ભાટ્ટી

ભાટી રાજપૂતોનો જેસલમેરનો કિલ્લો

ભાટી, ભટ્ટી અથવા ભાટ્ટી[] એ ગુર્જરો[], જાટો[] અને રાજપૂતોમાં આવતું કુળ છે.[] જે ભારત અને પાકિસ્તાનમાં સ્થિત છે.[] ભાટી રજપૂતો ચંદ્રવંશી છે.[] બિકાનેર જિલ્લાનાં સરહદી ગામો અને જોધપુર જિલ્લાનાં કેટલાક તાલુકાઓ (ઓસિયાન અને શેરગઢ), જે વિસ્તાર ભાટીયાણા તરીકે ઓળખાય છે, ત્યાં આ કુળનાં વસવાટનો ઇતિહાસ મળે છે. ઉત્તર પ્રદેશમાં પણ ભાટ્ટીઓ મળે છે,[] તેમ જ ગુજરાતનાં કચ્છ જિલ્લાનાં અંજાર તાલુકાનાં કેટલાક ગામો (ભલોટ તથા ખોભડી વ.)માં તથા બનાસકાંઠા જિલ્લામાં પણ ભાટ્ટીઓનો વસવાટ છે.

જેસલમેરમાં ભાટી કુળ ક્યારેક પોતાને "યાદવપતિ" તરીકે પણ ઓળખાવે છે, જે તેનો કૃષ્ણ અને યદુ કે યાદવ કુળ સાથેનો પૌરાણિક સંબંધ દર્શાવે છે.[] ભાટી રાજપૂત, જાદમ ના વંશજો છે.[]

કેટલાંક ભાટીઓ પશુપાલક તરીકેનું વિચરતું જીવન ગાળતા હતા. ૧૮૫૭ના ભારતીય વિપ્લવ સમયે બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીના નિર્ણયને કારણે આ જૂથે પોતાની જમીનો ગુમાવી દીધેલી, દિલ્હી અને હરિયાણા વિસ્તારની જે જમીનો આ લોકો ચરીયાણ તરીકે વાપરતા તે જાટ લોકોને ખેતીવાડી માટે સોંપી દેવાયેલી. અંગ્રેજોને વિચરતી જાતિઓ પ્રત્યે ખાસ કોઈ પ્રેમભાવ હતો નહિ, તેઓએ આવી વિચરતી જાતીઓના વિચરણને મર્યાદિત કરવાના ભાગરૂપે જમીન સુધારણાની નીતિઓ બનાવી હતી.[૧૦]

૧૮૮૩-૧૯૯૮ વચ્ચે સ્ત્રી ભૃણહત્યા આચરતા કેટલાંક સમુદાયોમાં રાજસ્થાનનાં ભાટી રાજપૂતોમાંના કેટલાંકનો પણ સમાવેશ થતો હતો.[] દિપાલપુરના હિંદુ ભાટી રાજપૂત રાજવી પરિવારની એક કન્યા, એક રાજકુંવરી, સાલાર રજબ નામનાં મુસ્લિમ શાસકને પરણેલી અને તેમને ફિરોઝશાહ તઘલક નામે પુત્ર થયેલો. આ મુસ્લિમ આક્રમણ કાળના સમયના કેટલાંક આંતરધર્મી રાજવંશી લગ્નોનું એક ઉદાહરણ છે.[૧૧] રાજપૂત ભાટી કુંવરીઓએ જોધપુરનાં રાજવી કુટુંબોમાં પણ લગ્નો કરેલાં હતા.[૧૨]

હાલનાં પાકિસ્તાનના કેટલાંક ભાગોમાં, ખાસ કરીને ઉત્તરીય અને મધ્ય પંજાબમાં, નીચલી જાતિનાં "દોમ" (કે મિરાસી ગાયક/નર્તક સમુદાય) લોકો પણ પોતાને 'ભાટી' કહેવરાવે છે; જે પાકિસ્તાનના અધિકૃત ભાટી રાજપૂતો તરફની તેની ઊંડી લાગણી દર્શાવે છે.[૧૩]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Babb, Lawrence A.; Cort, John E.; Meister, Michael W. (૨૦૦૮). Desert Temples: Sacred Centers of Rajasthan in Historical, Art-historical, and Social Context. Rawat Publications. પૃષ્ઠ ૯૮. ISBN 978-8-13160-106-8.
  2. Singh, Kumar Suresh, સંપાદક (૧૯૯૮). India's communities. Oxford University Press. ISBN 978-0-19-563354-2. The Hindu Gujjar have a number of clans (gotra), such as Bainsale, Bhati, Bankar, Korri, Dhame, Godhane, Khari, Nangari, Khatana Pedia, Peelwar, Tanwar, Fagna, Vidhuri, Vasatte and Lomor
  3. Eaton, Richard M. (2017). "Reconsidering 'Conversion to Islam' in Indian History". માં Peacock, A. C. S. (સંપાદક). Islamisation: Comparative Perspectives from History. Edinburgh University Press. પૃષ્ઠ 386. ISBN 978-1474417129. મેળવેલ 30 January 2020.
  4. ૪.૦ ૪.૧ Bhatnagar, Rashmi Dube; Dube, Reena (૨૦૦૫). Female Infanticide in India: A Feminist Cultural History. SUNY Press. પૃષ્ઠ ૨૫૪. ISBN 978-0-79146-327-7.
  5. Zafar Iqbal Chaudhary (નવેમ્બર ૨૦૦૯). "Epilogue: Bridging divides". Epilogue. (૧૧): ૪૮.
  6. Singh, Kumar Suresh, સંપાદક (૧૯૯૮). India's communities. Oxford University Press. પૃષ્ઠ ૩૦૧. ISBN 978-0-19-563354-2. Bargala, also known as Bhati Rajput, the Bargala live in Uttar Pradesh. They trace their origin to Chandravanshi Rajput ruler Jagpalii Vare Singh
  7. Tribes and Castes of Punjab and North West Frontier Province by H. A Rose
  8. Bose, Melia Belli (૨૦૧૫). Royal Umbrellas of Stone: Memory, Politics, and Public Identity in Rajput Funerary Art. BRILL. પૃષ્ઠ ૮. ISBN 978-9-00430-056-9.
  9. J. N. Singh Yadav (1992). Yadavas through the ages, from ancient period to date. Sharada Pub. House. ISBN 978-81-85616-03-2. મેળવેલ 17 June 2011.
  10. Bayly, Christopher Alan (૧૯૯૦). Indian Society and the Making of the British Empire (Reprinted આવૃત્તિ). Cambridge University Press. પૃષ્ઠ ૧૪૩, ૧૮૮–૧૮૯. ISBN 978-0-52138-650-0. CS1 maint: discouraged parameter (link)
  11. Sarkar, Jadunath (૧૯૯૪) [૧૯૮૪]. A History of Jaipur (Reprinted, revised આવૃત્તિ). Orient Blackswan. પૃષ્ઠ ૩૭. ISBN 978-8-12500-333-5. CS1 maint: discouraged parameter (link)
  12. Karve, Irawati Karmarkar (૧૯૬૮). Kinship Organization in India (Third આવૃત્તિ). Asia Publishing House. પૃષ્ઠ ૧૬૮. CS1 maint: discouraged parameter (link)
  13. Dr M Riyasat Husain 'Caste and clan in Northern and Central Punjab and some patterns of shift: An analysis' in Journal of South Asian Study Vol 2, No 8, 1992, Lahore, pp 21-46