ભારતીય સેના દિવસ | |
---|---|
![]() સેનાના જવાનોએ ૧૫ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ નવી દિલ્હીમાં આર્મી ડે પરેડમાં યોજેલી ડ્રિલ | |
સ્થિતિ | સક્રિય |
પ્રકાર | લશ્કર, સૈન્ય |
તારીખો | January 15 |
અવધિ | વાર્ષિક |
સ્થળ | અમર જવાન જ્યોતિ, ઈન્ડિયા ગેટ અને તમામ આર્મી ઓફિસો અને મુખ્યમથકોમાં |
દેશ | ![]() |
ભારતીય સેના દિવસ એ ફિલ્ડ માર્શલ એમ. કરિઅપ્પાએ (તત્કાલીન લેફ્ટનન્ટ જનરલ) ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચેર પાસેથી ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યાના માનમાં દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.[૧][૨] આ દિવસ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં તેમજ તમામ મુખ્યાલયમાં પરેડ અને અન્ય લશ્કરી પ્રદર્શનોના રૂપમાં ઉજવવામાં આવે છે.[૩] ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ નવી દિલ્હી ખાતે ૭૩મો ભારતીય સેના દિવસ ઉજવવામાં આવ્યો હતો.[૪][૫] સેના દિવસ એ બહાદુર સૈનિકો જેમણે દેશ અને તેના નાગરિકોની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હોય તેમને સલામ કરવાનો દિવસ છે.[૬]
આ દિવસની દેશભરમાં ઉજવણી થાય છે. મુખ્ય આર્મી ડે પરેડ દિલ્હી કેન્ટોનમેન્ટના કરિઅપ્પા પરેડ મેદાનમાં યોજવામાં આવે છે. આ દિવસે વીરતા પુરસ્કારો અને સેના મેડલ પણ એનાયત કરવામાં આવે છે. ૨૦૨૦માં ૧૫ સૈનિકોને બહાદુરી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. પરમવીર ચક્ર અને અશોક ચક્ર પુરસ્કાર વિજેતાઓ દર વર્ષે આર્મી ડે પરેડમાં ભાગ લે છે.[૭][૮] લશ્કરી આયુધો, અસંખ્ય ટુકડીઓ અને લડાયક પ્રદર્શન પરેડનો ભાગ છે. ૨૦૨૦માં, કેપ્ટન તાનિયા શેરગિલ આર્મી ડે પરેડની કમાન સંભાળનારા પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા.[૯][૧૦]