયો વ્યવસાયી અથવા તો અહીં જ સ્નાતક થઈને કોઈ વ્યવસાયમાં ગયા હોય એ લોકો હતા. તેઓ હાઈ-ટેક ઈન્ડસ્ટ્રીના પ્રતાપે અત્યંત ધનિક બન્યા હતા, અને કદાચ તેઓ અહીંના સૌથી સમૃદ્ધ ઈમિગ્રન્ટ્સ છે. તેઓ જીવનમાં દરેક સ્તરે પ્રગતિ કરી છે, ખાસ કરીને શિક્ષણ, ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને મેડિસિનમાં. ફક્ત 2007-08માં જ અમેરિકન યુનિવર્સિટીઓમાં ભારતીય મૂળના 4000થી પણ વધુ પ્રોફેસર અને 84,000 ભારતીય વિદ્યાર્થીઓ હતા. ધ અમેરિકન એસોસિયેશન ઓફ ફિઝિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજિનમાં 35,000 સભ્ય છે. ફોર્ચ્યુન મેગેઝીને 2000માં કરેલા એક અંદાજ મુજબ સિલિકોન વેલીના ભારતીય ઉદ્યોગ સાહસિકો $250 બિલિયનનું ટર્નઓવર કરે છે. અમેરિકન સરકાર દ્વારા નિયુક્ત એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિએ આપેલા અહેવાલ મુજબ, બિન-નિવાસી ભારતીય સમુદાયની સામૂહિક સંપત્તિ આશરે એક ટ્રિલિયન ડોલર જેટલી હોવાનો અંદાજ છે.[૨] સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૨ ના રોજ વેબેક મશિન

હાલ યુ.એસ. (U.S.)માં ભારતીય ડાયાસ્પોરા ન્યૂ યોર્ક જેવા મેટ્રોપોલિટન શહેરોમાં સ્થાયી થયો છે. (યુ.એસ. (U.S.) સેન્સસના 2007 અમેરિકન કોમ્યુનિટી સર્વેના અંદાજ મુજબ અહીં 5,75,541 એમ સૌથી વધુ ભારતીય અમેરિકનો વસે છે). આ ઉપરાંત તેઓ વોશિંગ્ટન, બોસ્ટોન, ફિલાડેલ્ફિયા, એટલાન્ટા, શિકાગો, ડલાસ, લોસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો, ડેટ્રોઈટ અને હ્યુસ્ટન જેવા લગભગ દરેક મેટ્રોપોલિટન વિસ્તારોમાં ભારતીયોની વસ્તી છે.

યુનાઈટેડ કિંગડમ

[ફેરફાર કરો]
ફ્રેડી મર્ક્યુરી, જાણીતા ગાયક અને ખૂબ જ સફળ રૉક બેન્ડ ક્વીનના સ્થાપક, જેઓ પરસી મૂળના હતા અને ભારતમાં ઊછર્યા હતા.

હાલ યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતીય ઈમિગ્રન્ટ્સની ત્રીજી પેઢી વસી રહી છે. ટકાવારીની દૃષ્ટિએ પણ યુકે (UK)માં વસતા ભારતીયો એશિયા બહારની સૌથી મોટી બહુમતી છે, જ્યારે વસ્તીની રીતે તેઓ બીજા નંબરનો સૌથી મોટો સમાજ છે, ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સ જ યુકે (UK) કરતા ભારતીયોની વધુ વસ્તી ધરાવે છે, જ્યારે તે કેનેડાની લગોલગ છે.


યુનાઈટેડ કિંગ્ડમની સમૃદ્ધ સંસ્કૃતિ સાથે ભારતીય સંસ્કૃતિ સતત ઐક્ય સાધી રહી છે, જેની સૌથી ઉત્તમ ‘વિદેશી’ અસર માય બ્યુટિફૂલ લોન્ડ્રેટ જેવી ફિલ્મો સહિત હાલમાં આવેલી કૌટુંબિક ફિલ્મ બેન્ડ ઈટ લાઈક બેકહામ માં દેખાઈ રહી છે. આ ઉપરાંત ભારતીય વાનગીઓ પણ બ્રિટિશ ભોજનનો અતૂટ હિસ્સો બની ચૂકી છે.


