મોરબી સ્ટેટ મોરબી રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૬૯૮–૧૯૪૮ | |||||||
Flag | |||||||
સૌરાષ્ટ્રમાં મોરબી રજવાડાનું સ્થાન | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૩૧ | 627 km2 (242 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૩૧ | 42602 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૬૯૮ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
મોરબી રજવાડું એ ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં આવેલા ઐતહાસિક હાલાર વિસ્તારનું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ગુજરાતનું હાલનું મોરબી શહેર તેનું પાટનગર હતું.
રાજ્યના છેલ્લા શાસક મહારાજા લખધીરજી વાઘજીએ ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ સંધિ કરી હતી.[૧]
મોરબી રજવાડાની સ્થાપના ૧૬૯૮ની આસપાસ કન્યોજીએ કરી હતી. જ્યારે કાકા પ્રાગમલજી પ્રથમે તેમના પિતાની હત્યા તેમના કરી નાખી ત્યારે તેઓ તેમની માતા સાથે નાસીને ભુજ છોડીને મોરબી સ્થાયી થયા હતા.[૨][૩] ૧૮૦૭માં મોરબી બ્રિટિશ છત્રછાયા હેઠળ આવ્યું ત્યારે આ રાજ્ય બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સીનો ભાગ હતું.[૪]
૧૯૪૩માં 'જોડાણ યોજના' હેઠળ મોરબી રજવાડાનો વિસ્તાર વધુ ૩૧૦ ચોરસ કિમી અને ૧૨,૫૦૦ લોકો સાથે વધ્યો હતો, જ્યારે હડાલા તાલુકો, કોટડા-નાયાણી થાણા અને માળિયાનું નાનું રાજ્ય મોરબીમાં ભળી ગયું હતું.
રાજ્યના શાસકોને 'ઠાકોર સાહેબ' કહેવાતા. મોરબી રજવાડાનું શાસન જાડેજા વંશના સૌથી ઊંચા રાજપૂતોના હાથમાં હતું.[૫]