બોરસદ | |||
— નગર — | |||
સૂર્ય મંદિર, બોરસદ
| |||
અક્ષાંશ-રેખાંશ | 22°25′N 72°54′E / 22.42°N 72.9°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | આણંદ | ||
વસ્તી | ૬૩,૩૭૭[૧] (૨૦૧૧) | ||
લિંગ પ્રમાણ | ૯૩૨ ♂/♀ | ||
સાક્ષરતા | ૮૮.૦૫% | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 30 metres (98 ft) | ||
કોડ
|
બોરસદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું મુખ્ય મથક છે. બોરસદ નગરપાલિકા છે. બોરસદ આણંદથી ૧૭ કિલોમીટરના અંતરે આવેલું છે. બોરસદ ફળદ્રુપ એવાં ચરોતર પ્રદેશમાં આવેલું છે જ્યાં તમાકુ, કેળાં, કપાસ, બાજરી અને અન્ય પાકોની ખેતી થાય છે.
લોકવાયકા મુજબ બોરસદની સ્થાપના નાનાં ગામ તરીકે બીજી સદીમાં સાધુ દ્વારા થઇ હતી. ૧૮૮૮માં તેને નગરપાલિકા બનાવવામાં આવી. ૧૯૨૨-૨૩માં સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સાથીઓ દ્વારા ડાકુઓ સામેના લડવાના કર સામે અહીં બોરસદ સત્યાગ્રહ ચલાવવામાં આચવ્યો હતો. [૨]
બોરસદ 22°25′N 72°54′E / 22.42°N 72.9°E પર આવેલું છે.[૩] સમુદ્ર સપાટીથી તેની ઊંચાઇ ૩૦ મીટર (૯૮ ફીટ) પર છે.
ઇ.સ. ૧૪૯૭માં વાસુ સોમા અને તેના કુટુંબ વડે બંધાવાયેલી બોરસદ વાવ અહીં આવેલી છે. તે સાત માળ અને ૧૩ કમાનો ધરાવે છે.[૪]
મહંમદ બેગડાએ બંધાવેલું નાપા વાંટો તળાવ મધ્યમાં ઘર ધરાવે છે. મહાકાળેશ્વર મહાદેવ મંદિર તેનાં મોટાં શિવલિંગ માટે જાણીતું છે.[૪]