યરવડા મધ્યવર્તી કરાગૃહ

યરવડા મધ્યવર્તી કારાગૃહ
યરવડા મધ્યવર્તી કરાગૃહ સંકુલ
યરવડા મધ્યવર્તી કરાગૃહ is located in India
યરવડા મધ્યવર્તી કરાગૃહ
ભારતમાં સ્થાન
Locationયરવડા, પુણે, મહારાષ્ટ્ર, ભારત
Coordinates18°33′52″N 73°53′23″E / 18.564575°N 73.889651°E / 18.564575; 73.889651
Statusસક્રીય
Security classમહત્તમ
Population૩,૬૦૦[] (as of ૨૦૦૫)
Managed byમહારાષ્ટ્ર સરકાર, ભારત

યરવડા મધ્યવર્તી કારાગૃહમહારાષ્ટ્રના યરવડા, પુણેમાં આવેલું એક જાણીતું ઉચ્ચ-સુરક્ષા ધરાવતું કારાગૃહ છે. આ કારાગૃહ મહારાષ્ટ્ર રાજ્યનું સૌથી મોટું કારાગૃહ છે, અને દક્ષિણ એશિયાના સૌથી મોટા કારાગૃહોમાંનું પણ એક છે. તેમાં ૫,૦૦૦થી વધુ કેદીઓ (૨૦૧૭) વિવિધ બેરેક અને સુરક્ષા ક્ષેત્રો (ઝોન)માં રાખવામાં આવેલા છે, આ ઉપરાંત તેના પરિસરની બહાર એક ખુલ્લી જેલ છે. મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ સહિત ઘણા જાણીતા રાષ્ટ્રવાદી નેતાઓને અહીં રાખવામાં આવ્યા હતા.

આ જેલ ૫૧૨ એકરમાં ફેલાયેલી છે,[] તેમાં ૫૦૦૦થી વધુ કેદીઓનો સમાવેશ કરી શકે છે અને તે દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલોમાંની એક છે.[] પરિસરની અંદર, મુખ્ય ઉચ્ચ સુરક્ષા ધરાવતું કારાગૃહ ચાર ઊંચી દિવાલો ધરાવે છે [] અને તેને વિવિધ સુરક્ષા ક્ષેત્ર અને બેરેકમાં વિભાજિત કરવામાં આવી છે [] તેમાં ઉચ્ચ સુરક્ષાની જરૂરિયાત ધરાવતા કેદીઓ માટે ઇંડા આકારના કોટડી પણ છે.[] ૨૦૦૩માં પ્રકાશિત સમાચાર અહેવાલો પછી તથા મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચ (MHRC) એ આ કારાગૃહને નોટિસ જારી કર્યા પછી તેમાં કેદીઓની ભીડભાડ અને તેમના નબળા જીવન સ્તર માટે આ કારાગૃહ જાણીતું બન્યું છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

યરવડા મધ્યવર્તી કારાગૃહ અંગ્રેજો દ્વારા ૧૮૭૧માં બંધાવવામાં આવ્યું હતું, તે સમયે આ કારાગૃહ પુણે શહેરની સીમાની બહાર હતું.[] []

બ્રિટિશ શાસન હેઠળ, જેલમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, જોઆચિમ આલ્વા, બાળ ગંગાધર ટિળક અને ભુરાલાલ રણછોડદાસ શેઠ સહિતના ઘણા ભારતીય રાષ્ટ્રવાદી નેતાઓને રાખવામાં આવ્યા હતા.[] [] ૧૯૨૪માં વિનાયક દામોદર સાવરકરને પણ આ જેલમાં રાખવામાં આવ્યા હતા.[] ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીએ પણ ઘણા વર્ષો યરવડા જેલમાં વિતાવ્યા હતા. તેમને ૧૯૩૨માં અને બાદમાં ૧૯૪૨માં ભારત છોડો ચળવળ દરમિયાન, અન્ય ઘણા રાષ્ટ્રવાદી સ્વાતંત્રય સેનાનીઓ સાથે રાખવામાં આવ્યા હતા. [] તેમના ૧૯૩૨ના જેલવાસ દરમિયાન, ગાંધીજીએ ૨૦ સપ્ટેમ્બર ૧૯૩૨ના દિવસે હરિજનો માટેના કોમી ચુકાદા (કોમ્યુનલ એવોર્ડ)નો વિરોધ કરવા માટે તેઓ અનિશ્ચિત કાળના ઉપવાસ પર ઉતર્યા હતા.[] તેમણે ૨૪ સપ્ટેમ્બરના દિવસે જેલમાં હરિજનોના નેતા ડો. આંબેડકર સાથે પૂના કરાર નામના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી તેમનું અનશન પૂર્ણ કર્યું. ગાંધીને મે ૧૯૩૩માં કારાગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.[૧૦]

૧૯૭૫-૭૭ના કટોકટી યુગ દરમિયાન, ઇન્દિરા ગાંધીના ઘણા રાજકીય વિરોધીઓને આ જેલમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. અહીં કેદ કરાયેલા લોકોમાં આર.એસ.એસ.ના વડા બાસાહેબ દેવરળાસ, અટલ બિહારી વાજપેયી, પ્રમિલા દંડવતે અને વસંત નારગોલકરનો સમાવેશ થાય છે.[૧૧] [૧૨] [૧૩]

