બિહાર રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેનો ઉદ્ભવ અંગ્રેજ ભારતીય સેનામાં આંકી શકાય છે. ૧૯૪૧માં બિહાર રેજિમેન્ટને હૈદરાબાદ રેજિમેન્ટના ભાગ સ્વરૂપે ઉભી કરવામાં આવી હતી. તેનું રેજિમેન્ટલ મુખ્યાલય દિનાપુર, બિહાર ખાતે આવેલું છે.
બિહાર રેજિમેન્ટનો મૂળ ઉદભવ ૧૭૫૭માં રોબર્ટ ક્લાઇવ દ્વારા ઉભી કરાયેલી સિપાહી પલટણોમાં ગણી શકાય. તે બિહારના ભોજપુર વિસ્તારના સૈનિકોને ભરતી કરી અને ઉભી કરાઈ હતી. તેમનું યુદ્ધમાં પ્રદર્શન જોઈ અને મીર કાસિમએ પલટણો ઉભી કરી અને પશ્ચિમી લડાઈની પદ્ધતિમાં પારંગત કરી. કેટલીક લડાઈઓમાં તેમણે અંગ્રેજોને હરાવવામાં સફળતા મેળવી. ત્યારબાદ તે બંગાલ સેનાનો મુખ્ય ભાગ બન્યા. મુખ્યત્ત્વે રાજપૂત અને ભૂમિહાર સમુદાયના સૈનિકોને લેવામાં આવે છે.[૧]
તે માત્ર સર્વશ્રેષ્ઠ સૈનિકો જ નહોતા પરંતુ શિખવામાં પારંગત અને કાર્યવાહીમાં કુશળ હતા. જ્યારે સારા અફસરનું નેતૃત્વ હેઠળ રખાતા ત્યારે શિસ્તબદ્ધ રીતે કામ કરતા અને જ્યારે પરંપરા અને શ્રદ્ધાનું અપમાન થતું ત્યારે આક્રમક બની જતા. ૧૮૫૭નો વિપ્લવ મુખ્યત્ત્વે બિહારી સૈનિકોના નેજા હેઠળ લડાયો હતો અને તેમણે શ્રદ્ધા ગુમાવવા કરતાં મોત વ્હાલું કર્યું. ત્યારબાદ પ્રથમ વિશ્વયુદ્ધ સુધી અંગ્રેજોએ બિહારી લોકોને સૈન્યમાં ભરતી થવા પ્રોત્સાહિત ન કર્યા.[૨]
અંતે ૧૯૪૧માં બિહારી પલટણ ઉભી કરવામાં આવી. ૧૯૪૨માં બીજી પલટણ પણ ઉભી કરાઈ. ૧લી બિહારએ બર્મા ખાતે હાકા અને ગાંગવ યુદ્ધ સન્માન જીત્યાં અને ૨ બિહારએ મલાયા પર પુનઃકબ્જો કરવામાં યોગદાન આપ્યું.
સ્વતંત્રતા બાદ ૧૯૪૮-૪૯માં જમ્મુ અને કાશ્મીરની લડાઈમાં ભાગ લીધો.
૧૯૬૫ના યુદ્ધમાં ૭મી પલટણે બેડોરી કબ્જે કર્યું અને તેને કારણે હાજી પીર ઘાટ કબ્જે કરવા માર્ગ મોકળો થયો.
૧૯૭૧ના યુદ્ધ સમયે રેજિમેન્ટ ૧૧ પલટણો ધરાવતી હતી. ૬ઠી, ૭મી, ૮મી, ૧૦મી અને ૧૧મી પલટણો પૂર્વના યુદ્ધક્ષેત્રમાં તૈનાત હતી. ૧૦ મી બિહારે અખૌરા કબ્જે કર્યું. ડિસેમ્બર ૧૫, ૧૯૭૧ના રોજ પાકિસ્તાની સૈન્યને બર્મામાં છટકીને ભાગતું રોકવા માટે કોક્ષ બઝાર ખાતે ઉભયસ્થલીય હુમલો કર્યો જેમાં ૧૧મી બિહાર સામેલ હતી. પશ્વિમી ક્ષેત્રમાં ૩જી બિહારે વાનજલ કબ્જે કર્યું.[૩]
૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન બિહાર રેજિમેન્ટના આશરે ૧૦,૦૦૦ સૈનિકો અને અફસરોને તૈનાત કરવામાં આવ્યા હતા. ૧લી બિહારે બટાલિક ક્ષેત્રમાં પોઇન્ટ ૪૨૬૮, જુબેરનો પહાડ કબ્જે કર્યો. કુકેર થાંગ વિસ્તાર પર કબ્જો કરવામાં પણ તેમની ભૂમિકા મુખ્ય રહી.
સોમાલિયા અને કોંગો ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિ સેનામાં પણ તેમણે ભાગ લીધો હતો.
રેજિમેન્ટમાં સૈનિકો બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી લેવામાં આવે છે.
બિહાર રેજિમેન્ટની પલટણો આ લડાઈઓમાં જોડાઈ હતી:
રેજિમેન્ટની પલટણો:
right|thumb|કારગિલ ચોક, પટના ખાતે યુદ્ધ સ્મારક