ભૂપેન્દ્રનાથ દત્ત | |
---|---|
![]() શ્રી ભૂપેન્રનાથ દત્ત | |
જન્મની વિગત | કોલકાતા | 4 September 1880
મૃત્યુની વિગત | 26 December 1961 કોલકાતા | (ઉંમર 81)
રાષ્ટ્રીયતા | ભારતીય |
માતા-પિતા | ભુવનેશ્વરી અને વિશ્વનાથ દત્ત |
સગાંસંબંધી | સ્વામી વિવેકાનંદ ,મહેન્દ્રનાથ દત્ત (બન્ને મોટાભાઈ), સ્વર્ણબાલા દેવી (મોટી બહેન), દુર્ગાપ્રસાદ દત્ત (દાદા), રઘુમણિ બાસુ(નાના). |
ભૂપેન્દ્રનાથ દત્ત (૪ સપ્ટેમ્બર ૧૮૮૦ - ૨૫ ડિસેમ્બર ૧૯૬૧) [૧] એક ભારતીય ક્રાંતિકારી અને પાછળથી જાણીતા સમાજશાસ્ત્રી અને માનવશાસ્ત્રી હતા . તેમણે ઋષિ ઓરોબિંદોને તેમના રાજકીય કામોમાં જોડ્યા . યુવાનીમાં, તેઓ યુગાંતર ચળવળ સાથે નજીકથી સંકળાયેલા હતા. ઈ. સ. ૧૯૦૭માં તેમની ધરપકડ અને કેદની સજા થયા સુધી તેમણે યુગાન્તર પત્રિકાના સંપાદક તરીકે ફરજ બજાવી હતી. તેની પછીની ક્રાંતિકારી કારકીર્દિમાં તેઓ ભારત-જર્મન ષડયંત્રના ખાનગી વિશ્વસ્થ હતા. સ્વામી વિવેકાનંદ તેમના મોટા ભાઈ હતા . એશિયાટિક સોસાયટી દ્વારા આજે તેમના માનમાં ડો ભૂપેન્દ્રનાથ દત્ત સ્મારક પ્રવચન યોજાય છે .
દત્ત લેખક પણ હતા. તેમણે ભારતીય સંસ્કૃતિ અને સમાજ પર અનેક પુસ્તકો લખ્યા. તેમણે ‘ સ્વામી વિવેકાનંદ, દેશભક્ત-પ્રબોધક’ નામનું પુસ્તક લખ્યું હતું .
ભૂપેન્દ્રનાથનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૮૮૦ માં કોલકાતામાં (તે સમયે કલકત્તા તરીકે ઓળખાય છે) થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દત્ત હતું. તેમના બે મોટા ભાઈઓ નરેન્દ્રનાથ દત્ત (બાદમાં સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાતા) અને મહેન્દ્રનાથ દત્ત હતા. વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇકોર્ટના એટર્ની હતા અને ભુવનેશ્વરી દેવી ગૃહિણી હતા. [૩] ભૂપેન્દ્રનાથ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મહાનગર સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાંથી તેણે પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. યુવાનીમાં, તેઓ કેશબચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ટાગોરની આગેવાની હેઠળ બ્રહ્મોસમાજમાં જોડાયા. અહીં તેઓ શિવાનનાથ શાસ્ત્રીને મળ્યા જેમણે તેમને ખૂબ પ્રભાવિત કર્યા. ભૂપેન્દ્રનાથની ધાર્મિક અને સામાજિક માન્યતાઓને બ્રહ્મોસમાજ દ્વારા આકાર આપવામાં આવ્યો હતો જેમાં જાતિ-વિહિન સમાજ, એક જ ભગવાનની માન્યતા અને અંધશ્રદ્ધાઓ સામે બળવો સામેલ કરવામાં આવ્યો હતો. [૪]
દત્તએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાવાનું નક્કી કર્યું, અને ૧૯૦૨માં પ્રમથનાથ મિત્ર દ્વારા રચિત બંગાળ રિવોલ્યુશનરી સોસાયટીમાં તેઓ જોડાયા. ઈ. સ. ૧૯૦૬ માં તેઓ અખબાર યુગાન્તર પત્રિકાના સંપાદક બન્યા. આ અખબાર બંગાળની રિવોલ્યુશનરી પાર્ટીનું મુખપત્ર હતું. આ સમયગાળામાં તે શ્રી ઓરબિંદો અને બરિન્દ્ર ઘોષના નિકટના સાથી બન્યા. [૫]
