ભોંઆમલી-ભોંઆંબલી (Chanca piedra) | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Malpighiales |
Family: | Phyllanthaceae |
Genus: | 'Phyllanthus' |
Species: | ''P. niruri'' |
દ્વિનામી નામ | |
Phyllanthus niruri | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Phyllanthus amarus |
બારમાસી ઔષધિય વનસ્પતિ ભોંઆમલી કે ભોંઆંબલી (Phyllanthus niruri) આયુર્વેદમાં ભૂમિઅમલકી તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં તે સામાન્ય નામે "સ્ટોનબ્રેકર" (Stonebreaker) કે "સીડ અંડર લિફ" (Seed-Under-Leaf)ના નામે ઓળખાય છે. અન્ય ભાષાઓમાં Chanca Piedra (સ્પેનીસ.), Quebra Pedra (પોર્ટુગીઝ.), જેવા નામે પ્રસિદ્ધ છે. તે ઉપરાંત સ્થાનિક રીતે dukong anak, dukong-dukong anak, amin buah, rami buah, turi hutan, bhuiaonla, Meniran (Indonesia), കീഴാനെല്ലി (મલયાલમ) અને கீழாநெல்லி / Keela Nelli (તમિલ), Nela Nelli (કન્નડ) અને Nela Usiri (તેલુગુ) તરીકે પણ ઓળખાય છે. આ છોડ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં લગભગ બધે જ મળી આવે છે. ખાસ કરીને સમુદ્રકાંઠાના વિસ્તારોમાં વધુ મળે છે. આ છોડ ’સ્પર્જ’ (spurge), ખાટા રસવાળી એક પ્રકારનો છોડ,નો સંબંધી છે, જે Phyllanthaceae કુટુંબની Phyllanthus|leafflower શ્રેણીનો સભ્ય છે.
ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારોમાં આ છોડ મળી આવે છે. ખાસ કરીને ખેતરોના શેઢા પર ઉગેલા ઘાસમાં અને ચરીયાણોમાં કે જ્યાં બારેમાસ પાણી મળી રહેતું હોય તેવા બાગ બગીચાઓમાં આ છોડ મળી આવે છે. છોડ સ્વાદમાં કડવો અને કંઈક અંશે ખટાશવાળો હોય છે.
આ છોડ ૫૦ થી ૭૦ સેન્ટીમીટર ઊંચો, બારમાસી, આમલીના આકાર, પ્રકાર અને રંગ, આછા લીલા રંગના પર્ણ ધરાવતો હોય છે. તેમાં પીળાશ પડતાં લીલા અને ક્યારેક ક્યારેક રતાશ પડતાં રંગના ફૂલ આવે છે. તેના પર્ણદંડ પર, પર્ણની પાછળની બાજુએ, લીલા, રાયના દાણાથી થોડા મોટા પણ દેખાવે આમળાં જેવા ફળ હોય છે. દેખાવે આમલીના છોડવા જેવો જ લાગતો આ છોડ પર્ણની પાછળ આવેલા આ લીલા, ટચૂકડા ફળને કારણે સહેલાઈથી ઓળખાઈ જાય છે.
ભોંઆમલી ભારતીય આયુર્વેદમાં એક મહત્વની વનસ્પતિ છે. જે ખાસ કરીને પેટ, પેશાબની પ્રણાલી, યકૃત કે પિત્તાશય (liver), મૂત્રપિંડ (kidney), બરોળ (spleen)ના રોગોપચાર માટે મહત્વ ધરાવે છે.[૧] આ વનસ્પતિ બ્રાઝિલ અને પેરુમાં તથાકથિતપણે પથરી (kidney stones)ના ઔષધિય ઉપચારમાં પણ વપરાય છે. શરીર પર થતા મસા (Wart)ની સારવાર માટે પણ આ છોડનો રસ ઘણો અસરકારક ગણવામાં આવે છે. મુખ્યત્વે પિત્તનાશક અને રોગપ્રતિકારક શક્તિ વધારતા ગુણ આ ઔષધીય છોડમાં મનાય છે. કમળા જેવા રોગના ઉપચારમાં પણ આ છોડ વપરાતો જણાય છે.[૨]
ભોંઆમલીનો તટસ્થ, ક્લિનિકલ અભ્યાસ દર્શાવે છે કે તે પેશાબમાં ચૂનાના ક્ષાર (કૅલ્સિયમ-calcium)નું પ્રમાણ ઘટાડે છે.[૩]. તે પછીનો ૧૫૦ દર્દીઓ પર, ૬ માસ સુધી થયેલો અભ્યાસ દર્શાવે છે કે આ છોડનો રસ પથરી રચાવાની ક્રિયાને ઘટાડે છે. ટૂંકમાં આ છોડનો રસ, કોઈપણ આડ અસર કર્યા વગર, પથરી જેવા રોગના આગોતરા ઉપચારમાં ફાયદાકારક જણાયો છે. લિથોટ્રપ્સી જેવા આધૂનિક ઉપચાર બાદ પણ સહાયક સારવારરૂપે આ છોડનો રસ અસરકારક જણાયો છે.[૪],[૫] જો કે, હજુ સુધી આ વનસ્પતિ કે તેના રસના ઉપચારથી મોજુદ પથરીનો નાશ થાય છે કે કેમ તે વિશે કોઈ પ્રમાણિત અભ્યાસ થયાનું નોંધાયું નથી.
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)