યુકે (UK)રાષ્ટ્રીય વસ્તી ગણતરી એપ્રિલ 2001 મુજબ[૧૨] યુકે (UK)માં ભારતીય મૂળના 1,051,800 લોકો વસવાટ કરે છે. જેમાં મોટે ભાગે તમિલો, પંજાબીઓ, ગુજરાતીઓ, બંગાળીઓ અને એંગ્લો ઈન્ડિયનોનો સમાવેશ થાય છે. ભારતીયોની કુલ વસ્તીમાં હિંદુઓ 45%, શીખો 29%, મુસ્લિમો 13% અને ખ્રિસ્તીઓ 5% છે. જ્યારે બાકીનામાં (15,000) જૈન, પારસી, બૌદ્ધ અને અન્ય લોકો કે જેમણે પોતાના ધર્મ તરીકે કંઈ જ દર્શાવ્યું નથી તેમનો સમાવેશ થાય છે. 2005ના આંકડાઓ પ્રમાણે ઈંગ્લેન્ડની કુલ વસ્તીમાં 2.41% એટલે કે, લગભગ 1,215,400 (જુઓ ઈંગ્લેન્ડની વસ્તીવિષયક માહિતી) લોકો ભારતીયો છે, જોકે તેમાં મિશ્ર વંશના લોકોનો સમાવેશ નથી કરાયો. જ્યારે 2008માં પણ આ જ વલણ ચાલુ રહેતા યુકે (UK)માં ભારતીયોની વસ્તી (મિશ્ર વંશીય ભારતીયો સહિત) 1,600,000થી પણ વધુ હતી.[૧૩]


યુનાઈટેડ કિંગ્ડમમાં મોટા ભાગના ભારતીયો લંડન, મિડલેન્ડ્સ, નોર્થ વેસ્ટ અને યોર્કશાયરમાં સ્થાયી થયા છે. સ્કોટલેન્ડ, વેલ્સ, નોર્થન આયર્લેન્ડ અને અન્ય પ્રદેશોમાં તેમની વસ્તી જૂજ છે.

યુનાઈડેટ કિંગ્ડમાં અંગ્રેજી પછી સૌથી વધુ બોલાતી ભાષા પંજાબી છે. પંજાબી બોલતા 2,300,000 લોકો સહિત અન્ય દક્ષિણ ભારતીય ભાષાઓ પણ ભારતીયોમાં સામાન્ય છે. (2,300,000?? સ્રોત સ્રોત? આંકડા ખૂબ ઉંચા છે.) (* આકડા ખોટા છે, ભાષ બોલનારાઓની સંખ્યા ભારતીય વસ્તીથી વધુ હોઈ શકે નહીં.)

મધ્ય પૂર્વ

[ફેરફાર કરો]

મધ્ય પૂર્વમાં ખાસ કરીને પર્શિયન ખાડીના પાડોશી એવા તેલ સમૃદ્ધ રાષ્ટ્રોમાં પણ ભારતીયોની વસ્તી મોટા પ્રમાણમાં છે, જ્યાં મોટે ભાગે કેરળ અને અન્ય દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવેલા ભારતીયો છે. તેલના અર્થતંત્રમાં આવેલી આકસ્મિક તેજી દરમિયાન રોજગારી મેળવવા તેઓ મજૂરી અને કારકૂનીનું કામ મેળવવા ખાડી દેશો તરફ વળ્યા હતા. જોકે અહીં ભારતીયો અને અન્ય વિદેશીઓ સહેલાઈથી નાગરિક બની શકતા નથી. તેમણે પોતાનો ભારતીય પાસપોર્ટ જમા કરાવી દેવો પડે છે, મોટા ભાગના ખાડી દેશોમાં નાગરિકત્વ કે કાયમી વસવાટનો કોઈ અવકાશ નથી. ભારતીય લોકો ખાડી દેશોમાં કામ કરવાનું પસંદ કરે છે તેનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં તેજ કામ માટેનું જે વળતર મળે છે તેના કરતા અનેકગણું વળતર અહીં મળે છે, બીજું ભૌગોલિક રીતે પણ તેઓ [[ભારત|ભારત]] જેવી સમાનતા ધરાવે છે. ટકાવારીની દૃષ્ટિએ પણ જીસીસી (GCC)માં ભારતીય ડાયસ્પોરા મોટા પ્રમાણમાં કાર્યરત છે. 2005માં યુનાઈટેડ આરબ અમિરાતની કુલ વસ્તીના 40% લોકો ભારતીયો હતા.


ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલમાં સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન, કતાર, યુનાઈટેડ આરબ અમિરાત અને ઓમાનનો સમાવેશ થાય છે. ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ દેશોમાં એનઆઈઆઈ (NRI)ની વસ્તી આશરે 6,000,000 (2006-07) છે, જેમાંના 1,500,000 લોકો માત્ર યુએઈ (UAE)માં વસે છે. આ ભારતીયોમાં મોટે ભાગે કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુના લોકોનો સમાવેશ થાય છે. એનઆરઆઈ (NRI) પોતાના પર નિર્ભર ભારત સ્થિત કુટુંબીજનોને ખૂબ મોટી રકમ મોકલે છે. એક આંકડા મુજબ તેઓ પ્રતિ વર્ષ યુએસડી (USD) 10 બિલિયન ડોલર કરતા પણ વધુ રકમ ભારત મોકલે છે. (જેમાં વિધિસર અને અવિધિસરની એમ બંને પ્રકારની ચેનલનો સમાવેશ થાય છે). (સ્રોતઃ એસ. કડવેના સંશોધન મુજબ, 2007).

ઓશેનિયા

[ફેરફાર કરો]

ઓસ્ટ્રેલિયા

[ફેરફાર કરો]

2009ના આંકડાઓ મુજબ એવો અંદાજ છે કે, ઓસ્ટ્રેલિયામાં 405,000થી પણ વધુ ભારતીય મૂળ ધરાવતા ઓસ્ટ્રેલિયનો છે, જેમાંના 308,542 ભારતમાં જન્મ્યા હતા.[૧૪] એવું કહેવાય છે કે, ઓસ્ટ્રેલિયમાં પ્રથમ ભારતીય કેપ્ટન કુકના વહાણમાં આવ્યો હતો.[સંદર્ભ આપો] માર્ગો અને વાહનવ્યવહારનો વિકાસ થયો એ પહેલાં અનેક ભારતીયો અહીં ઊંટલારીઓ પર સવાર થઈને આવ્યા હતા. તેઓ રણપ્રદેશોમાં ઊંટો દ્વારા જ ચીજવસ્તુઓની હેરાફેરી અને સંદેશાવ્યવહાર કરતા હતા. ઓસ્ટ્રેલિયામાં પહેલવહેલાં આવેલા પંજાબીઓમાં કરીમ બક્ષ પણ હતા, જે એક નાના ફેરિયા તરીકે 1893માં બેન્ડિગો આવ્યા હતા, જ્યારે સરદાર બીર સિંઘ જોહલ 1895માં અને સરદાર નારાયણ સિંઘ હેયર 1898માં અહીં આવ્યા હતા. આ દરમિયાન અનેક પંજાબીઓએ વિક્ટોરિયન ફિલ્ડમાં સોનાના વેપારમાં ઝૂકાવ્યું હતું.

ભારતીયો ઓસ્ટ્રેલિયામાં પણ 20મી સદીની શરૂઆતમાં જ આવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ભારત બંને બ્રિટિશરોના પરગણાં હતા. આ દરમિયાન ભારતીય શીખોએ દક્ષિણ ક્વિન્સલેન્ડમાં કેળાના ખેતરોમાં મજૂરો તરીકે આવવાની શરૂઆત કરી હતી. આજે તેમાંના મોટા ભાગના લોકો વુલગુલગા શહેરમાં વસવાટ કરી રહ્યા છે (જે સિડની અને બ્રિસબેનની વચ્ચે આવેલું છે). અહીંના અનેક લોકો કેળાના ખેતરોમાં મજૂરી કરનારા ભારતીયોના વંશજો છે, જેમની પાસે અત્યારે પોતાની માલિકીના ખેતરો છે. વુલગુલગામાં બે શીખ ગુરૂદ્વારા આવેલા છે. જેમાંની એક ગુરૂદ્વારામાં શીખ ધર્મને લગતું મ્યુઝિયમ પણ ઊભું કરાયું છે. 947 પછી ભારતમાં જન્મેલા અનેક બ્રિટન અને એન્ગ્લો ઈન્ડિયનો ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. આવા હજારો બ્રિટિશ નાગરિકત્વએ ઓસ્ટ્રેલિયામાં રહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વસ્તી ગણતરીમાં આજે પણ તેમની ‘ઈન્ડિયન’ તરીકે ગણતરી કરવામાં આવે છે. 1980માં વ્હાઈટ ઓસ્ટ્રેલિયા પોલિસીનો મૃત્યુઘંટ વાગ્યા બાદ ભારતીયોનો ત્રીજો પ્રવાહ ઓસ્ટ્રેલિયામાં આવ્યો. આ પોલિસી વિખેરી નાંખ્યા પછી અનેક ભારતીય શિક્ષકો અને ડોક્ટરો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા. ત્યાર પછી આઈટી (IT)ની ક્રાંતિ દરમિયાન અનેક ભારતીયો અહીં આવ્યા. જેમાં 1976 પછી બહુ મોટા પ્રમાણમાં સોફ્ટવેર વ્યવસાયીઓ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા. ફિજિમાં 1987 અને 2000ના વારસાગત લશ્કરી શાસનમાં પલટા દરમિયાન અનેક ફિજિયન-ઈન્ડિયનોએ ઓસ્ટ્રેલિયા તરફ પ્રયાણ કર્યું, જેથી આજે પણ ઓસ્ટ્રેલિયામાં ફિજિયન-ઈન્ડિયનોની વસ્તી મોટા પ્રમાણમાં છે. ફિજિયન-ઈન્ડિયનોએ ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમાજના ચિહ્નો બદલવામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઓસ્ટ્રેલિયામાં અગાઉ શિક્ષિત વ્યવસાયિકોની જેમ ફિજિયન-ઈન્ડિયનો પણ મોટે ભાગે વ્યવસાયિકો હતા, જ્યારે બાકીના કેટલાક નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકો હતા.

