માથેરાન | |||||||
— નગર — | |||||||
![]() માથેરાનનો વિસ્તૃત નકશો
| |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 18°59′12″N 73°16′04″E / 18.9866°N 73.2679°E | ||||||
દેશ | ![]() | ||||||
રાજ્ય | મહારાષ્ટ્ર | ||||||
જિલ્લો | રાયગડ | ||||||
નજીકના શહેર(ઓ) | કર્જત | ||||||
વસ્તી • ગીચતા |
૫,૧૩૯ (૨૦૦૧) • 734/km2 (1,901/sq mi) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | મરાઠી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
7 square kilometres (2.7 sq mi) • 800 metres (2,600 ft) | ||||||
કોડ
|
માથેરાન (મરાઠી: माथेरान) એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના રાયગડ જિલ્લામાં આવેલ એક ગિરિનગર પાલિકા છે. આ કર્જત તહેસીલમાં આવેલ એક ભારતનું સૌથી નાનું ગિરિમથક છે. આ ગિરિમથક પશ્ચિમ ઘાટમાં સમુદ્ર સપાટીથી ૮૦૦મી ઉંચાઈએ આવેલું છે. આ સ્થળ મુંબઈથી ૯૦ કિમી, પુણેથી ૧૨૦ કિમી દૂર આવેલ છે. બે મહાનગરોથી નજીક હોવાને કારણે આ સ્થળ લોકો માટે અઠવાડીક રજા ગાળવાનું સુલભ સ્થળ બની ગયું છે. માથેરાનનો અર્થ થાય છે "ટોચ પર આવેલ જંગલ" કે "જંગલ માતા".
માથેરાનને પર્યાવરણ અને જંગલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા એક સંવેદનશીલ પર્યાવરણ ક્ષેત્ર ઘોષિત કરાયું છે. આ વિશ્વના અમુક ક્ષેત્રોમાંનું છે જ્યાં વાહન વ્યવહારની પરવાનગી નથી. આને લીધે આ ગિરિમથક અન્ય સ્થળોથી જુદું તરી આવે છે. માથેરાન ૧૦૦ વર્ષ પહેલાના યુગમાં લઈ જાય છે જ્યારે વાહન વ્યવહાર ન હતો.
અહીં વાહન વ્યવહાર ન હોવાને કારણે, અહીં હજારો પ્રવાસીઓના આવવા છતાં આ સ્થળ ખૂબ શાંત છે.
આસપાસની ટેકરીઓ અને ખીણનું પ્રદર્શન કરાવતાં અનેક પોઈન્ટ આવેલા છે. અહીં ઘણું ખરું ઘાઢ જંગલ આવેલ છે.
કુલ મળી મથેરાનમાં ૩૮ પોઈન્ટ છે. તેમાંથી પેનોરમા પોઈન્ટ ખાસ છે જ્યાંથી ૩૬૦ અંશ નું દ્રશ્ય મળે છે અને નેરળ નગરને પણ જોઈ શકાય છે. આ પોઈન્ટ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તનું દ્ર્શ્ય ખૂબ મનોરમ્ય હોય છે. લ્યુઈસા પોઈન્ટ પરથી પ્રબળ ગઢનું સાફ દ્રશ્ય દેખાય છે. વન ટ્રી હીલ પોઈન્ટ, હાર્ટ પોઈન્ટ, મન્કી પોઈન્ટ, પોર્ક્યૂપાઈન પોઈન્ટ, રામબાગ પોઈન્ટ વગેરે અન્ય પોઈન્ટ છે.
માથેરાનની શોધ ૧૮૫૦માં તે સમયના થાણે જિલ્લાના કલેક્ટર હગ પોયીન્ટઝ્ મેલેટ એ કરી હતી. તે સમયના મુંબઈ રાજ્યના ગવર્નર જ્હોન એલ્ફીસ્ટનએ આ ગિરિમથકની પાયાવિધી કરી. આ ક્ષેત્રની કાળઝાળ ગરમીથી બચવા અંગ્રેજોએ આ ગિરિમથકનો વિકાસ કર્યો.
