મીરપુર ખાસ
ميرپورخاص | |
---|---|
ચિત્તોરી કબ્રસ્તાનમાં મીરપુરખાસના કુલીનવર્ગની ૧૭મી સદીની કબર | |
અક્ષાંશ-રેખાંશ: 25°31′30″N 069°00′57″E / 25.52500°N 69.01583°E | |
વસ્તી (૨૦૧૭ની વસ્તીગણતરી પ્રમાણે)[૧] | |
• શહેર | ૨,૩૩,૯૧૬ |
• ક્રમ | પાકિસ્તાનના સૌથી મોટા શહેરોની યાદીમાં ૩૩મું |
સમય વિસ્તાર | UTC+5 (પાકિસ્તાન માનક સમય) |
ટેલિફોન કોડ | ૦૨૩૩ |
મીરપુર ખાસ ("સૌથી ઊંચા મીરનું શહેર") પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મીરપુર ખાસ જિલ્લા અને મીરપુર ખાસ વિભાગનું પાટનગર છે. મીરપુર ખાસ સિંધ પ્રાંતનું ૫મું અને પાકિસ્તાનનું ૩૩મું સૌથી મોટું શહેર છે. આ શહેર માનકાની શાખાના તાલપુર શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનની ૨૦૧૭ની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી ૨,૩૩,૯૧૬ છે.[૨] મીરપુર ખાસ તેની કેરીની ખેતી માટે જાણીતું છે, દર વર્ષે સેંકડો જાતના ફળોનું અહીં ઉત્પાદન થાય છે - તેને "કેરીનું શહેર" પણ કહેવામાં આવે છે, અને ૧૯૫૫થી વાર્ષિક કેરી ઉત્સવનું યજમાન શહેર પણ છે.[૩]
મીરપુર ખાસ ક્ષેત્ર હજારો વર્ષોથી આબાદ હતું જે કાહુ-જો-દડોના બૌદ્ધ યુગની વસાહતના ખોદકામ દ્વારા સાબિત થાય છે. સ્તૂપોના અવશેષો હજી પણ જોવા મળે છે.[૪] ઈ.સ. ૭૧૨માં આ ક્ષેત્રને મુહમ્મદ બિન કાસિમની સેનાએ જીતી લીધું હતું.
તાલપુર વંશે ૧૭૮૪માં સિંધ પર વિજય મેળવ્યો હતો,[૫] અને મીર ફાથ અલી ખાનના શાસનમાં સિંધને ત્રણ નાના પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું, જેનું શાસન તાલપુર પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. [૬] આ ત્રણેય પ્રદેશો હૈદરાબાદ, ખૈરપુર અને મીરપુર ખાસની આસપાસ કેન્દ્રિત હતા. મીર અલી મુરાદ તલપુર હેઠળની પરિવારની માનકાની શાખાને ૧૮૦૧માં મીરપુર ખાસની આસપાસનો વિસ્તાર વારસામાં મળ્યો હતો, અને નવી રાજધાની તરીકે સેવા આપવા માટે ૧૮૦૬માં નવા શહેર મીરપુર ખાસની સ્થાપના કરી હતી.[૭]
મીર શેર મુહમ્મદ તાલપુર (૧૮૨૯-૧૮૪૩)એ મીર અલી મુરાદનું સ્થાન લીધું હતું અને જ્યારે તેમણે રાજ્યના શાસક જાહેર કરાયા ત્યારે તેમણે શહેરમાં એક કિલ્લાનું નિર્માણ કર્યું હતું અને કિલ્લાની અંદરથી કચેરી (ન્યાયાલય) ચલાવી હતી. સ્થાનિક શાસકો માટે વિસ્તૃત કબરો ચિતોરી[upper-alpha ૧] બનાવવામાં આવી હતી, અને તેમાં ઇસ્લામિક અને રાજસ્થાની સ્થાપત્ય કલાને જોડતી એક સમન્વયક સ્થાપત્ય શૈલી દર્શાવવામાં આવી છે.[૮]
મીરપુર ખાસ ૧૮૪૩ સુધી મીરપુર ખાસના તાલપુર મિરની રાજધાની રહી હતી. ૨૪ માર્ચ ૧૮૪૩ના રોજ ચાર્લ્સ જેમ્સ નેપિયરે ડબ્બોના યુદ્ધના મેદાનમાં મીર શેર મુહમ્મદ તાલપુરની હરાવી સિંધ પર વિજય મેળવી સિંધને ઇસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ બ્રિટિશ ભારતમાં જોડી દીધું હતું.[૯]
બ્રિટીશ હકૂમત દરમિયાન સિંધને સંસ્થાનવાદી બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ બનાવવામાં આવ્યો હતો અને મીરપુર ખાસ તેનો એક ભાગ હતું. જોધપુર-બિકાનેર રેલવેની લુની-હૈદરાબાદ શાખાના આગમન સુધી મીરપુર ખાસની અવગણના કરવામાં આવી હતી અને ઉમરકોટને જિલ્લાનું મુખ્ય મથક બનાવવામાં આવ્યું હતું.[૯]
૧૯૪૭માં પાકિસ્તાનની આઝાદી બાદ ભારતીય સરહદ સાથે જોડાયેલા હોવાને કારણે મીરપુર ખાસ પાકિસ્તાનમાં શરણાર્થીઓને આવકારનાર પ્રથમ શહેર બન્યું હતું. તેણે રાજસ્થાનથી સિંધ પ્રાંત સુધીની રેલવે સેવા માટેની શરૂઆતની ટ્રેનો માટે પ્રાથમિક રેલ્વે જંકશન તરીકે કામ કર્યું હતું. બ્રિટિશ ભારતના ભાગલાને પરિણામે શહેરની મોટાભાગની હિન્દુ વસ્તી મોટા પાયે હિજરત થઈ હતી, જોકે સિંધના મોટા ભાગની જેમ મીરપુર ખાસને પંજાબ અને બંગાળમાં થયેલા વ્યાપક રમખાણોનો અનુભવ થયો ન હતો.[૧૦]
|volume=
has extra text (મદદ)