હાલ અહીં આવતા ઈમિગ્રન્ટ્સમાં એન્જિનયરો, ટૂલ મેકર્સ, પૂર્વ આફ્રિકામાંથી આવતા ગુજરાતી વેપારી કુટુંબો અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ભારતીયોના પરિવારજનોનો સમાવેશ થાય છે. સરકારી ભંડોળના અભાવે ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થાઓ વિદેશી વિદ્યાર્થીઓને તગડી ફી વસૂલીને પ્રવેશ આપે છે. અહીંની અનેક યુનિવર્સિટીએ ભારત સહિત અન્ય એશિયાઈ દેશોમાં પોતાના કાયમી પ્રતિનિધિની નિમણૂક કરી છે. તેઓને ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં શૈક્ષણિક હેતુથી આકર્ષવા બદલ પગાર ચૂકવવામાં આવે છે. ફક્ત 2006-2007માં જ ઓસ્ટ્રેલિયામાં 34,136 ભારતીય વિદ્યાર્થીઓના વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા[૧૫]; જ્યારે 2002-2003માં ફક્ત 7,603 ભારતીય વિદ્યાર્થીઓને જ વિઝા અપાયા હતા.[૧૬]

ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના મતે, ઓસ્ટ્રેલિયામાં વસતા કુલ ભારતીયો પૈકી 87%ની ઉંમર 50થી ઓછી છે, જ્યારે 83%થી પણ વધુ વસ્તી અંગ્રેજી ભાષામાં નિપૂણ છે. અહીં મોટા ભાગની વસ્તી હિંદુ અને શીખ છે, જ્યારે બાકીના લોકોમાં ખ્રિસ્તી અને મુસ્લિમોનો સમાવેશ થાય છે.[સંદર્ભ આપો]

ન્યૂઝીલેન્ડ

[ફેરફાર કરો]
ન્યૂઝિલેન્ડના વર્તમાન ગવર્નર જનરલ, આનંદ સત્યાનંદ ભારતીય મૂળના છે.

ભારતીયોએ 18મી સદીમાં પૂર્વાધમાં મોટે ભાગે બ્રિટિશ જહાજોમાં ક્રૂ મેમ્બર તરીકે ન્યૂઝીલેન્ડમાં આવવાની શરૂઆત કરી હતી. ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલાં 1815માં આવેલો ભારતીય બે ઓફ આઈલેન્ડ્સમાં તેની માઓરી પત્ની સાથે રહેતો હતો એવું મનાય છે. ત્યાર પછી 1899માં ‘બ્રિટિશ જન્મ અને પિતૃત્વ’ ન હોય એવા લોકોને દૂર રાખવા એક કાયદો બનાવવામાં આવ્યો, આમ છતાં 19 અને 20મી સદીમાં ભારતીયોની વસ્તીમાં ધીમે ધીમે વધારો થયો. અન્ય દેશોની જેમ ન્યૂઝીલેન્ડમાં પણ ભારતીયો સમગ્ર દેશમાં વિખરાયેલા છે અને તેમાંના મોટા ભાગના લોકો ફળફળાદિ અને શાકભાજી તથા કરિયાણાની દુકાનો જેવા નાના વેપાર-ધંધાના માલિકો છે. હાલની સ્થિતિ પ્રમાણે અહીં વસતા મોટા ભાગના ભારતીય ન્યૂઝીલેન્ડર્સ મૂળ ગુજરાતના છે. 1980માં ઈમિગ્રેશન પોલિસીમાં બદલાવ આવ્યા પછી અનેક ભારતીયો, પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ અહીં આવ્યા હતા. જ્યારે ફિજિમાં 1987 અને 2000માં લશ્કરી શાસનનો પલટો આવતા અનેક ફિજિયન-ઈન્ડિયનો ન્યૂઝીલેન્ડ આવ્યા હતા. જેમાં ડ્યુનેડિનના મેયર સુખી ટર્નર, ક્રિકેટર દીપક પટેલ, ગાયિકા આરાધના અને હાલના ગવર્નર જનરલ આનંદ સત્યાનંદ જેવા અનેક જાણીતા ઈન્ડિયન ન્યૂ ઝીલેન્ડર્સનો સમાવેશ થાય છે.[૧૭]

લેખો પ્રવાસી ભારતીયોની સંખ્યા

સ્થાનિક વસ્તીની ટકાવારી

- bgcolor="#ccccff" આફ્રિકા 2,800,000 +
 South Africa ઈન્ડિયન સાઉથ આફ્રિકન્સ, ,
સાઉથ આફ્રિકામાં એશિયનો
1,300,000[૧૮] 2.7 %
 Mauritius ભારતીય-મોરેશિયસ 855,000 68.3%
ઢાંચો:Country data Réunion (ફ્રાન્સ ) ભારતીય મૂળના રિયુનાન્નિસ, મલબાર 220,000[૧૯] 28%
 Kenya કેન્યામાં ભારતીયો 100,000[૧૯] 0.3%
 Tanzania

તાન્ઝાનિયામાં ભારતીયો

90,000[૧૯] 0.2%
 Uganda યુગાન્ડામાં ભારતીયો 90,000 0.3%
 Madagascar મડાગાસ્કરમાં ભારતીયો 28,000[૧૯] 0.02%
 Nigeria ભારતીય ભાષાશાળાઓ 25,000[૧૯] 0.02%
 Mozambique

મોઝામ્બિકમાં ભારતીયો

21,000[૧૯] 0.1%
 Libya 20,000[૨૦] 0.1%
 Zimbabwe


ઝિમ્બાબ્વેમાં ભારતીયો

16,000[૧૯] 0.1%
 Botswana

બોત્સવાનામાં ભારતીયો

9,000[૧૯] 0.5%
 Zambia

ઝામ્બિયામાં ભારતીયો

6,000[૧૯] 0.05%
 Seychelles ઈન્ડો-શેશેલવા 5,000[૧૯] 6.2%
 Ghana 3,800[૧૯] 0.017%
 Eritrea 1,753[૨૧] 0.04%
 Côte d'Ivoire 300[૨૧] 0.0017%
 Namibia 110[૨૧] 0.005%
લેખો પ્રવાસી ભારતીયોની સંખ્યા

સ્થાનિક વસ્તીની ટકાવારી

- bgcolor="#ccccff" એશિયા 9,800,000 +
   Nepal 4,000,000[૨૨] 14.7%
 Malaysia મલેશિયન ભારતીય, શિટ્ટી, તમિલ ડાયસ્પોરા 2,400,000 8.7%
 Burma બર્મિ ભારતીય , મ્યાનમાર ભારતીય મુસ્લિમો,
ઍંગ્લો-ઈન્ડિયન્સ
2,000,000[૨૧] 4.2%
 Sri Lanka શ્રીલંકાના તમિલ ભારતીયો (જેઓ મૂળ શ્રીલંકાના તમિલ તરીકે માન્યતા પ્રાપ્ત છે) 850,000[૨૩] 4.4%
 Singapore ભારતીય સિંગાપોરિઅન, તમિલ ડાયસ્પોરા




320,000 6.6%
 Thailand થાઈલેન્ડમાં ભારતીયો


65,000 0.૭%
 Hong Kong હૉન્કોંગમાં એશિયનો, હૉન્કકોન્ગમાં ભારતીયો 40,000 0.6%
 Philippines

ફિલિપિન્સમાં એશિયનો

38,000[૨૧][૨૪] 0.04%
 Indonesia ભારતીય ઈન્ડોનેશિયન /0}, તમિલ ડાયસ્પોરા



25,000[૨૧] 0.01%
 Japan જાપાનમાં ભારતીયો 22,335[૨૫] 0.02%
 Maldives 9,000[૨૬] 3.1%
 Brunei 7,600[૨૧] 2%
 South Korea 2,700[૨૧] 0.006%
 Bhutan 1,500[૨૧] 0.07%
 Kazakhstan 1,200[૨૭] 0.08%
 Afghanistan 1,000[૨૭] 0.003%
 Uzbekistan 700[૨૭] 0.003%
 Turkmenistan 700[૨૭] 0.014%
 Vietnam વિએતનામમાં ભારતીયો 320[૨૧] 0.0004%
 Cambodia 300[૨૧] 0.002%
 Laos 125[૨૧] 0.002%
 Kyrgyzstan 100[૨૧] 0.002%
લેખો પ્રવાસી ભારતીયોની વસ્તી સ્થાનિક વસ્તીની ટકાવારી
- bgcolor="#ccccff" મધ્ય પૂર્વ 4,200,000 +
 Saudi Arabia


