પ્રકાર | દૈનિક વર્તમાનપત્ર |
---|---|
માલિક | કામા કુટુંબ |
સ્થાપક | ફરદુનજી મર્ઝબાન |
સંપાદક | નિલેશ દવે[૧] |
સ્થાપના | ૧ જુલાઇ, ૧૮૨૨ |
ભાષા | ગુજરાતી |
વડુમથક | હોર્નિમલ સર્કલ, ફોર્ટ, મુંબઈ |
મુંબઇ સમાચાર એશિયા ખંડનું સૌથી જૂનું અને વિશ્વનું ચોથા ક્રમાંકનું સૌથી જૂનું દૈનિક વર્તમાનપત્ર છે,[૨] જે ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવે છે. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ દૈનિકની કચેરી મુંબઈમાં આવેલી છે.
મુંબઇ સમાચાર જુલાઇ ૧૮૨૨માં સૌ પ્રથમ ત્રણ નાની ૧૦ ઇંચ x ૮ ઇંચની પ્રિન્ટમાં ૧૪ પાનાંઓમાં પ્રકાશિત થયું હતું.
આ સમાચારપત્ર વિવિધ માલિકો હેઠળ પસાર થઇને છેવટે હાલના માલિક કામા કુટુંબ પાસે ૧૯૩૩માં આવ્યું હતું અને હાલમાં હોરમુસજી એન. કામા તેના પ્રકાશન માલિક છે.[૩]
૧૪ જૂન ૨૦૨૨ ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવ માં ભાગ લીધો હતો અને અખબારની ૨૦૦ વર્ષની ઉજવણીની સ્મૃતિમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.[૪]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |