ભાવનગર અને અમદાવાદ જિલ્લાના મળીને કુલ ૯૫ ગામોના સમુહ વડે બનતો, દરિયા કાંઠાનો અને સવાના પ્રકારના ઘાસિયા મેદાનો ધરાવતો વિસ્તાર ભાલ વિસ્તાર તરીકે ઓળખાય છે. પ્રકૃતિપ્રેમીઓ માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન છે, કેમકે આ વિસ્તારમાં પશુ-પક્ષીઓની અનેકવિધ જાતિ/પ્રજાતિઓ જોવા મળે છે. આ વિસ્તારના ભાલીયા ઘઉં અત્યંત પ્રખ્યાત છે.
સંસ્કૃત ભાષામાં ભાલ શબ્દનો અર્થ કપાળ થાય છે. આ વિસ્તાર કપાળ જેવો સપાટ અને કાંકરા-પત્થર વગરનો હોવાથી કદાચ એવું નામ પડ્યું હોવાનું મનાય છે.