ગાંધી પરિવાર | |
---|---|
![]() | |
હાલનો વિસ્તાર | ભારત |
મૂળ વતન | ગુજરાત, ભારત |
સભ્યો | કરમચંદ ઉત્તમચંદ ગાંધી (પિતા) પૂતળીબા ગાંધી (માતા) મહાત્મા ગાંધી કસ્તુરબા ગાંધી (પત્ની) હરિલાલ ગાંધી (પુત્ર) મણીલાલ ગાંધી (પુત્ર) રામદાસ ગાંધી (પુત્ર) દેવદાસ ગાંધી (પુત્ર) |
સંલગ્ન સભ્યો | રાજમોહન ગાંધી (પૌત્ર) ગોપાલકૃષ્ણ ગાંધી (પૌત્ર) રામચંદ્ર ગાંધી (પૌત્ર) અરુણ મણિલાલ ગાંધી (પૌત્ર) સુનંદા ગાંધી તુષાર ગાંધી (પરપૌત્ર) શાંતિ ગાંધી (પરપૌત્ર) |
સંલગ્ન કુટુંબો | ચક્રવર્તી રાજગોપાલાચારી |
વિશેષતાઓ | "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી |
પરંપરાઓ | હિંદુ |
માલિકી પ્રદેશો | ગાંધી સ્મૃતિ |
ગાંધી પરિવાર કે મહાત્મા ગાંધીનું કુટુંબ મહાત્મા ગાંધીનો પરિવાર છે. ગાંધીજી બ્રિટિશ શાસિત ભારતમાં ભારતીય સ્વતંત્રતા ચળવળના પ્રતિષ્ઠિત નેતા હતા. તેમને રાષ્ટ્રપિતાની પદવી સૌપ્રથમ સુભાષચંદ્ર બોઝે સિંગાપોર રેડિયો પરથી પોતાના સંબોધનમાં ૬ જુલાઇ ૧૯૪૪ના રોજ આપી હતી. મહાત્માને ૨૮ એપ્રિલ ૧૯૪૭ના રોજ સરોજિની નાયડુએ પણ ગાંધીજીને રાષ્ટ્રપિતાની પદવી આપી હતી.[૧] ગાંધીજીને બાપુ (ગુજરાતીમાં "પિતા" માટે વ્હાલથી વપરાતો શબ્દ) તરીકે પણ ઓળખવામાં આવે છે અને નેહરુએ ગાંધીજીની અંતિમ યાત્રા વખતે તે નામથી સંબોધિત કર્યા હતા.
ભારતમાં સામાન્ય ચર્ચામાં તેમને ઘણીવાર ગાંધીજી કહેવામાં આવે છે. ગાંધીના પરિવારમાં તેઓ, તેમની પત્ની અને તેમના પાંચ પુત્રો છે (તેમનો બીજો પુત્ર હતો જે જન્મ પછી થોડા દિવસોમાં જ મરી ગયો). ગાંધીજીને મહાત્માની પદવી રવિન્દ્રનાથ ટાગોરે આપી હોવાનું મનાય છે, પરંતુ એવો પણ દાવો છે કે સૌરાષ્ટ્રના જેતપુરના એક અજ્ઞાત પત્રકારે ગાંધીજીને સૌપ્રથમ તે રીતે સંબોધ્યા હતા.[૨]
જ્યારે મહાત્મા ગાંધીજીનું અવસાન થયું, ત્યારે જવાહરલાલ નહેરુએ કહ્યું હતું, 'આપણા જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે.'