બોટાદ | |||||||
— નગર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°10′32″N 71°39′48″E / 22.175448°N 71.663307°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | બોટાદ | ||||||
વસ્તી | ૧,૩૦,૩૦૨ (૨૦૧૧) | ||||||
લિંગ પ્રમાણ | ૯૨૨ ♂/♀ | ||||||
સાક્ષરતા | ૮૩.૨૧% | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
બોટાદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીનો એક મહત્વના બોટાદ જિલ્લામાં આવેલું નગર છે, જે આ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક અને બોટાદ તાલુકાનું વડું મથક પણ છે.
બોટાદની સ્થાપના કોંઢના ઝાલા ક્ષત્રિયોએ કરી હતી, જેઓ હળવદ-ધ્રાગંધ્રાના ભાયાત હતા.[૧]
ઇ.સ. ૧૮૭૨માં બોટાદની વસ્તી ૭,૪૫૦ અને ઇ.સ. ૧૮૮૧માં વધીને ૭,૭૫૫ થઇ હતી.[૧]
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બોટાદ શહેરની વસ્તી ૧,૩૦,૩૦૨ હતી. જેમાં ૬૭,૭૭૮ પુરુષો અને ૬૨,૫૨૪ સ્ત્રીઓનો સમાવેશ થતો હતો. બોટાદનો સાક્ષરતા દર ૮૩.૨૧% હતો. લિંગ પ્રમાણ ૧૦૦૦ પુરુષોએ ૯૨૨ સ્ત્રીઓનું હતું.[૨]
બોટાદ શહેર અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર સાથે રેલ્વે અને માર્ગ વડે જોડાયેલું છે. બોટાદ જંકશન રેલ્વે સ્ટેશનથી પુણે, હૈદરાબાદ, કાકીનાડા, આસનસોલ, દિલ્હી સરાઇ રોહિલ્લા અને કોચુવેલી જવા માટે સીધી ટ્રેન મળે છે.[૩]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |