મુંબઈકર (મરાઠી: मुंबईकर) એ મુંબઈના રહેવાસી માટે વપરાતો મરાઠી શબ્દ છે. આ શબ્દ ઘણા સમયથી પ્રચલિત હતો પણ નવેમ્બર ૧૯૯૫માં શહેરનું નામ મુંબઈ થયા પછી લોકપ્રિય બન્યો.[૧] આ શબ્દ મુંબઈમાં રહેતાં દરેક લોકો માટે વપરાય છે.
મરાઠીમાં સામાન્ય રીતે કર શબ્દનો અર્થ રહેવાસી થાય છે, જે સામાન્ય રીતે વ્યક્તિનાં ગામ અથવા રહેઠાણની પાછળ લગાવવામાં આવે છે, અને અટક બને છે. જેથી વ્યક્તિ ક્યાંનો રહેવાસી છે, તે સંદર્ભ આપે છે. આ રીતે પુને શહેરના રહેવાસી પુનેકર, નાસિકના રહેવાસી નાસિકકર કહેવાય છે. વ્યક્તિના વ્યવસાય પાછળ કર લગાવવાનો ધારો પણ પ્રચલિત છે.