માધાપર (તા. ભુજ) | |||||||
— ગામ — | |||||||
માધાપરનો મુખ્ય દરવાજો
| |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°13′50″N 69°42′36″E / 23.230576°N 69.710026°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | કચ્છ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
26.67 square kilometres (10.30 sq mi) • 105.156 metres (345.00 ft) | ||||||
કોડ
|
માધાપર (તા. ભુજ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક અને મોટું ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
માધાપર કચ્છના ગુર્જર ક્ષત્રિયો વડે સ્થાપિત ૧૮ ગામોમાંનું એક છે. ૧૨મી સદી દરમિયાન ગૂર્જર ક્ષત્રિય સમુદાયના ઘણાં લોકો ધાણેટી ગામમાં સ્થાયી થયા અને પછી અંજાર અને ભુજ વચ્ચેના ગામોમાં વસ્યા.[૨][૩][૪][૫] માધાપરનું નામ માધા કાનજી સોલંકી પરથી પડ્યું છે જે ધાનેતીમાંથી માધાપરમાં ૧૪૭૩-૧૪૭૪માં (વિ.સ. ૧૫૨૯) વસ્યા હતા.[૬] માધા કાનજી એ સોલંકી વંશના હેમરાજ હરદાસની ત્રીજી પેઢીના વંશજ હતા, જેઓ હાલાર વિસ્તારમાંથી ધાનેતીમાં વસ્યા હતા અને ત્યાંથી માધાપર આવ્યા હતા.[૭] આ શરૂઆતનું માધાપર અત્યારે જૂના વાસ તરીકે ઓળખાય છે. તેમના વ્યવસાયને કારણે આ ક્ષત્રિયો પછીથી મિસ્ત્રી તરીકે ઓળખાવા લાગ્યા. તેમણે જૂના વાસની સ્થાપના કરી અને શરૂઆતના વિકાસ, મંદિરો અને કચ્છના શરૂઆતના બાંધકામમાં અગત્યનો ફાળો આપ્યો હતો.
પટેલ કણબી સમુદાયના લોકો ૧૫૭૬ની સાલમાં વસ્યા હતા. નવા વાસની સ્થાપના આશરે ૧૮૫૭માં થઇ હતી, જે સમય દરમિયાન માધાપર ગીચ બન્યું અને કણબી અને સમુદાયના લોકોની સંખ્યા વધી અને તેઓ સમૃદ્ધ બન્યા.[૮]
૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન માધાપર ગામની ૩૦૦ મહિલાઓએ હવાઇ પટ્ટીના સમારકામમાં અગત્યનો ભાગ ભજવીને માત્ર ૩ દિવસમાં પુન:નિર્માણ કરી હતી. તેમના સન્માનમાં અહીં વીરાંગના સ્મારક બનાવવામાં આવ્યું હતું.[૯]
૨૦૦૧ના ધરતીકંપ દમિયાન આ ગામને બહુ અસર થઇ નહોતી. જોકે, જૂના વાસના કેટલાંક સદીઓ જૂનાં મકાનો નુકશાન પામ્યા હતા.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |