મનુભાઇ મહેતા | |
---|---|
![]() | |
જન્મ | ૨૨ જુલાઇ ૧૮૬૮ ![]() |
મૃત્યુ | ૧૪ ઓક્ટોબર ૧૯૪૬ ![]() |
બાળકો | હંસા જીવરાજ મહેતા ![]() |
પુરસ્કારો |
સર મનુભાઇ નંદશંકર મહેતા (૨૨ જુલાઇ ૧૮૬૮ – ૧૪ ઓક્ટોબર ૧૯૪૬) CSI, ૯ મે ૧૯૧૬ થી ૧૯૨૭ સુધી વડોદરા રાજ્યના દિવાન હતા. ૧૯૨૭ થી ૧૯૩૪ સુધી તેઓ બિકાનેર રાજ્યના પ્રધાન મંત્રી (દિવાન) રહ્યા હતા.
તેમનો જન્મ ૨૨ જુલાઇ ૧૮૬૮ના રોજ નંદશંકર મહેતાને ત્યાં થયો હતો. તેમનું શિક્ષણ મુંબઈની એલફિન્સ્ટન કોલેજમાં થયું હતું. ૧૮૯૧ થી ૧૮૯૯ દરમિયાન તેઓ વડોદરા કોલેજમાં તર્કશાસ્ત્ર અને ફિલસૂફીના પ્રાધ્યાપક રહ્યા હતા. તેમણે ૧૮૯૯ થી ૧૯૦૬ દરમિયાન ગાયકવાડ મહારાજાઓના અંગત સેક્રેટરી તરીકે અને ૧૯૧૪ થી ૧૯૧૬ દરમિયાન મહેસૂલ મંત્રી તરીકે સેવાઓ આપી. ૯ મે ૧૯૧૬ થી ૧૯૨૭ સુધી તેઓ વડોદરા રાજ્યના દિવાન પણ રહ્યા હતા. ત્યારબાદ ૧૯૨૭માં બિકાનેર રાજ્યના મહારાજા ગંગા સિંહ તેમને વડોદરા રાજ્ય થી બિકાનેર રાજ્યના પ્રથમ પ્રધાન મંત્રી અને મુખ્ય સલાહકાર બનાવવા માટે બિકાનેર લઇ ગયા હતા. તેમણે ત્યાં ૧૯૩૪ સુધી કામ કર્યું અને ૧૯૪૦ સુધી તેઓ બિકાનેર રાજ્યના સલાહકાર મંડળમાં રહ્યા. તેમણે બિકાનેર રાજ્યના કર્મચારીઓ માટે નિવૃત્તિ વય ૫૫ વર્ષથી વધારીને ૫૮ વર્ષ કરી. તેમણે લંડનમાં યોજાયેલી ત્રણ ગોળમેજી પરિષદોમાં ભારતીય રજવાડાં વતી હાજરી આપી હતી. મનુભાઇ મહેતાએ બિકાનેરના મહારાજા ગંગા સિંહની ગેરહાજરીમાં હાજરી આપી હતી. ૧૯૩૩માં તેમણે વિશ્વ ચોખ્ખાઇ પરિષદ (વર્લ્ડ હાઇજીન કોન્ફરન્સ)માં હાજરી આપી હતી. ૧૯૩૩ની સંસદની સંયુક્ત સમિતિમાં તેઓએ ભારતીય રાજ્યો વતી પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૩૭માં તેમની નિમણૂક ગ્વાલિયર રાજ્યના ગૃહ મંત્રી તરીકે થઇ હતી.[૧]
તેઓ વડોદરાના સુધારાના પ્રણેતાઓમાંના એક ગણાય છે. તેમણે ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં રાજાઓની સમિતિ વડે ભારતના રજવાડાંઓમાં બંધારણીય અને લોકશાહી સુધારાઓ માટે પ્રયત્નો કર્યા હતા. જેને કોપલેન્ડ દ્વારા "મહેતા નિતી" કહેવાઇ હતી. ૧૯૪૦ સુધીમાં લગભગ બધાં જ મોટાં રજવાડાઓ જેવાં કે બિકાનેર, કોટા, જયપુર, અલ્વર, ધોલપુર અને ગ્વાલિયરે કેટલાંક સુધારાઓ અપનાવ્યા હતા.[૨]
૧૪ ઓક્ટોબર ૧૯૪૬ના રોજ તેમનું અવસાન થયું હતું.[૩]
સમાજ સુધારક હંસા જીવરાજ મહેતા તેમના પુત્રી હતા.[૧]