બુદ્ધિસાગરસુરિ | |
---|---|
![]() બુદ્ધિસાગર સુરિ | |
અંગત | |
જન્મ | બેચરદાસ પટેલ ૧૮૭૪ |
મૃત્યુ | ૧૯૨૫ |
ધર્મ | જૈન |
પંથ | શ્વેતાંબર |
સહી | ![]() |
બુદ્ધિસાગરસુરિ (૧૮૭૪-૧૯૨૫) જૈન સન્યાસી, દાર્શનિક અને બ્રિટીશ ભારતના લેખક હતા. હિંદુ કુટુંબમાં જન્મેલા, તે જૈન સાધુ દ્વારા પ્રભાવિત હતા અને પાછળથી તેને સંન્યાસની શરૂઆત કરવામાં આવી હતી, અને બાદમાં આચાર્યની પદવી તરીકે ઉન્નતિ આપવામાં આવી હતી. તેમણે સો કરતા વધારે પુસ્તકો લખ્યા.
બુદ્ધિસાગરસુરીનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુર ખાતે ૧૮૭૪માં શિવાભાઇ અને અંબાબેનના હિંદુ પરિવારમાં બેચરદાસ પટેલનો નામે થયો હતો. તેમણે છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો. તેમણે જૈન સાધુ મુનિ રવિસાગરને મળ્યા અને તેમના શિષ્ય બન્યા. તેમણે મહેસાણામાં ધાર્મિક અધ્યયનની શાળા, યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. તેમણે આજોલમાં ધાર્મિક ગુરુની નોકરી લીધી. ૧૮૯૮માં રવિસાગરના અવસાન પછી, તેમની આધ્યાત્મિક શોધ તીવ્ર બની. રવિસાગરના શિષ્ય, સુખસાગરે તેમને ૧૯૦૧માં જૈન સાધુ તરીકે દીક્ષા આપી હતી. તેમનું નવું નામ મુનિ બુદ્ધિસાગર અપાયું. તેમને યોગ-નિષ્ઠાના અનૌપચારિક બિરુદથી નવાજવામાં આવ્યા, જેનો શાબ્દિક અર્થ "યોગમાં મક્કમ" થાય. ૧૯૧૪ માં માણસામાં તેમને આચાર્યની પદવી અપાઇ . [૧] [૨] [૩] તેમણે ૧૯૧૭માં મહુડી જૈન મંદિરની સ્થાપના કરી. [૪] તેમને વડોદરા, ઇડર અને પેથાપુરના રાજવીઓએ ત્યાં ઉપદેશ આપવા આમંત્રણ આપ્યું હતું. ૧૯૨૫માં વિજાપુરમાં તેમનું અવસાન થયું. વિજાપુરમાં જૈન મંદિર અને એક સ્મારક મંદિર બનાવવામાં આવ્યું હતું જ્યાં બુદ્ધિસાગરસુરિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
તેમણે સો(૧૦૦) કરતાં વધારે પુસ્તકો લખ્યા.[૧] તેમણે લગભગ ૨૦૦૦ કવિતાઓ લખી છે. તેમણે સાબરમતી નદી વિશે મોટી સંખ્યામાં કવિતાઓ લખી છે. [૩] તેમનું પ્રથમ પુસ્તક 'જૈન ધર્મ ખ્રિસ્તી ધર્મનો મુકાબ્લો' હતું, જેમાં જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મની વચ્ચેની તુલના છે. તેમણે ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મ અને તેની મિશનરી પ્રવૃત્તિઓની ટીકા કરી હતી.
તે સમયે તે મૂર્તિપૂજાને લગતી અનેક ચર્ચાઓમાં સામેલ થયા હતા. તેમણે તેનો બચાવ કર્યો અને જૈન સુત્રોમાં મૂર્તિપૂજા (જૈન ધર્મગ્રંથોમાં મૂર્તિપૂજા) પુસ્તિકાની રચના કરી. તેમણે મૂર્તિઓને(ચિહ્નો) પ્રેમ અને ભક્તિનું એક સ્વરૂપ ગણાવ્યું. [૧]