યંગ ઈન્ડિયા એ મહાત્મા ગાંધી દ્વારા ૧૯૧૯ થી ૧૯૩૧ દરમિયાન અંગ્રેજીમાં પ્રકાશિત કરાયેલ સાપ્તાહિક પેપર અથવા જર્નલ હતું.[૧] ગાંધીજીએ આ જર્નલમાં વિવિધ અવતરણો લખ્યા હતા જેણે ઘણાને પ્રેરણા આપી હતી. તેમણે યંગ ઈન્ડિયાનો ઉપયોગ આંદોલનનું આયોજન કરવામાં અહિંસાના ઉપયોગ અંગેની તેમની અનોખી વિચારધારા અને વિચારો ફેલાવવા માટે કર્યો અને બ્રિટનથી ભારતની આઝાદી માટેની વિચારણા, આયોજન અને યોજના બનાવવા વાચકોને વિનંતી કરી.
૧૯૩૩માં ગાંધીજીએ અંગ્રેજીમાં હરિજન નામનું સાપ્તાહિક અખબાર પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. હરિજન, જેનો અર્થ "ભગવાનના લોકો" થાય છે, તે અસ્પૃશ્ય જાતિ માટેનો ગાંધીજીનો શબ્દ હતો જે ૧૯૪૮ સુધી વપરાશમાં ચાલ્યો હતો. આ સમય દરમિયાન ગાંધીએ ગુજરાતીમાં હરિજન બંધુ અને હિન્દીમાં હરિજન સેવક પણ પ્રકાશિત કર્યા હતા. આ ત્રણેય અખબારો ભારત અને વિશ્વની સામાજિક અને આર્થિક સમસ્યાઓ પર કેન્દ્રિત હતા.[૨]
આ જર્નલને ૧૯૧૪માં લાલા લજપત રાયે ઇન્ડિયા હોમ રૂલ લીગ ઓફ અમેરિકા દ્વારા અમેરિકામાં પુનઃ પ્રકાશિત કરવામાં આવી હતી.