ઈ.સ. ૧૯૦૭ માં, દત્તની બ્રિટિશ પોલીસે રાજદ્રોહના આરોપ હેથળ ધરપકડ કરી હતી અને તેને એક વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. [૪] [૬]
ઈ. સ. ૧૯૦૮ માં ગયા થયા પછી તે ભારતથી યુનાઇટેડ સ્ટેટ્સ રવાના થયા. ત્યાં પહોંચ્યા પછી, તેઓ થોડા સમય માટે "ઇન્ડિયા હાઉસ"માં રોકાયા. [૪] [૬] ત્યાં તેમણે અનુસ્નાતક અભ્યાસ પૂરો કર્યો અને બ્રાઉન યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડીગ્રી મેળવી.
દત્ત કેલિફોર્નિયાની ગદર પાર્ટીમાં જોડાયા અને ત્યાં તેમણે સમાજવાદ અને સામ્યવાદ વિશે અભ્યાસ કર્યો. [૪] પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, તેઓ જર્મની ગયા અને ત્યાં ક્રાંતિકારી અને રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરી. ઈ.સ. ૧૯૧૬ માં તેઓ બર્લિનમાં ભારતીય સ્વતંત્રતા સમિતિના સચિવ બન્યા.[૬] તેઓ ૧૯૧૮ સુધી આ સંસ્થાના સેક્રેટરી રહ્યા. તેમણે ૧૯૨૦ માં જર્મન એન્થ્રોપોલોજિકલ સોસાયટી અને ૧૯૨૪ માં જર્મન એશિયાટિક સોસાયટીના સભ્યપદ લીધા.
ઈ. સ. ૧૯૨૧ માં દત્ત કમિંટર્નમાં જોડાવા માટે મોસ્કો ગયા. માનબેન્દ્ર નાથ રોય અને બિરેન્દ્રનાથ દાસગુપ્તા પણ આ વર્ષના કમિંટર્નમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણેવ્લાદિમીર લેનિન સામે સમકાલીન ભારતની રાજકીય સ્થિતિ પર સંશોધન પત્ર રજૂ કર્યું હતું. તેમણે 1923 માં હેમ્બર્ગ યુનિવર્સિટીમાંથી માનવશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી.[૪]
ત્યારબાદ તે ભારત પાછા ગયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું.[૬] તેઓ ૧૯૨૭-૨૮ માં બંગાળ રિજનલ કોંગ્રેસ અને ૧૯૨૯ માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય બન્યા. ઈ. સ. ૧૯૩૦ માં કરાચીમાં આયોજિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાર્ષિક પરિષદમાં તેમણે ભારતીય ખેડૂતો માટે મૂળભૂત અધિકારનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને જવાહરલાલ નહેરુની આગેવાનીવાળી કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસની બે વાર્ષિક પરિષદની અધ્યક્ષતા તેમણે કરી હતી. તેમની રાજકીય પ્રવૃત્તિઓ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. [૪]
ભૂપેન્દ્રનાથ દત્તએ સમાજશાસ્ત્ર, ઇતિહાસ, રાજકારણ વગેરે જેવા વિવિધ વિષયો પર પુસ્તકો લખ્યા હતા. તે ભાષાવિદ્ હતા અને બંગાળી, હિન્દી, અંગ્રેજી, જર્મન, ઇરાની ભાષામાં પુસ્તકો લખતા હતા . તેમના કેટલાક નોંધપાત્ર પુસ્તકો છે:- [૪]