અરમ રાજ્યોમાં હિન્દુવાદ

1,500,000[૨૦] 6.1%
 United Arab Emirates

યુનાઈટેડ અરમ અમિરાતમાં ભારતીયો

1,300,000[૨૮] 31.7%
 Kuwait 580,000[૨૯] 21.6%
 Oman 450,000[૨૦] 17.5%
 Bahrain 150,000[૨૦] 19%
 Qatar 125,000[૨૦] 15.7%
 Israel ઈઝરાયેલમાં ભારતીયો, ભારતીય યુદીઓ 45,000[૩૦] 0.7%
 Lebanon 11,000[૨૧] 0.27%
 Yemen 9,000[૩૧] 0.04%
 Syria 1,800[૨૧] 0.009%
 Iran ઈરાનમાં ભારતીયો 800[૨૭] 0.001%
 Turkey તુર્કીમાં ભારતીયો 300[૩૨] 0.0004%
લેખો પ્રવાસી ભારતીયોની સંખ્યા સ્થાનિક વસ્તીની ટકાવારી
- bgcolor="#ccccff" યુરોપ 1,768,834+ [૩૩]
 United Kingdom બ્રિટીશ ભારતીય 1,053,411 (2001)[૩૪]
ઈંગ્લેન્ડ 1,316,000 (2007)[૩૫]
સ્કોટલેન્ડ 17,000 (2001)[૩૬]
વેલ્સ 8,200 (2001)[૩૭]
નોર્થન આયર્લેન્ડ 1,600 (2001)[૩૮]
1.8%
2.6%
0.3%
0.3%
0.1%
 Netherlands હિન્દુસ્તાનિઅન 110,000[૩૯] 0.7%
 Italy

ઈટાલીમાં ભારતીયો

71,500[૩૯] 0.1%
 Portugal

પોર્ટુગલમાં ભારતીય

70,000[૩૯] 0.66%
 France

ફ્રાન્સિસ્કોમાં ભારતીય ડાયસ્પોરા

65,000[૩૯] 0.1%
 Russia

રશિયામાં ભારતીયો

40,000[૪૦] 0.01%
 Germany

જર્મનીમાં ભારતીયો

35,000[૩૯] 0.04%
 Spain

સ્પેનમાં ભારતીય સમુદાય

29,000[૩૯] 0.07%
  Switzerland 13,500[૩૯] 0.2%
 Austria 11,945[૩૯] 0.15%
 Sweden 11,000[૩૯] 0.1%
 Belgium

બેલ્જિયમમાં ભારતીયો

7,000[૩૯] 0.07%
 Greece 7,000[૩૯] 0.06%
 Norway 5,630[૩૯] 0.1%
 Denmark 5,500[૩૯] 0.1%
 Ukraine 3,500[૩૯] 0.007%
 Republic of Ireland 1,600[૩૯] 0.04%
 Romania 1,200[૪૧] 0.0055%
 Finland 1,170[૩૯] 0.02%
 Poland 825[૩૯] 0.002%
 Cyprus 300[૩૯] 0.24%
 Slovakia 100[૩૯] 0.002%
 Lithuania 100[૩૯] 0.003%
 Bulgaria 20[૩૯] 0.0003%
લેખો પ્રવાસી ભારતીયોની સંખ્યા

સ્થાનિક વસ્તીની ટકાવારી

- bgcolor="#ccccff" ઉત્તર અમેરિકા 4,500,000 +
 United States ભારતીય અમેરિકી, ઈન્ડો-કેરેબિયન અમેરિકન 2,765,815[૪૨] 0.9%
 Canada ઈન્ડો-કેરેબિયન , તમિલ કેરેબિયનો 962,665[૪૩] 2.9%
 Jamaica ઈન્ડો-જમૈકન 90,000[૪૪] 3.4%
ઢાંચો:Country data Guadeloupe (ફ્રાન્સ )

ઈન્ડો-ગેડેલૌપિઅન

55,000 13.6%
 Cuba ઈન્ડો-કેરેબિયન , એશિયન લેટિન એમરિકન 34,000[૪૫] 0.3%
 Saint Vincent and the Grenadines ઈન્ડો-કેરેબિયન 21,500[સંદર્ભ આપો] 19.7%
 Grenada

ઈન્ડો-ગ્રેનાડિઅન્સ

12,000 11.7%
ઢાંચો:Country data Martinique (ફ્રાન્સ ) ઈન્ડો-મર્ટનિક્વેલ 43,600 10%
 Saint Lucia ઈન્ડો-કેરેબિયન 4,700 2.8%
 Puerto Rico(યુનાઇટેડ સ્ટેટ્સ) એશિયન લેટિન અમેરિકન , ઈન્ડો કેરેબિયન 4,500[સંદર્ભ આપો] 0.1%
 Barbados બારબોડોસમાં ભારતીયો 2,200[૨૧] 0.8%
 Saint Kitts and Nevis ઈન્ડો-કેરેબિયન 1,100[૨૧] 2.6%
ઢાંચો:Country data Netherlands Antilles (નેધરલેન્ડ) ઈન્ડો-કેરેબિયન 600[૪૬] 0.3%
 Belize બ્રાઝિલમાં ભારતીયો 500[૨૧] 0.2%
 Mexico

એશિયન લેટિન અમેરિકન

400[૨૧] 0.0004%
 Antigua and Barbuda Indo-Caribbean 300[૪૭] 0.4%
લેખો પ્રવાસી ભારતીયોની વસ્તી સ્થાનિક વસ્તીની ટકાવારી
- bgcolor="#ccccff" દક્ષિણ અમેરિકા 510,000 +
 Trinidad and Tobago ઈન્ડો-ત્રિનિદદિયન 525,000[૪૮] 40.2%
 Guyana ઈન્ડો-ગાયનિસ 327,000 43.5%
 Suriname ઈન્ડો-સૂરિનામ 135,000 27.4%
 Panama પાનામામાં ભારતીયો 20,000 0.3%
 Brazil

એશિયન લેટિન અમેરિકન

1,900[૨૧] 0.001%
 Argentina

એશિયન લેટિન અમેરિકન

1,600[૨૧] 0.004%
 Chile

ચિલીમાં ભારતીયો

1,400[૪૯] 0.004%
 Venezuela વેનેઝુએલામાં ભારતીયો 690[૨૧] 0.0026%
 Peru એશિયન લેટિન અમેરિકન 145[૨૧] 0.0005%
 Uruguay એશિયન લેટિન અમેરિકન 90-100[૫૦] 0.001%
 Colombia એશિયન લેટિન અમેરિકન 20[૨૧] 0.00004%
લેખો પ્રવાસી ભારતીયોની કુલ સંખ્યા સ્થાનિક વસ્તીની ટકાવારી
- bgcolor="#ccccff" ઓશેનિયા 850,000 +
 Fiji ફિજિમાં ભારતીયો 340,000 40.1%
 Australia ભારતીય ઓસ્ટ્રેલિયન 405,000+[૧૪] 2.0%
 New Zealand ઈન્ડો-કિવી 105,000[૫૧] 2.6%
પ્રવાસી ભારતીયોની કુલ સંખ્યા ~24,000,000

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • શિટ્ટી
  • પ્રવાસી ભારતીય સુવિધા કેન્દ્ર
  • દેસી
  • ડોમ લોકો
  • લોમ લોકો
  • રોમાની લોકો
  • એલામ
  • એનઆરઆઈઓની યાદી

તમિલ ડાયસ્પોરા

  • મિતાન્નિ
  • ઈન્ડોફોબિઆ
  • ભારતીય રાજ્ય


પૂર્વીય આફ્રિકામાં ભારતીય ડાયસ્પોરા

1962માં બર્મામાંથી ભારતીયોની હકાલપટ્ટી


1972માં યુગાન્ડામાંથી ભારતીયોની હકાલપટ્ટી


ઝાંઝીબાર ક્રાંતિ

  • પંજાબી ડાયસ્પોરા
  • બાંગ્લાદેશી ડાયસ્પોરા
  • પાકિસ્તાની ડાયસ્પોરા
  • શ્રીલંકા તમિલ ડાયસ્પોરા

