૨૦૨૧માં અમદાવાદમાં એક પ્રેક્ટિસ સેશન સમયે માના | |||||||||||||||||||||||||||||||||||||||||||
વ્યક્તિગત માહિતી | |||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
National team | India | ||||||||||||||||||||||||||||||||||||||||||
જન્મ | 18 March 2000 | ||||||||||||||||||||||||||||||||||||||||||
Sport | |||||||||||||||||||||||||||||||||||||||||||
દેશ | India | ||||||||||||||||||||||||||||||||||||||||||
રમત | તરણ | ||||||||||||||||||||||||||||||||||||||||||
Event(s) | બેકસ્ટ્રોક | ||||||||||||||||||||||||||||||||||||||||||
Achievements and titles | |||||||||||||||||||||||||||||||||||||||||||
Personal best(s) |
| ||||||||||||||||||||||||||||||||||||||||||
Medal record
|
માના પટેલ (જન્મ: ૧૮ માર્ચ ૨૦૦૦) [૧] અમદાવાદ, ગુજરાતના ભારતીય બેકસ્ટ્રોક સ્વીમર (તરણવીર) છે.
તેઓ સાત વર્ષના હતા ત્યારે તેમણે તરવાનું શરૂ કર્યું.[૨]
તેઓ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય મહિલા તરવૈયા બન્યા, તેમણે ૧૦૦ મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં ભાગ લીધો હતો.[૩] ૨૦૧૯ માં તેમને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને ૨૦૨૧ વર્ષની શરૂઆતમાં જ તેણે તરવામાં પુનરાગમન કર્યું હતું.[૩]
જ્યારે તેઓ ૧૩ વર્ષના હતા, ત્યારે ૪૦ મી જુનિયર નેશનલ એક્વેટિક્સ ચૅમ્પિયનશિપ હૈદરાબાદ ખાતે ૨૦૦ મી બેકસ્ટ્રોક માં ૨.૨૩.૪૧ સેકન્ડ લઈ તેમણે શિખા ટંડનનો ૨૦૦૯નો એશિયન એજ ગ્રુપ ચેમ્પિયનશિપ, ટોક્યોનો, ૨.૨૬.૪૧ સેકન્ડનો રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો હતો.[૨] તેમણે નેશનલ ગેમ્સમાં પણ ૫૦ મીટર બેકસ્ટ્રોક અને ૨૦૦ મીટર બેકસ્ટ્રોકમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. તેમણે ૬૦ મી નેશનલ સ્કૂલ ગેમ્સ (૨૦૧૫) માં ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને બેકસ્ટ્રોકમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે. તેમણે, રાશી પટેલ, ગીતાંજલિ પાંડે અને દિલપ્રીત કૌરે સાથે મળીને ૬૦મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ૪ X ૧૦૦ મીટર ફ્રી-સ્ટાઇલ રિલેમાં રજત ચંદ્રક જીત્યો હતો.[૪]
તેઓ ૨૦૧૫ માં ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ માટે પસંદગી પામ્યા હતા.[૨] તેમણે ૫૦ મીટર, ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર બેકસ્ટ્રોકમાં રજત પદક જીત્યા હતા; ૫૦ મીટર ફ્રી સ્ટાઇલમાં કાંસ્ય, ૪ × ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ રિલે; ૧૨ મી સાઉથ એશિયન ગેમ્સ (2016) માં ૪ × ૧૦૦ મીટર મેડલી રિલેમાં સુવર્ણ પદકો જીત્યા હતા.[૧]
૭૧ મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ - ૨૦૧૮ માં તેમણે ૩ સુવર્ણ ચંદ્રકો જીત્યા.[૫]
બેંગલુરુમાં યોજાયેલી ૧૦ મી એશિયન એજ-ગ્રુપ ચેમ્પિયનશિપ - ૨૦૧૯ માં તેમણે છ પદકો (૧ સુવર્ણ, ૪ રજત, ૧ કાંસ્ય) જીત્યા હતા.[૬] [૭]
તેણે અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં કોમર્સનો અભ્યાસ કર્યો છે.[૨] તેમને ગુજરાત વિદ્યાપીઠ સ્વિમિંગ સેન્ટરમાં કમલેશ નાણાવટી દ્વારા કોચિંગ આપવામાં આવી હતી.[૮] [૯] તે હાલમાં મુંબઈના ગ્લેનમાર્ક એક્વાટિક ફાઉન્ડેશનમાં કોચ પીટર કાર્સવેલ હેઠળ ટ્રેનિંગ લે છે.