ભગવતીકુમાર શર્મા | |
---|---|
![]() ભગવતીકુમાર શર્મા મુંબઈ ખાતે, ૧૯૯૯ | |
જન્મનું નામ | ભગવતીકુમાર હરગોવિંદ શર્મા |
જન્મ | ભગવતીકુમાર હરગોવિંદ શર્મા 31 May 1934 સુરત, ગુજરાત, ભારત |
મૃત્યુ | 5 September 2018 સુરત | (ઉંમર 84)
વ્યવસાય | લેખક, પત્રકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી.એ. |
નોંધપાત્ર સર્જન |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
સક્રિય વર્ષો | ૧૯૪૮ - ૨૦૧૮ |
જીવનસાથી | જ્યોતિબહેન (લ. 1953; તેણીના મૃત્યુ સુધી 2009) |
સહી | ![]() |
ભગવતીકુમાર શર્મા (૩૧ મે ૧૯૩૪ – ૫ સપ્ટેમ્બર ૨૦૧૮) ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
તેમનો જન્મ ૩૧ મે ૧૯૩૪ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૦માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો હતો. પાછળથી ૧૯૬૮માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી હતી.[૧][૨]
તેઓ ૧૯૫૫માં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા. તેઓ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.[૧]
૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સુરત ખાતે તેમનું અવસાન થયું હતું.[૩]
તેમનું સર્જન નીચે પ્રમાણે છે:[૧][૨][૪]