૧૯૯૮માં, જાણીતા સમાજસેવક અણ્ણા હજારેને માનહાનિનો દાવો હાર્યા બાદ થોડા સમય માટે અહીં કેદ કરવામાં આવ્યા હતા.[૧૪] તે સિવાય ૨૦૦૭માં બોલિવૂડ ફિલ્મ અભિનેતા સંજય દત્ત[] અને અન્ય જાણીતા ગુનેગારોમાં, કૌભાંડી તેલગી [૧૫] અને એક હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તથા જેલમાં રહીને પોતાની રાજકીય કારકીર્દીની શરૂઆત કરનારા ભૂતપૂર્વ અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળી [૧૬] હાલમાં અહીં રાખવામાં આવ્યા છે.[૧૭] ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલાખોર અજમલ કસાબને ૨૦૦૮માં કારાગૃહમાં પુરવામાં આવ્યો હતો, [૧૮] તેને ૨૧ નવેમ્બર 2012ના રોજ અહીં ફાંસી આપવામાં આવી હતી અને તેને દફનાવવામાં આવ્યો હતો.[૧૯] [૨૦] ૨૦૦૨ થી ૨૦૦૮ સુધી સિંગાપોરના જાણીતા દાણચોર મેજર પોલને અહીં કોલ્હાપુર જેલમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેમણે જેલમાં કાયદાનો અભ્યાસ કર્યો અને જેલના જાણીતા કાર્યકર બન્યા. બોમ્બે હાઈકોર્ટમાં તેમની અરજીઓને પરિણામે ત્યાં ખોટી રીતે કેદ કરાયેલા સંખ્યાબંધ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની મુક્તિ પછી, તેમણે પુણેથી તેમના જેલ સામાજિક કાર્યો ચાલુ રાખ્યા. તેમની નોંધનીય સિદ્ધિઓમાં બોમ્બે હાઈકોર્ટમાં તેમની પોતાની ફર્લો અરજી દ્વારા જેલ ફર્લોના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો હતા. સોની ટીવી પર "પ્રયાસચિત" શ્રેણી હેઠળ બતાવવામાં આવતી ટીવી સીરીયલ એપિસોડમાં તેમની જીવન વાર્તા બનાવવામાં આવી હતી. તે હાલમાં પ્રોટેસ્ટન્ટ ચર્ચના નિયુક્ત પાદરી છે.

યરવડા મુક્ત જેલ

[ફેરફાર કરો]

યરવડા ખુલ્લી જેલ (YOJ) એ યરવડા મધ્યવર્તી કારાગૃહ સંકુલમાં બહારના ભાગમાં આવેલી છે અને આજીવન કેદના કેદીઓને અહીં રાખવામાં આવે છે. એવા કેદીઓ કે જેમણે મધ્યવર્તી કારાગૃહમાં પાંચ વર્ષ સૌહાર્દપૂર્ણ રીતે પૂર્ણ કર્યા હોય તેવા કેદીઓને કારગૃહનીની કોટડીમાં ન રાખતા અહીં મૂળભૂત સુરક્ષા હેઠળ રાખવામાં આવે છે.[૨૧] [૨૨] ખુલ્લી જેલના ૧૫૦ થી વધુ કેદીઓ પાંચ ગુંઠા જમીનમાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે, જેને યરવડા મધ્યવર્તી કારાગૃહ અને મહિલા કારાગૃહમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત ગૌશાળામાં 30 ગાયો છે, જેમના થકી ખાતર મેળાવવામાં આવે છે અને ખેતીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.[૨૩]

કાર્યક્રમો

[ફેરફાર કરો]
કારાગૃહના રેડિયો સ્ટેશનનો સ્ટાફ

સહયોગ ટ્રસ્ટના સ્થાપક અસીમ સરોદે દ્વારા યરવડા જેલમાં ગાંધીવાદી સિદ્ધાંતોનો ફેલાવો કરતો એક કાર્યક્રમ યરવડા જેલમાં ૨૦૦૨ માં રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગ રૂપે, જેલના કેદીઓને એક વર્ષ માટે ગાંધીવાદી સિદ્ધાંતો શીખવવામાં આવે છે, વર્ષના અંતે, તેઓએ પરીક્ષા આપવાની હોય છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ વૈકલ્પિક છે.[૨૪] જેલના કેદીઓ રોજના લગભગ ૫,૦૦૦ કપડા બનાવે છે, જે રાજ્યભરની જેલોમાં પૂરા પાડવામાં આવે છે, આ કારાગૃહની પોતાની કાપડ મિલ છે અને બાદમાં મહિલાઓ સહિત ૧૫૦ જેટલા કેદીઓ આ કપડાંની સિલાઇ કરે છે. મધુર ભંડારકરની ૨૦૦૯ની ફિલ્મ જેલ માટે સુપરિન્ટેન્ડન્ટ્સ, કેદીઓ, વોર્ડન અને ગાર્ડના ગણવેશ જેવા પોશાકો અહીં બનાવવામાં આવ્યા હતા.[૨૫]

