ભાવનગર હવાઈમથક (IATA: BHU, ICAO: VABV) ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાંભાવનગર શહેરથી અગ્નિ ખૂણામાં રૂવા ગામની સીમમાં આવેલું છે. ભાવનગર હવાઈમથક ૨૯૪ એકર જમીન પર વિસ્તરેલું છે અને આસપાસના વિસ્તારોમાં આવેલા બંદરો અને હીરા આધારિત ઉદ્યોગોને સેવાઓ આપી રહ્યું છે. આ હવાઈમથક પર ૦૭/૨૫ પ્રકારનો રન-વે ઉપલબ્ધ છે.