માધવ રામાનુજ | |
---|---|
![]() માધવ રામાનુજ, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, એપ્રિલ ૨૦૧૫ | |
જન્મ | માધવ ઓધવદાસ રામાનુજ ૨૨ એપ્રિલ ૧૯૪૫ પચ્છમ, અમદાવાદ |
વ્યવસાય | કવિ, લેખક, ચિત્રકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | ડિપ્લોમા ઇન આર્ટ્સ |
માતૃ શિક્ષણ સંસ્થા | શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ |
સમયગાળો | આધુનિક ગુજરાતી સાહિત્ય |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
જીવનસાથી | લલિતા |
સંતાનો | દિપ્તી[૨], નેહા[૩] |
સહી | ![]() |
વેબસાઇટ | |
madhavramanuj |
માધવ ઓધવદાસ રામાનુજ (૨૨ એપ્રિલ, ૧૯૪૫) ગુજરાતી કવિ અને ચિત્રકાર છે.[૪]
તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમમાં થયો હતો. ૧૯૭૩માં તેમણે અમદાવાદની સી.એન. કૉલેજ ઑફ ફાઇન આર્ટસમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમા ઑફ આર્ટ્સની પદવી મેળવી હતી. ૧૯૬૯માં અખંડ આનંદ સામયિકના તંત્રીવિભાગમાં, ૧૯૬૯થી ૧૯૭૦ દરમિયાન વોરા ઍન્ડ કંપનીના પ્રકાશન-માસિકપત્રિકાના સંપાદનવિભાગમાં અને ૧૯૭૦થી ૧૯૭૩ દરમિયાન આર. આર. શેઠની કંપનીના પ્રકાશનોના મુખ્યપૃષ્ઠચિત્રોના કલાકાર તરીકે કામગીરી બજાવી. ૧૯૭૩થી તેઓ સી.એન. ફાઇન આર્ટસ કૉલેજના ઍપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક હતા અને પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા.
તેઓ ગાંધર્વ સંગીત વિદ્યાલ ટ્રસ્ટ, અમદાવાદ અને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષપદે રહ્યા હતા. તેઓ દૂરદર્શન, અમદાવાદના સલાહકાર હતા.[૫][૬] અમદાવાદના ઇસ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરના તેઓ માનવ સંશાધન વિભાગના અધ્યક્ષ પદે કાર્ય કર્યું હતું. તેમણે ત્યાં કિડની સંબંધિત રોગોની જાગૃત્તિ માટે 'કિડની થિયેટર'ની સ્થાપના કરી હતી.[૧]
નેવું ઉપરાંત કાવ્યરચનાઓનાં સંગ્રહ તેમ (૧૯૭૨)માં મુખ્યત્વે પરાંપરિત લય-ઢાળોના આધારે લખાયેલી પ્રણય-વિરહ વગેરે ભાવોને નિરૂપતી ગીત-સ્વરૂપની કૃતિઓ છે. ગ્રામીણ-તળપદા ભાવો તથા રાધા-કૃષ્ણ જેવા પરિચિત સંદર્ભોની રજૂઆત થયેલી છે. ઉપરાંત સૉનેટ, ગઝલ, અછાંદસ, મુક્તક વગેરે સ્વરૂપની પણ કેટલીક રચનાઓ અહીં છે. અક્ષરનું એકાંત (૧૯૯૭) અને અનહદનું એકાંત (૨૦૧૩) એમના અન્ય કાવ્યસંગ્રહો છે. પિંજરની આરપાર (૧૯૯૦) અમદાવાદ પ્રાણીસંગ્રહાલયના સ્થાપક રૂબિન ડેવિડની આત્મકથનાત્મક નવલકથા છે. સુર્યપુરુષ (૧૯૯૭, ૧૯૯૯) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના જીવન આધારિત નવલકથા છે.
તેમણે પીઠી પીળી ને રંગ રાતો (૧૯૭૪) અને દેરાણી જેઠાણી (૧૯૯૯) ગુજરાતી ફિલ્મો માટે ગીતો લખ્યા હતા જેને રાજ્ય સરકારના પુરસ્કારો મળ્યા હતા.[૫]
રાગ-વૈરાગ (૨૦૦૦) અને અક્ષરનું અમૃત તેમના દ્વારા લિખિત નાટકો છે.[૫]
૨૦૧૨માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૧૬) પ્રાપ્ત થયા હતા.[૧][૫]