બીબીનો મકબરો | |
---|---|
![]() બીબીનો મકબરો | |
સ્થાન | ઔરંગાબાદ, મહારાષ્ટ્ર |
અક્ષાંસ-રેખાંશ | 19°54′05″N 75°19′13″E / 19.90151°N 75.320195°E |
બંધાયેલ | ૧૬૬૦–૧૬૬૧[૧] |
સ્થપતિ | અતા-ઉલ્લાહ, હંસપત રાય |
સ્થાપત્ય શૈલી(ઓ) | મોગલ સ્થાપત્ય |
સમર્પિત | દિલરાસ બાનો બેગમ |
બીબીના મકબરાનું નિર્માણ મોગલ બાદશાહ ઔરંગઝેબના શહેઝાદા આઝમશાહ દ્વારા, સત્તરમી સદીમાંના અંતિમ ભાગમાં થયું હતું. આ મકબરો આઝમશાહની મા અને ઔરંગઝેબની બેગમ, દિલરાસ બાનો બેગમની યાદમાં બનાવેલ મકબરો છે. આ તાજ મહેલની આકૃતિ પર આધારિત છે. આ મકબરો ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં આવેલો છે. આ અકબર અને શાહજહાંના કાળના શાહી નિર્માણમાં પહેલાના સાધારણ મોગલ સ્થાપત્યના ફેરફારોને દર્શાવે છે. તાજ મહેલ સાથે વારંવાર તેની તુલના કારણે તેની સુંદરતાને અવગણવામાં આવી છે.[૨]
એક અંદાજ મુજબ તેનું નિર્માણ ૧૬૫૧ અને ૧૬૬૧ ઈ. દરમ્યાન થયું હતું. ગુલામ મુસ્તફાની રચના "તારીખ નામ" પ્રમાણે તેના નિર્માણનો ખર્ચ ૬,૬૮,૨૦૩ રૂપિયા થયો હતો.[૩] આ મકબરાનું સંપૂર્ણ કામ સંગેમરમર (સફેદ પથ્થર) થી કરવા માં આવેલ છે. આમાં લગાવવામાં આવેલ પથ્થર જયપુરની ખાણમાંથી લાવવામાં આવ્યા હતા. આઝમશાહ આને તાજમહેલથી પણ ભવ્ય બનાવવા માંગતો હતો, પરંતુ ઓરંગઝેબ દ્વારા આપવામાં આવેલ રકમથી તે શક્ય ન હતું.
આ મકબરાના સ્થપતિ અતા-ઉલ્લાહ હતા. અતાઉલ્લાહના પિતા મશહુર ઉસ્તાદ અહેમદ લાહોરી હતા કે જેમને તાજમહેલનું કામ કર્યું હતું.