Malkangiri | |||||
— city — | |||||
| |||||
અક્ષાંશ-રેખાંશ | 18°21′N 81°54′E / 18.35°N 81.90°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ઓરિસ્સા | ||||
જિલ્લો | Malkangiri | ||||
વસ્તી | ૨૩,૧૧૦ (2001) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
• 178 metres (584 ft) | ||||
કોડ
|
મલ્કાનગિરિ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા ઓરિસ્સા રાજ્યનો મહત્વનો જિલ્લો છે. મલ્કાનગિરિ જિલ્લાનું મુખ્ય મથક મલ્કાનગિરિ (ઉડિયા: ମାଲକାନଗିରି) છે. મલ્કાનગિરિ નગર બાંગ્લાદેશના શરણાર્થીઓનું આશ્રયસ્થાન છે. ૧૯૬૫ની દંડકારણ્ય યોજના પછી અહિં ખુબ શરણાર્થીઓએ આશરો લીધો છે. ઉપરાંત શ્રીલંકાના તમિળ લોકો પણ નેવુંના દશકમાં તમિળ વ્યાઘ્રો (LTTE)ના વિગ્રહ પછી અહિ આવી આશરો પામ્યા. આજની તારીખે આ વિસ્તાર નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે અને તેનો સમાવેશ રેડ કોરિડોરમાં થાય છે[૧].
૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ[૨] મલ્કાનગિરિ જિલ્લાની વસ્તી ૨૩,૧૧૦ હતી. જેમા પુરુષોની સંખ્યા ૫૨% અને સ્ત્રીઓની સંખ્યા ૪૮% જોવા મળી હતી. મલ્કાનગિરિમાં સરેરાશ સાક્ષરતા માત્ર ૫૭% જ નોંધાઈ છે જે ભારતના સરેરાશ સાક્ષરતા દર ૫૯.૫% કરતા ઓછી છે. અહિં ૬૫% પુરુષો અને ૪૮% સ્ત્રીઓ સાક્ષર છે. મલ્કાનગિરિની કુલ વસ્તીના ૧૫% ૬ વર્ષથી નીચેના બાળકો છે.
અહિ હાલના ધારાસભ્ય તરીકે નિર્મલ ચન્દ્ર સરકાર કે જેઓ ઇન્ડિયન નેશનલ કોગ્રેસ પક્ષ વતી મલ્કાનગિરિ વિધાનસભા બેઠક પરથી ચુંટાયા હતા તેઓ ૨૦૦૪થી સેવા આપે છે. આ પદ પર તેમના પહેલા અરબિન્દા ઢાલી કે જેઓ ભાજપના ઉમેદવાર હતા તેઓ ૧૯૯૫ અને ૨૦૦૦ની સાલમાં ચૂટાયા હતા[૩]. મલ્કાનગિરિ નોરંગપુર લોકસભા ક્ષેત્રમાં આવે છે. [૪]