ભારતીય આગમન દિવસ

  1. Includes NRI/PIO population in Réunion, Guadeloupe and Martinique.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Expatriate Indians in UAE not hit by global meltdown". મૂળ માંથી 2012-11-09 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  2. http://www.indianembassy.org/policy/PIO/Introduction_PIO.html
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-02-01 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  4. રોમનો ઇતિહાસ અને ઉદ્ભવ
  5. Hancock, Ian. Ame Sam e Rromane Džene/We are the Romani people. પૃષ્ઠ 13. ISBN 1902806190.
  6. રશિયામાં ભારતીય ડાયસ્પોરા
  7. Kesavapany, K. Rising India and Indian Communities in East Asia. Institute of Southeast Asian Studies. પૃષ્ઠ 234. ISBN 9812307990. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)
  8. Singhs, Ajit (2007). Indian Communities in Southeast Asia. Philippines: Institute of Southeast Asia studies. ISBN 9789812304186.
  9. http://www.statcan.gc.ca/pub/89-621-x/89-621-x2007004-eng.htm#6
  10. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  11. http://www.pbs.org/rootsinthesand/i_bhagat1.html
  12. http://www.statistics.gov.uk/StatBase/Product.asp?vlnk=13675
  13. "યુ.કે.માં વસતા 1.6 મિલિયન ભારતીયો". મૂળ માંથી 2020-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  14. ૧૪.૦ ૧૪.૧ Colebatch, Tim (July 30, 2010). "Asia-born population matching local born". The Age. Melbourne.
  15. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2010-12-05 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  16. "બુક1" (PDF). મૂળ (PDF) માંથી 2010-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  17. Indians in Te Ara: the Encyclopedia of New Zealand : http://www.teara.govt.nz/NewZealanders/NewZealandPeoples/Indians/en સંગ્રહિત ૨૦૦૯-૦૮-૧૩ ના રોજ વેબેક મશિન
  18. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-01-22 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  19. ૧૯.૦૦ ૧૯.૦૧ ૧૯.૦૨ ૧૯.૦૩ ૧૯.૦૪ ૧૯.૦૫ ૧૯.૦૬ ૧૯.૦૭ ૧૯.૦૮ ૧૯.૦૯ ૧૯.૧૦ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2012-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ ૨૦.૩ ૨૦.૪ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  21. ૨૧.૦૦ ૨૧.૦૧ ૨૧.૦૨ ૨૧.૦૩ ૨૧.૦૪ ૨૧.૦૫ ૨૧.૦૬ ૨૧.૦૭ ૨૧.૦૮ ૨૧.૦૯ ૨૧.૧૦ ૨૧.૧૧ ૨૧.૧૨ ૨૧.૧૩ ૨૧.૧૪ ૨૧.૧૫ ૨૧.૧૬ ૨૧.૧૭ ૨૧.૧૮ ૨૧.૧૯ ૨૧.૨૦ ૨૧.૨૧ ૨૧.૨૨ ૨૧.૨૩ 2001માં બહાર વસતા ભારતીયોની સંખ્યા સંગ્રહિત ૨૦૦૬-૧૦-૨૦ ના રોજ વેબેક મશિન. નાનું ભારત.
  22. જ્યાં મોટુ ત્રાસરૂપ હોઈ શકે છે. સંગ્રહિત ૨૦૧૧-૦૬-૦૬ ના રોજ વેબેક મશિન. ધ હિન્દુ. જાન્યુઆરી 07, 2001
  23. 2001 માટે માહિતી. લાલ, બારિજ. વી તરફથી. (Gen. ed.), ધી એન્સાઈક્લોપિડિયા ઓફ ધી ઈન્ડિયન ડાયસ્પોરા. સિંગાપોર: એડિસન્સ ડિલિર મિલ્લેટ , 2006, પેજ.144
  24. "ફિલિપાઈન્સમાં ભારતીય ડાયસ્પોરા" (PDF). મૂળ (PDF) માંથી 2009-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  25. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2009-12-29 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  26. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2007-09-26 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  27. ૨૭.૦ ૨૭.૧ ૨૭.૨ ૨૭.૩ ૨૭.૪ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2007-09-26 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  28. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-02-01 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  29. તેલ સૃદ્ધ કુવૈતના હૃદયમાં વસતા ભારતીયોની નાનકડી દુનિયા
  30. "ઈઝરાયેલમાં ભારતીયો" (PDF). મૂળ (PDF) માંથી 2010-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  31. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2015-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  32. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2009-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  33. ભારતીય વસ્તીવૃદ્ધિદર
  34. "The UK population: By ethnic group, April 2001". Office for National Statistics. મેળવેલ 4 April 2010.
  35. "ઈંગ્લેન્ડમાં ભારતીયો". મૂળ માંથી 2015-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-16.
  36. "સ્કોટલેન્ડમાં ભારતીયો". મૂળ માંથી 2010-10-31 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  37. વેલ્સમાં ભારતીયો
  38. નોર્થન આયર્લેન્ડમાં ભારતીયો
  39. ૩૯.૦૦ ૩૯.૦૧ ૩૯.૦૨ ૩૯.૦૩ ૩૯.૦૪ ૩૯.૦૫ ૩૯.૦૬ ૩૯.૦૭ ૩૯.૦૮ ૩૯.૦૯ ૩૯.૧૦ ૩૯.૧૧ ૩૯.૧૨ ૩૯.૧૩ ૩૯.૧૪ ૩૯.૧૫ ૩૯.૧૬ ૩૯.૧૭ ૩૯.૧૮ ૩૯.૧૯ ૩૯.૨૦ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2014-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  40. : રશિયામાં ભારતીય ડાયસ્પોરા
  41. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2009-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  42. એશિયન ભારતીય વસ્તીનો અંદાજ સંગ્રહિત ૨૦૨૦-૦૨-૧૨ ના રોજ archive.today યુનાઇટેડ સ્ટેટ્સ સેન્સેસ બ્યુરો. સુધારો 25 જૂન 2009.
  43. "એથ્નિક ઓરિજિન્સ, 2006 કાઉન્ટ્સ, કેનેડા માટે, પ્રાંતો અને વિસ્તારો - 20% સેમ્પલ ડેટા". મૂળ માંથી 2008-12-05 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-18.
  44. http://www.joshuaproject.net/peopctry.php?rop3=102818&rog3=JM/
  45. http://www.joshuaproject.net/countries.php?rog3=CU
  46. http://www.joshuaproject.net/countries.php?rog3=NT
  47. http://www.joshuaproject.net/countries.php?rog3=AC&sf=primarylanguagename&so=asc
  48. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2008-02-27 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  49. ": 09 ઓક્ટોબર 08 ભારત દઢલાની : "ધી હિન્દુ કોમ્યુનિટી ઈન ચિલી ફિલ્સ લાઈક હોમ". મૂળ માંથી 2013-11-08 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.
  50. [૧]
  51. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-05-11 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-01.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]

ઢાંચો:NRI-PIO