માથેરાન પર્વત રેલ્વે ૨ ફીટ (૬૧૦ મીમી) નેરો ગેજ ધરાવતી માથેરાન, મહારાષ્ટ્રમાં આવેલી રેલ્વે છે. આ રેલ્વે મધ્ય રેલ્વેના સંચાલન હેઠળ આવે છે. આ રેલ્વે કુલ ૨૧ કિમી (૧૩.૦૫ માઇલ) અંતર પશ્ચિમ ઘાટમાં નેરલથી માથેરાન સુધી મોટાભાગે જંગલ વિસ્તારમાં થઇને કાપે છે. યુનેસ્કો આ રેલ્વેને વિશ્વ ધરોહરની સ્થિતિ આપવાનું વિચારી રહી છે.[૧]
નેરલ-માથેરાન રેલ્વે માર્ગ ૧૯૦૧ થી ૧૯૦૭ની વચ્ચે અબ્દુલ હુસૈન આદમજી પીરભોય દ્વારા તેમના પિતા સર આદમજી પીરભોયની નાણાંકીય સહાયતાથી ₹ ૧૬ લાખ (US$ ૨૪,૦૦૦) ના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.[૨] સર આદમજી પીરભોય માથેરાનની અવારનવાર મુલાકાત લેતા હતા અને ત્યાં જવા માટેનું સરળ બનાવવા માટે રેલ્વે બાંધવા માંગતા હતા. હુસૈનની માથેરાન રેલ્વે યોજના ૧૯૦૦માં ઘડાઇ અને ૧૯૦૪માં બાંધકામ શરૂ થયું. આ રેલ્વેના મુખ્ય એન્જિનિયર બારસી રેલ્વેથી પ્રખ્યાત એડર્વડ કેલથ્રોપ હતા. ૧૯૦૭માં આ માર્ગ ખૂલ્લો મૂકવામાં આવ્યો. પહેલાં, રેલ્વેના પાટા ૧૪.૯ કિગ્રા/મી થી મુકવામાં આવ્યા હતા, પરંતુ હવે ૨૦.૮ કિગ્રા/મી પર છે. ચુસ્ત વળાંકો સાથેનો વળાંક ગુણોત્તર ૧:૨૦ (૫%) છે અને ઝડપ 12 km/h (7.5 mph) સુધીની મર્યાદિત છે.
આ માર્ગ ૨૦૦૫ના પૂરને કારણે નુકશાન પામ્યો હતો અને એપ્રિલ ૨૦૦૭ પહેલાં ખૂલ્લો મુકાવાની અપેક્ષા નહોતી.[૩] અપેક્ષાઓથી વિપરીત, સમારકામ કરેલ રેલ્વે માર્ગ ૫ માર્ચ ૨૦૦૭ના રોજ ખૂલ્લો મુકાયો હતો.[૪] ૧૫ એપ્રિલ ૨૦૦૭ ના રોજ આ રેલ્વે માર્ગના ૧૦૦ વર્ષ પૂરા થયા હતા.
ટ્રેન સેવા ચોમાસા દરમિયાન જુલાઇ થી ઓક્ટોબર મહિનાઓમાં[૫] ભૂસ્ખલનના ભયને કારણે બંધ રહે છે. ૨૦૧૨ની ચોમાસા ઋતુ દરમિયાન, મધ્ય રેલ્વેએ એર બ્રેકની ચકાસણી કરી હતી અને રેલ્વે સલામતી કમિશનની પરવાનગી મેળવીને સૌપ્રથમ વખત ચોમાસામાં ટ્રેન સેવા ચલાવી હતી.[૬] મધ્ય રેલ્વે ચોમાસા દરમિયાન બંધ થતી સેવાને ઘટાડીને ૧૫ જુલાઇથી ૧ ઓક્ટોબર સુધી કરવા માંગે છે.[૭]
નવેમ્બર ૨૦૧૨માં મધ્ય રેલ્વે એ સલૂન નામનો ખાસ ડબ્બો મૂક્યો હતો. આ સલૂનમાં સોફા અને બહારનુ દ્શ્ય દેખાડતા ટીવી છે. અગાઉ આ સલૂન માત્ર રેલ્વેના અધિકારીઓ માટે જ પ્રાપ્ત હતા.[૮][૯]
નેરલ-માથેરાન રેલ્વે | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
નેરલ લગભગ મુંબઈ અને પુણેની મધ્યમાં છે. 2 ft (૬૧૦ mm) નેરો ગેજ માર્ગ હરદલ ટેકરી સુધી બ્રોડ ગેજને સમાંતર ચાલે છે અને પછી માથેરાન તરફ પૂર્વમાં વળી જાય છે. રસ્તો અને રેલ માર્ગ જુમ્માપટ્ટી સ્ટેશન નજીક મળે છે. ભેખરા ખુંડ સુધી અલગ પડ્યા પછી માઉન્ટ બેરી પાસે તીવ્ર ચઢાણ જોવા મળે છે. અહીં ઘોડાની નાળ આકારનો રસ્તો ટ્રેનને પાછી જતી રોકવા માટે બંધાયો છે. ત્યાંથી એકાદ માઇલ જેટલા ઉત્તર તરફ ગયા પછી વન કીસ બોગદું આવે છે. વધુ બે સર્પાકાર માર્ગ પછી પેનોરમા પોઇન્ટ, સિમ્પસન ટેંક અને માર્ગ માથેરાનમાં પ્રવેશ કરે છે.
૨૧ કિમીની મુસાફરી પૂર્ણ થવામાં ૨ કલાક અને ૨૦ મિનિટ લાગે છે. રેલ્વે તંત્ર આ સમયગાળો ઘટાડીને ૧ કલાક ૩૦ મિનિટ કરવાની યોજના વિચારી રહી છે. નેરલમાં બ્રોડગેજનું સ્ટેશન પણ છે, જે મુંબઈ-પુને વચ્ચેના વ્યસ્ત માર્ગમાં આવે છે.
એડવર્ડ કેલથ્રોપે 0-6-0T નું ક્લેઇન-લિંડર એન્જિન સાથે નિર્માણ કર્યુું જેના કારણે પૈડાની ક્ષમતા સરળ બની અને તે ઓરેન્સ્ટિન & કોપ્પેલ દ્વારા પૂરા પાડવામાં આવ્યા. આ એન્જિન ૧૯૦૭થી ૧૯૮૨ સુધી ડિઝલ એન્જિન આવ્યા ત્યાં સુધી કાર્યરત રહ્યા. ૧૯૮૩ સુધીમાં બધાં વરાળ એન્જિનો નિવૃત્ત કરી દેવામાં આવ્યા. દાર્જીલીંગ હિમાલયન રેલ્વેના એન્જિનો નેરલ-માથેરાન માર્ગ પર ૨૦૦૧માં વરાળ ક્ષમતાની ચકાસણી કરવા મોકલવામાં આવ્યા હતા.[૧]
MHR ક્રમાંક | ISR ક્રમાંક | નિર્માણકર્તા | નિર્માણ ક્રમાંક | તારીખ | હાલનું સ્થળ |
---|---|---|---|---|---|
૧ | ૭૩૮ | ઓરેન્સ્ટિન & કોપ્પેલ | ૧૭૬૬ | ૧૯૦૫ | નેરલ |
૨ | ૭૩૯ | ઓરેન્સ્ટિન & કોપ્પેલ | ૨૩૪૨ | ૧૯૦૭ | દિલ્હી |
૩ | ૭૪૦ | ઓરેન્સ્ટિન & કોપ્પેલ | ૨૩૪૩ | ૧૯૦૭ | દક્ષિણ ટેન્ડેલ રેલ્વે |
૪ | ૭૪૧ | ઓરેન્સ્ટિન & કોપ્પેલ | ૧૭૬૭ | ૧૯૦૫ | માથેરાન |
ISR ક્રમાંક | વર્ગ | નિર્માણકર્તા | નિર્માણ ક્રમાંક | તારીખ | હાલની સ્થિતિ | નોંધ |
---|---|---|---|---|---|---|
૫૫૧ | NDM1A | સેવામાં | ૭ માર્ચ ૨૦૧૫થી અમન લોજ શટલ | |||
૫૦૦ | NDM1 | યુંગ (જર્મની) | ૧૨૧૦૮ | ૧૯૫૬ | અજ્ઞાત | કાલ્કા શિમલા રેલ્વેમાંથી |
૫૦૧ | NDM1 | યુંગ | ૧૨૧૦૯ | ૧૯૫૬ | સેવામાં | પહેલાં ક્રમાંક ૭૫૦ |
૫૦૨ | NDM1 | યુંગ | ૧૨૧૧૦ | ૧૯૫૬ | નિવૃત્ત | પહેલાં ક્રમાંક ૭૫૧ |
૫૦૩ | NDM1 | યુંગ | ૧૨૧૧૧ | ૧૯૫૬ | નિવૃત્ત | પહેલાં ક્રમાંક ૭૫૨ |
૫૦૪ | NDM1 | યુંગ | ૧૨૧૦૫ | ૧૯૫૬ | અજ્ઞાત | કાલ્કા શિમલા રેલ્વેમાંથી |
૫૦૫ | NDM1 | યુંગ | ૧૨૧૦૭ | ૧૯૫૬ | નિવૃત્ત | કાલ્કા શિમલા રેલ્વેમાંથી |
૫૦૫ | NDM1 | યુંગ | ૧૨૧૦૭ | ૧૯૫૬ | અજ્ઞાત | કાલ્કા શિમલા રેલ્વેમાંથી |
૬૦૦ | NDM6 | BHEL | ? | ૧૯૯૭ | સેવામાં | રેલવર્લ્ડ છબીઓમાં દ્રશ્યમાન |
૬૦૩ | NDM6 | સેવામાં | અમનલોજ શટલ પર ૭ માર્ચ ૨૦૧૫ના રોજ નોંધાયેલ |
હાલમાં NDM1 અને NDM6 શ્રેણીના એન્જિનો વપરાશમાં છે.