મામૂટી | |
---|---|
જન્મ | ૭ સપ્ટેમ્બર ૧૯૫૧ Chandiroor |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ચલચિત્ર નિર્માતા, ટેલિવિઝન નિર્માતા |
વેબસાઇટ | http://www.mammootty.com/ |
મામૂટી (મલયાલમ: മമ്മൂട്ടി) કે મુહમ્મદ કુટ્ટી ૭ સપ્ટેમ્બર, ૧૯૫૧ના રોજ જન્મેલા એક પુરસ્કાર વિજેતા ભારતીય અભિનેતા છે.
મામૂટી મુખ્યત્વે મલયાલમ ચિત્રપટમાં કામ કરે છે. લગભગ 25 વર્ષથી વધુ વિસ્તરેલી તેમની કારકિર્દીમાં, તેમણે મુખ્ય અભિનેતા તરીકે 300થી વધુ ચલચિત્રોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે [૧]અને મુખ્ય કલlકાર અને સlથી કલlકાર તેમ બંને પ્રકારના ચિત્રપટમાં સફળ નિવડ્યા છે.[૨] lead actorમુખ્ય અભિનેતા મામૂટીને તેના અભિનય માટે ઘણા અગ્રણી પુરસ્કારો મેળવ્યા છે. જેમાં શ્રેષ્ઠ અભિનેતાની કક્ષામાં ત્રણ નેશનલ એવોર્ડ્સ, ચાર સ્ટેટ એવોર્ડ્સ અને આઠ ફિલ્મફેર એવોર્ડ્સનો સમાવેશ થાય છે. 1998માં, ભારત સરકારે ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને પદ્મ શ્રીથી સન્માનિત કર્યા હતા. મામૂટી મલયાલમ કોમ્યુનિકેશન્સના પણ ચેરમેન છે. જે કૈરાલિ ટીવી, પીપલ ટીવી અને વી ટીવી જેવી મલયાલમ ટીવી ચેનલનું સંચાલન કરે છે.[૩] પોતાના વાચકો પર કરેલા એક સર્વેક્ષણમાં વનિતા મેગેઝિને મામૂટીને સૌથી વધુ કામુક આકર્ષણ ધરાવતા અભિનેતા તરીકે પસંદ કર્યા હતા.[૪] મામૂટીએ સમગ્ર કેરાલામાં લોકોપયોગી કાર્યોને ઉત્તેજન આપ્યું હતું અને તેઓ અક્ષ્ય પ્રોજેક્ટના ગુડવિલ એમ્બેસેડર છે.[૫]
મામૂટી 7મી સપ્ટેમ્બર, 1953ના રોજ ભારતના અગાઉના રાજ્ય ત્રાવણકોર-કોચિનના કોટ્ટાયમ જિલ્લાના વૈકોમમાં એક મધ્યમવર્ગીય મુસ્લિમ કુટુંબમાં એક ખેડૂત, ઇસ્માઇલ અને એક ગૃહિણી, ફાતિમાને ત્યા જન્મ્યા હતા. તેમના અન્ય ભાઈ-બહેન સાથે તેઓ વૈકોમન ચેમ્પુમાં મોટા થયા હતા. તેમણે તેમનું ઉચ્ચ શાળાકીય શિક્ષણ (પ્રિ ડીગ્રી) કોચીની મહારાજાસ કોલેજ ખાતે મેળવ્યું હતું અને ત્યારબાદ તેમણે એર્નાકુલમની ગવર્નમેન્ટ કોલેજમાં વકીલ તરીકે નો અભ્યાસ કર્યો હતો. તેમણે બે વર્ષ સુધી મંજેરીમાં વકીલ તરીકે ની પ્રેક્ટિસ પણ કરી હતી. તેઓ 1980માં સુલ્ફાથને પરણ્યા હતા અને તેમને એક પુત્રી, સુરૂમી અને એક પુત્ર, ડલ્કાર સલમાન છે.[૨]
મામૂટીએ કે.એસ. સેતુમાધવન દ્વારા દિગ્દર્શીત ફિલ્મ અનુભવંગલ પાલીચકલ માં વર્ષ 1971માં પ્રથમ વાર સિનેમામાં અભિનય કર્યો હતો. આમ છતાં, તેમની ભૂમિકાની કદર કરવામાં આવી ન હતી.[૬] તે સમયે તેઓ મહારાજાસ કોલેજના વિદ્યાર્થી હતા. 1973માં, તેમને કે. નારાયણન દ્વારા દિગ્દર્શીત એક પ્રેમ નાઝિર ફિલ્મ કલાચંદ્રમ માં બીજી ભૂમિકા મળી.
તેમની વ્યાવસાયિક ફિલ્મી કારકિર્દી 1979માં શરૂ થઇ, જ્યારે તેમણે દેવલોકમ માં પ્રથમ મુખ્ય ભૂમિક ભજવી,[૭] જેનું દિગ્દર્શન અનુભવી એમ.ટી. વાસુદેવન નાયરે કર્યું હતું. આમ છતાં, આ ફિલ્મ ક્યારેય રજૂ થઇ ન હતી.
એમ.ટી. વાસુદેવન નાયર દ્વારા લિખીત અને એમ. આઝાદ દ્વારા દિગ્દર્શીત ફિલ્મ વિલકનુન્દુ સ્વપ્નાગલ મામૂટીની પ્રથમ જાણીતી ફિલ્મ હતી. કે.જી. જ્યોર્જ દ્વારા દિગ્દર્શીત મેલા માં તેમની ભૂમિકા કે જેમાં સર્કસના પ્રદર્શનકારનું પાત્ર ભજવ્યું હતું અને આઇ.વી. સસી દ્વારા દિગ્દર્શીત થ્રીષ્ણા થી તેમણે એક નાયક તરીકે તેઓ લોકોના ધ્યાનમાં આવ્યા. 1982માં, કે.જી. જ્યોર્જ દ્વારા દિગ્દર્શીત સંશોધનાત્મક રોચક યવનિકા માં (1982) તેમણે ભજવેલી પોલિસ ઓફિસરની ભૂમિકા એક એવા વલણની શરૂઆત હતી જ્યારે મામૂટીએ ઘણી એક્શન ફિલ્મો અને સંશોનાત્મક રોચક ફિલ્મોમાં કડક પોલિસની ભૂમિક ભજવી હતી.[૮]
1981માં, અહિંસા માં તેમના દેખાવ માટે તેમણે શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે પ્રથમ સ્ટેટ પુરસ્કાર મેળવ્યો. 1982-1984ના સમયગાળામાં, મામૂટી મુખ્ય પ્રવાહની મલયાલમ ફિલ્મોમાં વ્યાપારિક રીતે સંભવિત હીરો તરીકે ઉભરી આવ્યા. પદ્મરાજનની કૂડેવિડે અને જોશીની આ રાત્રી બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. એમ.ટી. માધવન નાયર દ્વારા લખાયેલી આલકૂઠાથીલ થાનિયે અને આદિયોઝુક્કુકલ જેવી ફિલ્મોમાં તેમના અભિનયે તેને મહત્ત્વનો અભિનેતા સ્થાપિત કર્યો.[૯] . 1982થી 1986ના પાંચ વર્ષના ગાળામાં મામૂટીએ અભિનેતા તરીકે 150થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.[૧૦] આઇ.વી. સસી દ્વારા દિગ્દર્શીત અને એમ.ટી. દ્વારા લખાયેલી આદિયોઝુક્કુકલ ફિલ્મમાં તેની કરૂણન તરીકેની ભૂમિકાને કારણે તેમને શ્રેષ્ઠ અભિનેતાની કક્ષામાં સ્ટેટ એવોર્ડ અને ફિલ્મફેર પુરસ્કાર મળ્યા. બાલુ મહેન્દ્ર દ્વારા દિગ્દર્શીત યાત્રા ફિલ્મમાં તેમણે ભજવેલા ફોરેસ્ટ ઓફિસરના પાત્ર માટે તેમને સ્ટેટ સ્પેશિયલ જ્યૂરી પુરસ્કાર અને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. 1985માં, જોષી દ્વારા દિગ્દર્શીત અને ડેનિસ જોસેફ દ્વારા લખાયેલી નિરાક્કોટ્ટુ માં રવિ વર્મા તરીકેની તેમની ભૂમિકાને સારો આવકાર મળ્યો હતો અને તેણે બોક્સ ઓફિસ પર ઇતિહાસ સર્જ્યો હતો. મામૂટીએ ન્યૂ દિલ્હી અને થાનીયવર્થનમ સાથે ફરી પ્રવેશ કર્યો હતો, જે બંને ફિલ્મો 1987માં રજૂ થઇ હતી. એક અભિનેતા તરીકેના તેમના જીવનમાં ન્યૂ દિલ્હી સૌથી મહત્વની ફિલ્મ હતી.[૧૧] આ ફિલ્મ મોટેભાગે ઇરવિંગ વોલેસ દ્વારા રચિત નવલકથા "ધી અલમાઇટી" પર આધારિત હતી.[૧૨]
1988માં મામૂટીએ ઓરૂ સીબીઆઇ ડાયરી કુરિપ્પુ સાથે મલયાલમ સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી હિટ ફિલ્મ આપી. ઓરૂ સીબીઆઇ ડાયરી કુરિપ્પુ એ કેરળ અને તમિલનાડુંના બોક્સ ઓફિસ પર ઇતિહાસ સર્જ્યો હતો. પ્રથમ સીબીઆઇ ફિલ્મ ઓરૂ સીબીઆઇ ડાયરી કુરિપ્પુ ની સફળતા બાદ, વધુ ત્રણ મૃત્યુની રોચક સિક્વલ્સ સમાન પ્રકારની ભૂમિકાઓ સાથે જગ્રાતા (1989), સેતુરામ ઐયર સીબીઆઇ (2004) અને નારરિયાન સી.બી.આઇ. (2005) પ્રસ્તુત કરવામાં આવી, જે બધી જ વાર્તા એસ.એન. સ્વામી દ્વાર લખવામાં આવી હતી તેમજ કે. મધુએ તેનું દિગ્દર્શન કર્યું હતું. આત્મચરિત્રાત્મક તત્વો સાથેની એમ.ટી. વાસુદેવન નાયરની બે ફિલ્મોમાં મામૂટીએ અભિનય કર્યો હતો. જેમાંથી એક આઇ.વી. સસી દ્વારા દિગ્દર્શીત અક્ષરાંગલ અને બીજી હરિકુમાર દ્વારા દિગ્દર્શીત સુકૃતમ હતી. મામૂટીએ ઓરૂ વડક્કન વીરગાથા માં પોતાની કારકિર્દીમાં સફળતાની ટોચ સર કરી; જે ફિલ્મ ટી. હરિહરને દિગ્દર્શીત કરી હતી અને એમ.ટી. વાસુદેવન નાયરે લખી હતી. આ ફિલ્મની ભૂમિકાએ તેને શ્રેષ્ઠ અભિનેતા માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતાવી આપ્યો. મામૂટીને તેની ફિલ્મની ભૂમિકા માટે આલોચનાપૂર્વકની સમીક્ષા કરી હતી. અદૂર ગોપાલક્રિષ્નન દ્વારા દિગ્દર્શીત મથિલુકાલ માં મામૂટીની ભૂમિકાને પણ પુરસ્કાર માટે ધ્યાનમાં લેવામાં આવી હતી. આઇ.વી. સસી દ્વારા દિગ્દર્શીત ફિલ્મ મૃગયા માં હન્ટર વરૂન્ની તરીકેની તેમની ભૂમિકા અને અન્ય ફિલ્મ મહાયાનમ પણ રાજ્ય પુરસ્કારો માટે યાદીમાં સ્થાન પામી હતી. ભરતન દ્વારા દિગ્દર્શીત અમરમ માટે મામૂટીને ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. આ સમય દરમિયાન, મામૂટી અદૂર ગોપાલક્રિષ્નન દ્વારા દિગ્દર્શીત ઘણી ફિલ્મોમાં આવ્યા હતા. તેની ત્રણ ફિલ્મો, અનંતરમ ('થેન્સફોર્થ'), મથિલુકાલ ('વોલ્સ') અને વિધેયન ('ધી સર્વાઇલ')માં ભૂમિકા ભજવી હતી. મથિલુકાલ માં તેની આગેવાન તરીકેની ભૂમિકા (જાણીતા મલયાલમ નવલકથાકાર વૈકોમ મહોમ્મદ બશીરની 'મથિલુકાલ' પર આધારિત) તેના શ્રેષ્ઠ અભિનેતા માટેના પ્રથમ નેશનલ ફિલ્મ પુરસ્કાર મેળવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. મામૂટીએ અદૂર ગોપાલક્રિષ્નનની વિધેયન અને ટીવી ચન્દ્રનની પોન્થન મેડા માં પણ ભૂમિકા ભજવી હતી. આ બંને ફિલ્મોમાં ભૂમિકા માટે તેમણે શ્રેષ્ઠ અભિનેતા માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને સ્ટેટ એવોર્ડ મેળવ્યા. કોચિન હનીફા દ્વારા દિગ્દર્શીત વાત્સલ્યમ માં તેમની ભૂમિકાને પણ સ્ટેટ એવોર્ડ માટે ધ્યાનમાં લેવામાં આવી હતી. રેનજી પાનીકર દ્વારા લિખીત વર્ષ 1995માં રજૂ થયેલી ધ કિંગ નું દિગ્દર્શન શજી કૈલાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
આંબેડકરના જીવન પર બનેલી અને જબ્બાર પટેલ[૧૩] દ્વારા દિગ્દર્શીત અંગ્રેજી ભાષાની ફિલ્મ ડો બાબા સાહેબ આંબેડકર માટે મામૂટીએ ત્રીજો શ્રેષ્ઠ અભિનેતા માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. આ ફિલ્મ નેશનલ ફિલ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી હતી. [૧૪]
જબ્બાર પટેલ આંબેડકર અને મામૂટી પર ટિપ્પણીઓ:
Anyone who has seen the film will agree that Dr Ambedkar could not have been possible without Mammootty. How did the filmmaker settle on him? I was making a film in English and I went all around the world, met and saw actors in Canada, United States and United Kingdom. Physically, many actors in America came close but I was not sure about how they would portray the whole sensibility and inner turmoil. I was also not happy about the gestures. I had shortlisted 2-3 people and knew that it would be troublesome as I would have to get them here and train them. So I was not really happy. Then I decided to do something about Mammootty, who was hiding in my mind for a very long time.
2000ના દાયકાના પ્રારંભમાં રજૂ થયેલી મામૂટીની વ્યાપારી ફિલ્મોમાં ક્રોનિક બેચેલર (2003) અને સેતુરામ ઐયર સીબીઆઇ (2004)નો સમાવેશ થાય છે. કાય્ચા માં ઓપરેટર માધવન ની ભૂમિકા માટે મામૂટીએ સ્ટેટ બેસ્ટ એક્ટર એવોર્ડ જીત્યો હતો. પ્રથમ વાર ફિલ્મનું સર્જન કરનાર દિગ્દર્શક અનવર રશીદની રાજામનીક્યમ મલયાલમ સિનેમાની સર્વ સમયની સૌથી સફળ ફિલ્મ ગણાય છે.[૧૫] 2006માં, મામૂટીએ થુરૂપ્પુગુલન માં ભૂમિકા ભજવી જેમાં તેમનું પાત્ર ગુલન બાળકોમાં ખૂબ જાણીતુ બની ગયુ અને આ પાત્રને આધારે કિડ્સ કોમિક્સ દ્વારા 'સુપર ગુલાન' નામના કાર્ટુનની શ્રેણીની શરૂઆત કરવામાં આવી હતી.[૧૬]
મામૂટીની એક્શન કોમેડી ફિલ્મ માયાવી વર્ષ 2007ની સૌથી કમાણી કરનારી ફિલ્મ હતી. શ્યામપ્રસાદની ઓરે કડલ (2007)માં તેમણે ડો. નાથનનું પાત્ર ભજવ્યું હતું.
2008માં, મામૂટીની અન્નાન થમ્બી સમગ્ર રાજ્યના 75 કેન્દ્રો પર રજૂ થઇ હતી અને આશરે 61 કેન્દ્રોમાં 50 દિવસ પૂર્ણ કર્યા હતા. આ ફિલ્મ રાજમનીક્યમના વિક્રમોને પાર કરીને મલયાલમમાં સૌથી વધુ સફળ ફિલ્મ તરીકે ઉભરી આવી હતી.[૧૭]
મામૂટી એ મલયાલમનો એક માત્ર અભિનેતા એવો છે કે જે મલયાલમની ફિલ્મો સિવાય પણ પોતાના પ્રસંશકો ધરાવે છે. તેઓ તમિળ ફિલ્મોમાં પણ જાણીતા છે. મામૂટીએ ઘણી બિન મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, જેમાં તમિળ, તેલુગુ, હિન્દી અને અંગ્રેજી ફિલ્મોનો સમાવેશ થાય છે. 1989માં, કે. મધુ દ્વારા દિગ્દર્શીત મૌનમ સમ્મથમ નામની તમિળ ફિલ્મમાં પ્રથમ વખત અભિનય કર્યો. તેમણે ફિલ્મ ઉદ્યોગના અગ્રણી દિગ્દર્શકો કે. બાલાચંદર (અઝાગન) અને મણી રત્નમ (થાલાપથી)ની ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. તમિળ સુપરસ્ટાર રજનીકાન્ત સાથેની થાલાપથી ની તેની ભૂમિકાએ તેને તમિળ ચાહકોમાં પણ માનીતો બનાવી દીધો[સંદર્ભ આપો]. ફઝિલ દ્વારા દિગ્દર્શીત કિલીપ્પેચુ કેક્કાવા (1993)માં મામૂટીએ રોમેન્ટિક હીરોની અસામાન્ય ભૂમિકા ભજવી[સંદર્ભ આપો]. 1995માં મામૂટીએ આર.કે. સેલ્વામણી દ્વારા દિગ્દર્શીત મકક્લ અટાચી [સંદર્ભ આપો]ના રૂપમાં આશ્ચર્યજનક બ્લોકબસ્ટર આપી. રાજિવ મેનન દ્વારા દિગ્દર્શીત કન્ડુકોન્ડેઇન કન્ડુકોન્ડેઇનમાં, ઐશ્ચર્યા રાય સામેની તેમની કેપ્ટન બાલા તરીકેની ભૂમિકા ખૂબ ધ્યાનાકર્ષક હતી[સંદર્ભ આપો]. એન. લિંગાસ્વામી દ્વારા દિગ્દર્શીત આનન્દમ માં મામૂટી એ કૌટુંબિક વ્યક્તિની ભૂમિકામાં હતા.
મામૂટીએ તમિળમાં કેટલીક ભૂલવાયોગ્ય ફિલ્મોમાં કામ કર્યું છે. પુથાયલ (1996) (ટ્રેઝર હન્ટ પરની ફિલ્મ), જૂનીયર-સિનીયર (2002) (એક પ્રણય ત્રિકોણ), વિશ્વતુલસી (2004) (એક પરિપક્વ પ્રેમ કથા)માં ખૂબ અસરકારક કલાકારોને લેવામાં આવ્યા હતા, પરંતુ બધી ફિલ્મો સામે વ્યાપારી અવરોધો હતા.
તેમની તમિળમાં ડબ થયેલી ઘણી મલયાલમ ફિલ્મોએ કોલિવુડમાં ઇતિહાસ રચ્યા હતો. "ઓરૂ સીબીઆઇ ડાયરી કુરિપ્પુ" ચેન્નાઇ શહેરમાં 200 દિવસ સુધી ચાલી હતી. આ પ્રકારની ફિલ્મોમાં હિટલર ધી ગ્રેટ, કિંગ ધી ગ્રેટ, નારિ, મક્કલ થાલાપથી, માનિક ભાષા, રાયામનિક્કમ વગેરેનો સમાવેશ થાય છે.
તેમણે [1989]માં થ્રીયાત્રી દ્વારા હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. આમ છતાં, નાયક તરીકેની તેની પ્રથમ બોલિવુડ ફિલ્મ ધરતીપુત્ર પર કોઇનું ધ્યાન ગયું ન હતું. જબ્બાર પટેલ દ્વારા દિગ્દર્શીત ડો. બાબાસાહેબ આંબેડકર પરની આત્મચરિત્રાત્મક ફિલ્મ સાથે તેમણે રાષ્ટ્રીય કક્ષાએ ઓછાવત્તા અંશે પોતાની ઓળખ ઉભી કરી હતી. મામૂટીની સો જૂઠ એક સચ ફિલ્મ દ્વારા તેમને સારો આવકાર મળ્યો હતો, પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મ સારી ચાલી ન હતી. મામૂટીની તેલુગુ ફિલ્મ સ્વાતિ કિરનમને પણ ચાહકો અને વિવેચકોનો તરફથી સારો આવકાર મળ્યો હતો.
મથિલુકાલ ('ધી વોલ્સ') ફિલ્મ લગભગ 40 આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવોમાં દર્શાવવામાં આવી હતી, જેની શરૂઆત વેનિસથી થઇ હતી. ફિલ્મના દિગ્દર્શક, અદૂર ગોપાલક્રિષ્નને જણાવ્યુ:
Among my films, it is Mathilukal which has invited the maximum number of international honors. The sincere co-operation by Mammootty, the actor has played a major role in the success of the movie".
વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ ખાતે આ ફિલ્મને સારો આવકાર મળ્યો અને તેણે 1990માં ચાર પુરસ્કાર મળ્યા.
મલયાલમ લેખક પૌલ ઝચરિયાહની નવલકથા ભાસ્કરા પટ્ટેલારૂમ એન્ટે જીવિથવુમ પર આધારિત ફિલ્મ વિધેયન માં તેમણે દક્ષિણ કર્ણાટકના વાતાવરણમાં મુખ્ય નોકરની ભૂમિકાનું વર્ણન કર્યું હતું. આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ રોટ્ટેરડેમ ખાતે નેટવર્ક ફોર ધી પ્રમોશન ઓફ ધી એશિયન સિનેમા (NETPAC) પુરસ્કાર જીત્યો હતો. આ ઉપરાંત તેને મેનહેઇમ-હિડલબર્ગ આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ઇન્ટરફિલ્મ પુરસ્કાર સાથે ઓનરેબલ મેન્શન મળ્યું હતું.
2006માં દૂબઇ ખાતે યોજાયેલા આઇફા પુરસ્કાર સમારંભ દરમિયાન તેમના અવલોકનોએ પત્રકારો અને જનતાને આકર્ષ્યા હતા.[૧૮] . તેમણે દક્ષિણ ભારતીય ફિલ્મોને અવગણવા બદલ આઇફા પુરસ્કારોના આયોજનકર્તાઓને જાહેરમાં વખોડી કાઢ્યા હતા. મામૂટીએ એવું સૂચન કર્યું હતું કે બોલિવુડ ફિલ્મ ઉદ્યોગ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ સામે સ્પર્ધા કરવા માટે ઉભી થઇ છે. તેમણે પહેલા તેને આંતરરાષ્ટ્રીય ગણાવી હતી.[૧૯] તેમણે ટિપ્પણી કરી કે:
Indian cinema is not just Bollywood, and Hindi is not the only language. Why should our films be called South Indian cinema instead of being under the banner of Indian films?
મામૂટી જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાના હેતુ ધરાવતા અડધા ડઝનથી વધારે લોકપયોગી પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા હતા. [૨૦]
મામૂટી એ કેન્સર ધરાવતા દર્દીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાના હેતુથી રચવામાં આવેલી કેરળ સ્થિત [૨૧]સખાવતી સંસ્થા પેઇન એન્ડ પેલિએટીવ કેર સોસાયટીના પેટ્રન છે. ભારતના કોઝિકોડ ખાતે આવેલા પેઇન એન્ડ પેલિએટીવ કેર સેન્ટરના તેઓ ખૂબ મહત્વના ભાગ બની રહ્યા છે.[૨૨] હજારો લોકો આ સંસ્થા દ્વારા પૂરા પાડવામાં આવતા લાભ મેળવી રહ્યા છે. મામૂટીએ સમગ્ર કેરળના કેન્સરથી પિડાતા દર્દીઓને પેઇન એન્ડ પેલિએટીવ કેર પૂરી પાડવા માટે નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.[૨૩]
મામૂટી જીવન જ્યોતિના પ્રચારક છે, જે કોઇ પણ આંખોને લગતા રોગ, હદય રોગ (કાર્ડિયાક), હાડકા સંબંધિત રોગો, પેટના રોગો, આંખના રોગો અને હિમોફિલીયા રોગો તથા ઇએનટી રોગો જેવા બધા જ પ્રકારના રોગોની સારવાર લેવા ઇચ્છતા લોકોને સેવા આપવાનો હેતુ ધરાવતો સામાજિક કાર્યોનો પ્રોજેક્ટ છે.[સંદર્ભ આપો]
મામૂટી સખાવતી પ્રોજેક્ટ સ્ટ્રીટ ઇન્ડિયા ચળવળના ગુડવિલ એમ્બેસેડર છે, જે ભીખ માગતા બાળકો અને બાળ મજૂરીને સંપૂર્ણ રીતે દૂર કરવાનો હેતુ ધરાવે છે. તેમણે આ ચળવળની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું હતું, જે અનાથાલયો અને બાળકોની સંભાળ રાખતી સંસ્થાઓ વચ્ચે કડીનું કામ કરે છે.[૨૪]
કાય્ચાએ સમાજના તરછોડાયેલા અને નીચલા વર્ગના લોકોને આંખની સંભાળ અને સારવારની વિનામૂલ્યે સેવા આપે છે. ભારતની આ પ્રથમ પ્રકારની સંસ્થા છે, જે અભિનેતાના પ્રસંશકો દ્વારા ચલાવવામાં આવે છે. કાય્ચા 06-07,[૨૫] લિટલ ફ્લાવર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર અને આઇ બેન્ક એસોશિએશન ઓફ કેરાલાના સહયોગથી મામૂટી ફેન્સ વેલ્ફેર એસોશિએશન એન્ડ મામૂટી ટાઇમ્સ દ્વારા ચલાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ, આશરે 10,000 લોકો આંખની વિનામૂલ્યે સારવાર મેળવશે અને 1000 ગરીબ દર્દીઓ લિટલ ફલાવર હોસ્પિટલ, એન્ગામાલિ ખાતે કોન્ટ્રેક્ટ સર્જરીઝ કરાવવાની તક મળશે. પ્રત્યેક સર્જરીની વાસ્તવિક કિંમત રૂ. 8000ની આસપાસ થાય છે. આ ઉપરાંત, સર્જરી માટે પસંદ થયેલા બધા જ લાયક દર્દીઓને વિનામૂલ્યે રહેવાની, ખોરાક, દવા અને ભાડાની સવલત આપવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં સમાજમાં બાળપણના અંધાપાને રોકવા માટેના વિવિધ કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે. તે સાથે મુખ્ય પ્રવૃત્તિઓમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના કુટુંબોના બાળકોને મફ્ત ચશ્માના વિતરણનો સમાવેશ થાય છે. ભારતના રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા આપવામાં આવતા વિશેષ ભંડોળનો ઉપયોગ આ હેતુ માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સાથે સંબંધિત વિવિધ સ્થાનો પર વિનામૂલ્ય આંખના કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.[૨૬]
ઓણમ 2007 દરમિયાન, મામૂટીએ કોટ્ટાયમ જિલ્લામાં કાનજીરાપ્પાલ્લી નજીક પેરાથોડુમાં હજારો કુટુંબોમાં ખાદ્ય ચીજોનું દાન કર્યું હતું, જે ચિકુનગુનિયાથી ગ્રસ્ત થયેલું કેરળનું એક ગામ છે. રાજ્યમાં સૌથી વધારે રોગની અસર અને મોટા ભાગના મોત ની અસર આ ગામમાં થઇ હતી.[૨૭]
I decided to do this because the village has lost the maximum number of people to chikunguniya in the state this year. And this is not a publicity event and I would not be going there to distribute it either. This is done to see that others also come to extend a helping hand to those who are suffering
એક પત્રકાર પરિષદમાં મામૂટીએ આ કરવા પાછળના તેના હેતુઓ વિષે જણાવ્યુ હતું :
I decided to do this because the village has lost the maximum number of people to chikunguniya in the state this year. And this is not a publicity event and I would not be going there to distribute it either. This is done to see that others also come to extend a helping hand to those who are suffering
મામૂટી અને દૂબઇસ્થિત ઉદ્યોગપતિ એમ.એ. યુસુફ અલિ કોચિ ખાતે સૂચિત સ્માર્ટ સિટી પ્રોજેક્ટના આયોજન માટે દૂબઇ ઇન્ટરનેટ સિટી (DIC)ના અધિકારીઓને મળ્યા હતા.[૨૮] મામૂટીએ ઇન્ડો-એશિયન ન્યૂઝ સર્વિસને આપેલી મુલાકાત:
I was in Dubai and held discussions with DIC officials. This was nothing official but I had a keen interest that investment should come to Kerala and I did what I could do
.
કેરળ સરકારના ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ફેલાવા માટેના પ્રોજેક્ટ [[Akshaya project|અક્ષયાઅક્ષ્ય પ્રોજેક્ટ]]ના મામૂટી ગુડવિલ એમ્બેસેડર હતા.[૨૯] તેમણે 26મી ફેબ્રુઆરી, 2006ના રોજ વિડીયો નેટવર્ક્ડ પ્રોગ્રામ ખાતે ઔપચારિક રીતે ભૂમિકા હાથમાં લીધી હતી, જે રાજ્યની બધી જ જિલ્લા વડા કચેરીઓ સાથે જોડાયેલો હતો [૩૦] મામૂટી પ્રિન્ટ અને દ્રશ્ય માધ્યમોમાં તથા જાહેરાત ને લગતા તમામ મટિરીયલ માં જાહેરાતમાં આવીને આ કાર્યક્રમના ફેલાવાની જવાબદારી લેશે અને સમાજના દરેક માનવી સુધી અક્ષયાનો સંદેશો પહોંચાડશે. તેમ તેમણે જણાવ્યું:
I am really happy to be associated with this unique project that promises to ring in wholesome change to the perceptions about Kerala as it seeks to make its presence felt in the digital era.[૩૧]
મામૂટી હવે ટેલિવિઝન પર નવી ભૂમિકામાં આવી રહ્યા છે.[૩૨] તેઓ કોમ્પ્યુટર કિબોર્ડ ના માસ્તર ના હોય તેમ ઇન્ટરનેટ બ્રાઉઝ કરવાની ટિપ્સ આપતા જોવા મળ્યા હતા.[૩૩]
If we manage to reach the benefits of information technology to the entire population, we would be able to raise ourselves to the levels of a developed society. I understand that the Akshaya project has been launched with this objective. I am sure this unique project will go to make the State a fully empowered knowledge society.[૩૧]
કેરળના જાહેર કોમ્પ્યુટર સાક્ષરતા અભીયાન કાર્યક્રમ માં,કે જેને ઘણા પુરસ્કારો મળ્યા હતા, તેણે કાર્યક્રમને લોકપ્રિય બનાવવા માટે બહુભાષી કલાકારોને રોક્યા હતા.[૩૪] હવે તે માઇક્રોસોફ્ટ સાથે મળી કેરળમાં ઇ-લાઇટ-લિટરસી કાર્યક્રમની રજૂઆત કરી રહ્યા છે.[૩૫]
હાલમાં તેઓ મલયાલમ કોમ્યુનિકેશન્સના ચેરમેન છે,[૩૬] જે કૈરાલિ ટીવી, પીપલ ટીવી અને ચેનલ વી જેવી કેટલીક મલયાલમ ટીવી ચેનલોનું સંચાલન કરે છે. મામૂટીએ ટેલીવિઝન પ્રોડક્શન કંપની, મેગાબાઇટ્સની રચના કરી હતી, જેણે કેટલીક ટેલીવિઝન શ્રેણીઓ બનાવી છે અને 1990ના દાયકાના અંત ભાગમાં રજૂ કરેલી જ્વાલયય તેમની પ્રથમ શ્રેણી અને પ્રસ્તુતકર્તા તરીકેનો પ્રથમ પ્રોજેક્ટ હતો.[૩૭] . જ્વાલયયે મલયાલમ ટેલીવિઝનમાં ઇતિહાસ સર્જ્યો હતો.[૩૮] તેમણે મામૂટી ટેક્નોટેઇન્મેન્ટ નામની એક વિતરણ કંપનીની પણ શરૂઆત કરી હતી.[૩૯] તે કંપનીએ તેમની તમિળ ફિલ્મ કર્મેઘામ નું કેરળમાં વિતરણ કર્યું હતું. તેને વિતરણના હકોનો પ્રથમ હિસ્સો મળ્યો હતો.
16મી ઓક્ટોબર, 2006ના રોજ કેરળસ્થિત સાઉથ ઇન્ડિયન બેન્ક દ્વારા મામૂટીને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમવામાં આવ્યો હતો.[૪૦][૪૧] બેન્કના અધ્યક્ષે જણાવ્યું હતું કે મામૂટીની સમગ્ર ભારતમાં ઉપસેલી સ્વચ્છ અભિનેતા તરીકેની છાપ અને એનઆરઆઇમાં પણ તે લોકપ્રિય હોવાની બાબત ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.[૪૨][૪૩]
મામૂટી તેના પ્રથમ પુસ્તક કાછ્ચાપડુ સાથે લેખક બન્યા (પર્સ્પેક્ટીવ તરીકે ભાષાંતર), જે ઘણા વર્ષોમાં તેમના દ્વારા વિવિધ પ્રકાશનોમાં લખવામાં આવેલા ટૂંકા નિબંધોનું સંકલન હતું.[૪૪]
ક્રમ. | વર્ષ | પુરસ્કાર | કક્ષા | કોના દ્વારા પુરસ્કાર | નોંધ | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
001 | 1998 | પદ્મ શ્રી | કળા, ચિત્રપટ | ભારત સરકાર | More
"In January 1998, Government of India honored Mammootty,with the civilian award, Padma Shri, awarded for his national service, including his contribution to the Indian film industry." |
ક્રમ. | વર્ષ | કક્ષા | ભાષા | ફિલ્મો | ભૂમિકાઓ | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
003 | 1998 | શ્રેષ્ઠ અભિનેતા | અંગ્રેજી | ડો. આંબેડકર | ડો. આંબેડકર | ||||
002 | 1993 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | વિધેયન પોન્થન મડા |
ભાસ્કર પટેલાર માડા | ||||
001 | 1989 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | ઓરૂ વડક્કન વીરગાથા, મથિલુકાલ | ચન્થુ ચેવાકર, વૈકુમ ચેકાવર મુહમ્મદ બશીર |
ક્રમ | વર્ષ | કક્ષા | ભાષા | ફિલ્મો | ભૂમિકાઓ | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
006 | 2004 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | કાચ્છા | માધવન | ||||
005 | 1993 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | વિધેયન પોન્થન માડા વાત્સલ્યમ |
ભાસ્કર પટેલર માડા રાઘવન નાયર | ||||
004 | 1989 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | ઓરૂ વડક્કન મૃગયા મહાયાનમ |
ચન્થુ ચેકાવર વારૂની ચંન્દ્રુ | ||||
003 | 1985 | વિશેષ જ્યૂરી પુરસ્કાર | મલયાલમ | યાત્રા નિરાક્કુટ્ટુ |
ઉન્નીક્રિષ્નન રવિ વર્મા | ||||
002 | 1984 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | આદિયોઝુક્કુકલ | કરૂણન | ||||
001 | 1981 | શ્રેષ્ઠ સહાયક અભિનેતા | મલયાલમ | અહિંસા | વાસુ |
ક્રમ | વર્ષ | કક્ષા | ભાષા | ફિલ્મો | ભૂમિકાઓ | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
008 | 2006 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | કરૂથા પક્ષીકાલ | મુરૂગન | ||||
007 | 2004 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | કાય્ચા | માધવન | ||||
006 | 2001 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | આર્યન્નાગલુડે વીડુ | રવિન્દ્રનાથ | ||||
005 | 1997 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | ભૂતક્કન્નાડી | વિદ્યાધરન | ||||
004 | 1991 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | અમારામ | અચ્યુતન કુટ્ટી | ||||
003 | 1990 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | મથિલુકલ | વૈકોમ બશીર | ||||
002 | 1985 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | યાત્રા | ઉન્નીક્રિષ્નન | ||||
001 | 1984 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | આદિયોઝુક્કુકલ | કરૂણન |
સંખ્યા | વર્ષ | કક્ષા | ભાષા | ફિલ્મો | ભૂમિકાઓ | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
009 | 2006 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | કરૂતા પક્ષીકાલ પલુન્કુ |
મુરૂગન મોનિચેન | ||||
008 | 1997 | વિશેષ પુરસ્કાર | મલયાલમ | ભૂથાકન્નડી | વિદ્યાધરન | ||||
007 | 1994 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | સુકૃતમ | રવિ શંકર | ||||
006 | 1992 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | સૂર્યવંશમ આયીરપ્પરા પપ્પાયુડે સ્વાંથમ એપોઝ |
પુટ્ટુરૂમીઝ શૌરી બાલાચન્દ્રન | ||||
005 | 1990 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | ઓરૂ વડક્કન વીરગાથા મથિલુકાલ મૃગયા |
ચન્થુ ચેકાવર વૈકોમ બશીર વારૂન્ની | ||||
004 | 1987 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | થાનિયાવર્તનમ ન્યૂ દિલ્હી |
બાલા ગોપાલન જી. ક્રિષ્નામૂર્તિ | ||||
003 | 1985 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | યાત્રા નિરોક્કોટ્ટુ |
ઉન્નીક્રિષ્નન રવિ વર્મા | ||||
002 | 1984 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | અક્ષરાંગલ કાનામર્યથુ |
જયદેવન રોય વર્ગીસ | ||||
001 | 1982 | શ્રેષ્ઠ સહાયક અભિનેતા | મલયાલમ | યવનિકા | જેકબ ઇરેલી |
ક્રમ | વર્ષ | કક્ષા | ભાષા | ફિલ્મો | ભૂમિકાઓ | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
002 | 2007 | શ્રેષ્ઠ અભિનેતા | {0મલયાલમ{/0} | કરૂથા પક્ષીકાલ કૈયોપ્પુ |
મુરૂગન બાલાચન્દ્રન | ||||
001 | 2004 | શ્રેષ્ઠ અભિનેતા | મલયાલમ | કાચ્છા | માધવન |
ક્રમ | વર્ષ | પુરસ્કાર | દ્વારા એનાયત | નોંધો | |||
---|---|---|---|---|---|---|---|
001 | 2007 | લિજેન્ડરી અભિનેતા પુરસ્કાર | ફિલ્મફેર | More
"Amitabh Bachchan gave away the Filmfare ‘Legendary’ awards to Megastar Mammootty, for his outstanding contribution to the Indian film industry." | |||
002 | 2006 | શ્રેષ્ઠ અભિનેતા માટે એવરેસ્ટ પુરસ્કાર | એટિસલાટ | More
"He was triumphant of the Etisalat Everest Award for Best Actor selected through a poll. It was an award for the best actor for all time Malayalam Cinema." | |||
003 | 2005 | ધી બોક્સ ઓફિસ હીરો | વનિતા | More
"In 2005, Mammootty was awarded the "Box Office Hero of Malayalam" by Vanitha, a leading Indian Magazine. His Rajamanikyam Released during Ramzan 2005, became a swashbuckling hit. It broke all collection records and became the biggest hit of 2005. It was also touted as the biggest hit of all time ever produced in the Malayalam movie industry." | |||
004 | 2004 | ચલચિત્ર રત્નમ | ફિલ્મ ક્રિટીક્સ | More
"In 2004, he was awarded the "Chalachitra Ratna" award by the Film Critics Association of Kerala." | |||
005 | 2004 | કેરળનો સૌથી આકર્ષક પુરૂષ | વનિતા | More
"After a survey among its readers, the Vanitha magazine selected Megastar Mammootty as the actor with the most sex appeal." |
ક્રમ | વર્ષ | પુરસ્કાર | દ્વારા એનાયત | નોંધો | |||
---|---|---|---|---|---|---|---|
001 | 2004 | એશિયા પેસિફીક મર્લિયન પુરસ્કાર | |||||
002 | 2004 | ફોક્કાના પુરસ્કાર | FOCCANA (યુએસએ) | ||||
003 | વિવિધ | સિનેમા એક્સપ્રેસ પુરસ્કાર | ધ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસ | More
"He has won Cinema Express Awards for Best Actor several times" | |||
004 | વિવિધ | એશિયાનેટ ફિલ્મ પુરસ્કારો | એશિયાનેટ | More
"He has won Asianet Film Awards for Best Actor several times" | |||
005 | વિવિધ | માતૃભૂમિ પુરસ્કાર | માતૃભૂમિ | ||||
006 | વિવિધ | કલા કેરાલમ પુરસ્કાર | કલા કેરાલમ | ||||
007 | 2004 | અમ્રિતા પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેતા માટે | અમ્રિતા | ||||
008 | 1998 | વી. શાંતારામ પુરસ્કાર | વી. શાન્તારામ ફાઉન્ડેશન | More
"He was triumphant of V. Shantaram Award for the prodigious performance in Dr. Ambedkar | |||
009 | align="center" | સ્ટાર સ્ક્રીન પુરસ્કાર | સ્ક્રીન વિકલી | ||||
010 | align="center" | રામુ કરિઅત પુરસ્કાર | રામુ કરિઅત ફાઉન્ડેશન | ||||
011 | align="center" | જેસી પુરસ્કાર | જેસી ફાઉન્ડેશન | ||||
012 | align="center" | ફિલ્મી ઓડિયન્સ પુરસ્કાર | ફિલ્મી ઓડિયન્સ | ||||
013 | align="center" | શ્રેષ્ઠ અભિનેતા માટે નાના પુરસ્કાર | નાના મેગેઝિન |