માથેરાન તેની તળેટી પર આવેલા નગર નેરળ સાથે જોડાયેલ છે. ૯ કિમી લાંબા એક ડામર રસ્તા દ્વારા નેરળ દસ્તૂરી નાકા સાથે જોડાયેલ છે. માથેરાનની આગવી શૈલી જાળવી રાખવા આ સ્થળથી આગળ વાહનો લઈ જવા પર પ્રતિબંધ છે. અહીં આવવાનો એક અન્ય માર્ગ છે નેરો ગેજ રેલ્વે, જે માથેરાન અને નેરળને જોડે છે. નેરળ એ મુંબઈ-પુણેના વ્યસ્ત રેલ્વે લાઈન પર આવેલ એક બ્રોડ ગેજ રેલવે સ્ટેશન પણ છે. કર્જત એ નજીકનું મહત્વનું જંકશન છે. માથેરાન પર્વતીય રેલ્વે સર આદમજી પીરભોય દ્વારા ૧૯૦૭માં બાંધવામાં આવી. તેની લંબાઈ ૨૦ કિમી (૧૨.૪ માઈલ) છે અને તે જંગલોમાંથી પસાર થાય છે. ઓક્ટોબર ૨૦૦૯માં યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળનું પ્રમાણપત્ર આપતી સંસ્થાના પ્રતિનિધીઓ એ આ સ્થળની મુલાકાત લીધી હતી. ભારતીય અન્ય પર્વતીય રેલ્વે જેમ કે કાલ્કા શિમલા, દાર્જીલીંગ અને નિલગિરિ રેલ્વે સાથે માથેરાન રેલ્વે સાથે માથેરાન પર્વતીય રેલ્વે ને ઉમેરવાની યોજના છે. જો આ રેલ્વેને હેરીટેજ સ્ટેટસ મળ્યું તો પ્રવાસી ગતિવિધી વધુ તેજ બનશે.
જુલાઈ ૨૦૦૫માં આવેલ પુરને કારણે આ રેલ્વેના ૭૦% ભાગને ખૂબ નુકશાન થયું. તેનું સમારકામ એપ્રિલ ૨૦૦૭માં પુરું થયું તેનો ખર્ચ ૨-૨.૪ કરોડ રૂપિયા જેટલો થયો હતો.[૧].
કેંદ્રીય સરકાર દ્વારા માથેરાનને સંવેદનશીલ પર્યાવરણ જાહેર કરાયું છે. માથેરાનને એક રીતે આરોગ્ય ધામ કહી શકાય છે. આખા માથેરાન માં માત્ર એક જ વાહન છે અને તે છે નગર પાલિકાની રુગ્ણવાહીકા. અન્ય કોઈ પણ નિજી વાહન પ્રતિબંધિત છે. માથેરાનમાં આવાગમન માટે બે પ્રકારના સાધન મોજૂદ છે; તે છે ઘોડા અને હાથે ખેંચાતી ગાડી.
માથેરાન એ મુંબઈ અને પુણેના લોકો માટે એક પ્રચલિત રજા ગાળવાનું સ્થળ છે. તે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. માથેરાન આસપાસના ભૂભાગથી ઊંચાઈએ આવેલ હોવાથી અહીંની આબોહવા ઠંડી અને ઓછી ભેજવાળી હોય છે. આને લીધે તે લોકપ્રિય બન્યું છે. ઉનાળામાં અહીં તાપમાન ૩૨°સે અને ૧૬°સે વચ્ચે રહે છે.
માથેરાનમાં ઘણાં પ્રકારની જડી઼બૂટી ઉગે છે. અહીં વાંદરાઓની ઘણી મોટી વસ્તી મળી આવે છે. તેમાં બોનેટ મેકાક અને રાખોડી હનુમાન વાનર શામેલ છે. અહીં આવેલ ચૅર્લોટ લેક નામનું તળાવ માથેરાનના પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
અહીં મરાઠી, હિંદી અને અંગ્રેજી ભાષા બોલાય છે. અહીં ઘણાં બધાં પારસી બંગલાઓ છે. પ્રાચીન બ્રિટિશ શૈલીનું વાસ્તુ સ્થાપત્ય અહીં હજી જોઈ શકાય છે. અહીંના રસ્તાઓ ઉપર લાલ લેટેરાઈટ માટી જોઈ શકાય છે. ચોખ્ખી રાતોમાં અહીંથી મુંબઈની દીવા બત્તીઓ દેખાતી હોવાનું કહેવાય છે.
માથેરાન એ ૧૮° 98 N° 73 અક્ષાંસ અને રેખાંશ પર અાવેલ છે.[૨]. માથેરાનની સમુદ્ર સપાટીથી સરાસરી ઊંચાઈ ૮૦૦ મીટર છે.
માથેરાન | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
આબોહવા ચોકઠું | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
માથેરાન મુંબઈથી લગભગ ૧૦૦ કિમી અને પુણેથી લગભગ ૧૨૦ કિમી અને સૂરતથી ૩૨૦ કિમી દૂર આવેલું છે. મુંબઈ પુણે રેલ્વે લાઈન પર આવેલા નેરળ સ્ટેશનથી માથેરાન ૧૧ કિમી દૂર આવેલું છે. નેરળ સ્ટેશનથી માથેરાનના પ્રવેશ દ્વાર સુધી જવા શૅર ટેક્સીઓ મળે છે. માથેરાનના ટેક્સી સ્ટેન્ડથી માથેરાન મુખ્ય શહેર સુધી પહોંચવા ચાલીને જઈ શકય છે અથવા ઘોડા ઉપલબ્ધ છે.
ઓક્ટોબર ૨૦૦૮થી નેરળ અને કર્જતથી દસ્તૂરી પાર્ક સુધી બસ સેવા પણ શરૂ કરાઈ છે. તેના વિરોધમાં ટેક્સી વાળાઓએ એક દિવસની હડતાલ કરી હતી.
સૌથી નજીકનું મુંબઈ હવાઈ મથક અહીંથી ૧૦૦ કિમી દૂર આવેલું છે. માથેરાન નગરની મધ્યમાં એક નેરો ગેજ સ્ટેશન આવેલ છે. પ્રાચીન માથેરાન પર્વતીય રેલ્વે દરરોજ નેરળ અને માથેરાન વચ્ચે અમુક ફેરીઓ ટ્રેન ચલાવે છે. ૮ કિમીની આ યાત્રા કરવા લગભગ અઢી કલાક જેટલો સમય લાગે છે પણ આ પણ એક રોમાંચક રેલ્વે અનુભવ છે. નેરળ સ્ટેશન પર ટ્રેન બદલી કરવી પડે છે અને મુંબઈ સી.એસ.ટી. પહોંચવા સ્ટેશન લોકલ ટ્રેન મળે છે.
માથેરાન રસ્તા માર્ગે પણ મુંબઈ અને પુણે સાથે સારી રીતે જોડાયેલું છે. મુંબઈથી નવી મુંબઈ પનવેલ માર્ગે માથેરાન પહોંચી શકાય છે. ઉપર ચડ્યા પછી દસ્તૂરી નાકા પછી વાહન છોડી દેવું પડે છે કેમ કે તેનાથી આગળ વાહનોનો પ્રવેશ વર્જિત છે. આ દસ્તૂરી નાકું મુખ્ય શહેરથી ૧.૫ માઈલ (૨.૩ કિમી) દૂર છે. આ નાકા સુધી પહોંચવા મુંબઈથી સીધી ટેક્સીઓ પણ મળે છે.
સુરતથી
સુરતથી ઉધના સચિન પલસણા માર્ગે (૩૦ કિમી) સુરત - મુંબઈ રસ્તો લેવો. ત્યાંથી (એન એચ - ૮) લઈ , મનોર સુધી આવવું. અને ડાબી તરફ પડતો ભીવંડીનો રસ્તો લેવો. ભીવંડી થી કલ્યાણ જઈ અંબરનાથ, બદલાપુર થઇ નેરળ સુધી પહોંચી શકાય છે. ત્યાંથી માથેરાન પર ચડતો ઘાટ રસ્તો લઈ દસ્તૂરી નાકા પહોંચી શકાય છે.
મુંબઈથી
મુંબઈથી દાદર ચેંબુર થઈ જૂનો મુંબઈ પુણે હાઈ-વે લો અથવા પનવેલના ટ્રાફીકને ટાળવા મેકડોનાલ્ડ આગળથી મુંબઈ પુણે એક્સપ્રેસ વે લો. પાંચ મિનિટની ડ્રાઈવ પછી પહેલું બહાર પડવાનો ફાંટો આવશે, શેડંગ/ખોપોલી નિકાસ. (અહીં ટોલ ભરવાનો રહે છે.)
આ નિકાસ માર્ગે તમે ફરીથી જૂના મુંબઈ પુણે માર્ગ પર આવી જશો. પુણે તરફ જવાના રસ્તે ચાલતા રહો. (અહીં પણ ટોલ ભરવો પડશે)
મુંબઈ પુણે માર્ગ પર લગભગ ૧૦ કિમી પછી એક ચોક આવશે. ત્યાં માથેરાન કર્જત જવા અહીં વળો એમ લખ્યું હશે. (તે રસ્તો ન ચુકશો નહીંતો સીધા ખોપોલી પહોંચશો.) આ વળણ પછી લગભગ ૫૦ મીટર દૂર ભગવાન શિવની એક ઉંચી મૂર્તિ છે જે ખૂબ દૂરથી દેખાય છે.
આ વળણ પછી ૯ કિમી એક અન્ય ચોક આવશે જેને ચાર ફાટા કહે છે. ત્યાંથી ડાબે વળી નેરળનો રસ્તો લેવો.
ત્યાંથી ૧૧ કિમી પ્રવાસ કરી તમે માથેરાન ટેકરીની તળેટીમાં આવી જશો.
ત્યાંથી ડાબે વળી ૭ કિમી પ્રવાસ કરી દસ્તૂરી નાકા પહોંચાય છે.
આ રસ્તો ખૂબ તીવ્ર ઢોળાવ વાળો છે પર સારી રીતે ડામર મઢેલો છે. કાર પાર્કીંગ સ્થળે પહોંચી નિયત સ્થળે કાર પાર્ક કરવી પડે છે. પાર્કીંગ પ્રવેશ ફી અને રોજીંદુ ભાડું ભરવું પડે છે.
આનાથી આગળ કોઈ વાહનો ને પ્રવેશ નથી માથેરાન કેંદ્ર અહીંથી ૪૦ મિનિટના પગપાળા અંતર પર છે. માથેરાન નગરપાલિકાની હદમાં પ્રવેશ કરતાં પહેલાં પ્રતિ વયસ્ક ૨૫ રૂ. અને પ્રતિ બાળક ૧૦ રૂ. પ્રવેશ ફી ભરવી પડે છે.
એક વખત અહીં પ્રવેશ કરશો કે લાલ ધૂળ ધરાવતા રસ્તા પ્રકૃતિમાં સ્વાગત કરે છે. સામાનના વહન માટે મજૂર ઉપલબ્ધ છે. તમે રસ્તા પર ચાલવું કે ઘોડે સવારી પસંદ કરી શકો છો. હાથે ખેંચાતી રેક્ષાઓ પણ ઉપલબ્ધ છે, આ રીક્ષાઓને બે વાહકો ખેંચે છે.