૨૦૦૭ માં, ભારતીય ઔષધીય વનસ્પતિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, સેન્ટ્રલ જેલના પરિસરમાં ચંદનના ૮,૫૦૦ રોપાઓ વાવવામાં આવ્યા હતા, તે સિવાય અશોક ( સરાકા ઇન્ડિકા ) ૯,૦૦૦ના રોપા ખુલ્લી જેલમાં રોપવામાં આવ્યા હતા.[૨૬] મહારાષ્ટ્ર સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી (MSACS) દ્વારા ૨ ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે અહીં ઈન્ટિગ્રેટેડ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર (ICTC)ની સુવિધા શરૂ કરવામાં આવી હતી અને તે પછીના વર્ષમાં છ મહિલાઓ સહિત ૫૫ કેદીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા હતા.[૨૭]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Nothing suspicious about it!". The Times of India. 21 December 2005. મૂળ માંથી 26 July 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 November 2012.
  2. ૨.૦ ૨.૧ "Murder convict escapes from Yerawada prison". The Times of India. 17 August 2010. મૂળ માંથી 3 January 2013 પર સંગ્રહિત.
  3. ૩.૦ ૩.૧ news.outlookindia.com | Sanjay Dutt prisoner no C-15170 in Yerawada Jail Outlook, 3 August 2007.
  4. "Panel takes up issue of Yerwada jail overcrowding". The Times of India. 18 February 2003. મૂળ માંથી 3 January 2013 પર સંગ્રહિત.
  5. ૫.૦ ૫.૧ "About Yerwada Central Jail where Sanjay Dutt will be lodged". Sakal Times. 15 May 2013. મૂળ માંથી 19 ઑગસ્ટ 2014 પર સંગ્રહિત. મેળવેલ 18 August 2014. Check date values in: |archive-date= (મદદ)
  6. ૬.૦ ૬.૧ "Yerwada Central Jail in Pune". Pune Online. મેળવેલ 18 August 2014.
  7. The Radical Humanist, Volume 65 by Manabendra Nath Roy Maniben Kara, 2001 pp:23
  8. "Freedom-fighters to hold August meet Yerwada jail". The Times of India. 4 July 2002. મૂળ માંથી 18 May 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 November 2012.
  9. "The Previous Fasts". The Indian Express. 19 January 1948. મેળવેલ 27 January 2012.
  10. M. V. Kamath (1995). Gandhi's Coolie: Life & Times of Ramkrishna Bajaj. Allied Publishers. પૃષ્ઠ 24. ISBN 8170234875.
  11. Janata – Volume 61 – 2006 – Page 175
  12. Parliamentary Debates: Official Report by India. Parliament. Rajya Sabha – 1976
  13. "Unlearnt lessons of the Emergency". The Hindu. 13 June 2000. મૂળ માંથી 18 August 2014 પર સંગ્રહિત. મેળવેલ 18 August 2014.
  14. "Anna Hazare behind bars". Down to Earth. 30 September 1998.[હંમેશ માટે મૃત કડી]
  15. "'Telgi won't live if sent to Yerwada'". MiD DAY. 2011-08-12.
  16. "Yerawada jail — From Mahatma Gandhi to Ajmal Kasab". DNA. 21 November 2012.
  17. "Painter, cook or… Gawli gets to choose a job in jail". The Times of India. 2 September 2012. મૂળ માંથી 5 September 2012 પર સંગ્રહિત.
  18. Ajmal Kasab to be shifted to Pune’s Yerwada jail – Mumbai Terrorist Attacks – Zimbio
  19. "Ajmal Kasab hanged and buried in Pune's Yerwada Jail". The Times of India. 21 November 2012. મૂળ માંથી 22 November 2012 પર સંગ્રહિત. મેળવેલ 21 November 2012.
  20. "Ajmal Kasab hanged". The Hindu. 21 November 2012. મેળવેલ 21 November 2012.
  21. "Books bring relief to Yerwada's life convicts". The Times of India. 3 October 2002. મૂળ માંથી 3 January 2013 પર સંગ્રહિત.
  22. "No religious differences in Yerawada open jail". Sakaal Times. 20 September 2012.[હંમેશ માટે મૃત કડી]
  23. "Greenhouse rock". Pune Mirror. 24 May 2012.[હંમેશ માટે મૃત કડી]
  24. "Mahatma Gandhi, Gandhi teachings, Yerwada jail, Yerwada prison, Sahyog trust, Asim Sarode, Gandhian principles in prison". મૂળ માંથી 2010-06-06 પર સંગ્રહિત. મેળવેલ 2022-10-03.
  25. "Authentic prison touch for Madhur Bhandarkar's Jail". DNA. 7 November 2009.
  26. "Prison to grow medicinal plants". The Times of India. 23 September 2007. મૂળ માંથી 3 January 2013 પર સંગ્રહિત.
  27. "Yerawada jail has 55 HIV+ve inmates". The Times of India. 2 October 2009. મૂળ માંથી 3 January 2013 પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  • Yerwada Central Jail સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર