ભાલચંદ્ર નેમાડે

ભાલચંદ્ર નેમાડે
જન્મ૧૯૩૮
સનગાવી, રાવેર, મહારાષ્ટ્ર
વ્યવસાયલેખક
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારો

ભાલચંદ્ર વનાજી નેમાડે (भालचंद्र वनाजी नेमाडे) (જન્મ ૧૯૩૮) એક મરાઠી લેખક છે. તેઓ તેમના "હિંદુ" અને "કોસલ" નામના પુસ્તકો માટે જાણીતા છે. આ સિવાય તેમની નવલથા "હિંદુ જગાચી સમૃદ્ધિ અડગળ" પણ જાણીતી છે. આ નવલથા માટે તેમને ૨૦૧૪નો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે.[]

તેમનો જન્મ મહારાષ્ટ્રના ખાનદેશમાં આવેલા સનગાવી ગામમાં થયો હતો. તેમણે પુણેમાં આવેલી ફર્ગ્યુસન કોલેજમાંથી સ્નાતક સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે ડેક્કન કોલેજમાંથી ભાષાશાસ્ત્રમાં અને મુંબઈ વિદ્યાપીઠમાંથી અંગ્રેજી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેમણે ઉત્તર મરાઠવાડામાંથી પીએચ.ડી. તથા ડી.લીટ.ની પદવી મેળવી.[]

લંડનની સ્કુલ ઓફ ઓરિયેન્ટલ એન્ડ સ્ટડીઝ સહિત અન્ય અનેક સંસ્થાઓમાં તેમણે અંગ્રેજી, મરાઠી અને સાહિત્ય સમાલોચના જેવા વિષયો શીખવાડ્યા છે. મુંબઈ વિદ્યાપીઠની સાહિત્ય સમાલોચન વિભાગની ગુરુદેવ ટાગોર ચેર પરથી તેઓ રિટાયર થયા.[][] નેમાડે ૧૯૬૦ના મરાઠી સામયિક "વાચા"ના તંત્રી રહી ચૂક્યા છે.[સંદર્ભ આપો] ૧૯૯૦માં તેમની રચના "ટીકા સ્વયંવર" માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ના દિવસે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.
  2. ૨.૦ ૨.૧ George, K. M., સંપાદક (1997). Masterpieces of Indian literature. New Delhi: National Book Trust. પૃષ્ઠ 875. ISBN 978-81-237-1978-8.
  3. Ramakrishnan, E. V.; Trivedi, Harish; Mohan, Chandra, સંપાદકો (30 May 2013). Interdisciplinary Alter-natives in Comparative Literature. SAGE Publications. પૃષ્ઠ 235. ISBN 978-81-321-1635-6.
  4. Nandgaonkar, Satish (6 February 2015). "Marathi novelist Bhalchandra Nemade chosen for Jnanpith award". મેળવેલ 25 May 2018.