પુણેથી
પુણે થી મુંબઇ પુણે હાઈવે પકડી મુંબઈ તરફ જવું. ખોપોલી નિકાસ આગળ એક્સપ્રેસ વે છોડી દો. અને જુના મુંબઈ પુણે હાઇ વે પર આવો. ૧૮ કિમીના પ્રવાસ પછી તમે ચોક નામના નગરના ફાંટા પર આવશો. ત્યાંથી પાટીયા પ્રમાણે આગળ વધો.
હાલ ફાટા પર પુણે મુંબઈ હાઇ વે છોડી રાજ્ય ઘોરી માર્ગ ૩૪ પકડતાં સીધા માથેરાનની તળેટીમાં આવી શકાય છે.
માથેરાન નેરળ જંકશન સાથે નેરો ગેજ રેલ્વે પર ચાલતી માથેરાન પર્વત રેલ્વેની ટચૂકડી ટ્રેન દ્વારા જોડાયેલ છે. નેરળ જંક્શન મુંબઈ સાથે લોકલ ટ્રેન દ્વારા સરસ રીતે જોડાયેલ છે. લાંબેથી આવતા પ્રવાસીઓએ કર્જત જંકશન ઉતરવું જોઈએ.
માથેરાન સુધીનો પ્રવાસ પ્રવાસી માટે કે સુંદર દ્રશ્યોની ભેટ છે. ખરું ચઢાણ હરદાર હીલ પછી શરુ થાય છે. જુમ્માપટ્ટી સ્ટેશન પર રસ્તો અને રેલ્વ બંને એકદમ પાસે આવી જાય છે. ફરી છૂટા પડી ભેક્રા કુંડ આગળ ફરી મળે છે. માઉન્ટ બેરી પાસે આવેલ ઘોડાની નાડ આકારનું ચઢાણ ખૂબ સુંદર લાગે છે. એક વધુ માઈલના પ્રવાસ પછી આ રુટનું એકમાત્ર બોગદું આવેલું છે. ત્યાર બાદ અમુક વાંકા ચુકા રસ્તે થઈ ટ્રેન ઉપર ચઢે છે. ત્યાર બાદ પેનોરમા પોઈન્ટ અને સીમ્પ્સન ટેંક થઈ ટ્રેન માથેરાન બાઝાર પહોંચે છે.
૧૨ માઈલ પ્રતિ કલાકની ધીમી ગતિથી ચાલતી આ ગાડી પ્રવાસીને પ્રકૃતિઓનો આનંદ માણવાની પુરતી તક આપે છે.
ટચૂકડી ટ્રેનમાં જગ્યા ઓછી હોવાથી પ્રવાસી ધસારાના સમયમાં જગ્યા મળવાની શક્યતા ઘટી જાય છે.
નેરળ - હરદાલ ટેકરી - જુમ્માપટ્ટી - ભેક્રા - માઉન્ટ બેરી- પૅનોરમા પોઈન્ટ - સીમ્પસન પોઈન્ટ - માથેરાન બાઝાર.
પર્વતારોહીઓમાં માથેરાન ખૂબ પ્રિય છે. દસ્તૂરી ગેટ (માથેરાન કાર પાર્ક) નેરળ જંકશનથી ૮ કિમી દૂર છે. અને આ સ્થળને નેરળથી પણ જોઈ શકાય છે. ખેતરમાંથી ઝરણાઓ વહે છે. રસ્તાઓ દ્વારા કે પગદંડીઓ દ્વારા અહીં પહોંચી શકાય છે. પણ અહીં માર્ગદર્શક પાટીયા નહોવાથી સ્થાનીય લોકોને પૂછતા પૂછતા આગળ વધવું પડે છે.
પગપાળા રસ્તો ઘની જગ્યાએ ખેતરો, ઝરણા, રેલ્વે ના પાટાને પસાર કરતો સુંદર પૃષ્ઠ ભૂમિમાં આગળ વધે છે. પર્વતારોહીઓ વચ્ચે આવેલ જુમ્માપટ્ટી પર ભોજન લઈ શકે છે.અહીં સ્થાનીય લોકો દ્વારા ચલાવાતી ભોજન પીરસતી હાટડીઓ છે. પર્વતા રોહણનો બીજો ભાગ વધુ ચઢાણ ધરાવતો હોવાથી કપરો છે. રસ્તી ચાલતા ચાલતા તમે દસ્તૂરી ગેટ પહોંચશો ત્યાંથી આગળ કોઈ પણ સપાટી વગરનો કાચો રસ્તો શરૂ થાય છે. માથેરાનની અંદા દરેક રસ્તા પર સારી રીતે દિશા સૂચન કરેલ છે અને ત્યાં રખડવામાં તકલીફ નથી પડતી.
૨૦૦૧ની ભારતની વસતિ ગણતરી અનુસાર[૩], માથેરાનની વસતિ ૫૧૩૯ હતી. તેમાં ૫૮% પુરુષો અને ૪૨% સ્ત્રીઓ છે. માથેરાનની સાક્ષરતા ૭૧% છે જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% વધુ છે. પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૫% અને સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ૬૬% છે. માથેરાનમાં ૧૧% વસતિ ૬ વર્ષથી ઓછી ઉમરની છે.
માથેરાનમાં કુલ મળી ૨૮ પોઈન્ટ છે, જે પૈકી ૨ તળાવ, ૨ ઉદ્યાન અને ૪ મુખ્ય ધાર્મિક સ્થાનકો અને એક રેસ કોર્સ છે. આ બધા સ્થળો પગપાળા ફરવા ૨-૩ દિવસ લાગે. પ્રવાસી ઘોડા પર પણ પ્રવાસ કરી શકે છે, પણ પ્રકૃતિનો પૂરો આનંદ માણવા પગપાળા ફરવું સલાહકારક છે. ઘોડા પર જતાં, પોઈન્ટ પર વધુ સમય ન ગાળી શકાય. દરેક પોઈન્ટ એક ખાસ દ્રશ્ય બતાવે છે માટે તે દરેકે જોવા જોઈએ. માત્ર લટાર મારવા ઘણા રસ્તાઓ પણ ઉપલબ્ધ છે.
માઉન્ટ બેરી: માઉન્ટ બેરી એક પ્રખ્યાત પ્રવાસી આકર્ષણ છે. તે માથેરાનથી એ ૫+ કિમી દૂર છે. અહીંથી નેરળનું વિહંગાવલોકન થઈ શકે છે. ધીમી ગતિએ સરકતી ટ્રેનનું દ્રશ્ય અહીંનું ખાસ આકર્ષણ છે. માથેરાનની ટોચ પણ અહીંથી જોઈ શકાય છે.
ચાર્લોટ લેક: આને શેરલોટ લેક પણ કહે છે. આ તળાવ માથેરાનનું એક નયન રમ્ય દ્રશ્ય પુરું પાડે છે. આ તળાવની જમણી તરફ પ્રાચીન પીસરનાથનું મંદિર છે. લુઈસા પોઈન્ટ અને એકો પોઈન્ટ તરીકે ઓળખાતા બે પીકનીક સ્પોટ તળાવની ડાબે આવેલા છે.
વરસાદી મોસમ માથેરાનની મુલાકાતે જવાનો સૌથી સુંદર સમય છે. પ્રવાસીઓ વહેતા ઝરણાં નું સુંદર દ્રશ્ય માણી શકે છે.
નીરીક્ષણ પોઈન્ટ: માથેરાનમાં લગભગ ર૮ નીરીક્ષણ પોઈન્ટ છે. અહીંથી પ્રવાસીઓ ખીણનું સુંદર દ્રશ્ય માણી શકે છે.
વેલી ક્રોસીંગ: હનીમુન પોઈન્ટ પર દોરડા પર વેલી ક્રોસીંગ ઉપલબ્ધ છે. તે ઘણી ભય જનક લાગે છે, પણ બે સુરક્ષા પટ્ટા અને પ્રશિક્ષિત સ્વયંસેવકોની લીધે તેમાં ભય જેવું નથી.