યુયુત્સુ (સંસ્કૃત: युयुत्सुः) ધૃતરાષ્ટ્રનો દાસીથી થયેલો પુત્ર હતો. એક માત્ર એવો કૌરવ હતો, જેણે પાંડવો તરફથી કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યું હતું. તે દુર્યોધનથી નાનો તથા દુસાશનથી મોટો ભાઈ હતો. તેનું જીવન અપમાનોથી ભરેલુ હતુ પરંતુ તે ન્યાયપ્રિય હતો તેથી તેણે પાંડવોનો પક્ષ લીધો હતો. કુરુક્ષેત્રનાં યુદ્ધ બાદ ધૃતરાષ્ટ્રના પુત્રોમાંથી તે એક માત્ર જીવીત બચ્યો હતો.[૧]
યુયુત્સુ પોતે કૌરવ હતા અને જ્યારે દુર્યોધને યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો, ત્યારે એ પણ કૌરવપક્ષે યુદ્ધ કરવા વિવશ બન્યા હતા. મહાભારતનું યુદ્ધ આરંભની અણીએ હતું, ત્યારે યુધિષ્ઠિરે ઘોષણા કરી કે, 'મારો પક્ષ ધર્મ પક્ષ છે. જે પણ ધર્મનાં પક્ષે યુદ્ધ કરવા સજ્જ હોય, તે હજુ પણ આ પક્ષે આવી શકે છે.' યુધિષ્ઠિરની ઘોષણા પછી માત્ર એક યોદ્ધા યુયુત્સુ જ કૌરવપક્ષ છોડી પાંડવોનાં પક્ષમાં જોડાયા હતા.
મહાભારત, ભિષ્મ પર્વ, અધ્યાય ૪૩
युधिष्ठिर उवाच ।
एह्येहि सर्वे योत्स्यामस्तव भ्रातॄनपण्डितान् ।
युयुत्सो वासुदेवश्च वयं च ब्रूम सर्वशः ॥૯૯॥
वृणोमि त्वां महाबाहो युध्यस्व मम कारणात् ।
त्वयि पिण्डश्च तन्तुश्च धृतराष्ट्रस्य दृश्यते ॥૧૦૦॥
भजस्वास्मान्राजपुत्र भजमानान्महाद्युते ।
न भविष्यति दुर्बुद्धिर्धार्तराष्ट्रोऽत्यमर्षणः ॥૧૦૧॥
सञ्जय उवाच ।
ततो युयुत्सुः कौरव्यान्परित्यज्य सुतांस्तव ।
जगाम पाण्डुपुत्राणां सेनां विश्राव्य दुन्दुभिं ॥૧૦૨॥
પાંડવપક્ષમાં જતાં યુયુત્સુનું કૌરવોએ અપમાન કર્યું પરંતુ યુયુત્સુએ પોતાનો નિર્ણય બદલ્યો નહી. પાંડવપક્ષમાં રહી તેણે ઉલૂકની સાથે યુદ્ધ કર્યું હતું.
યુધિષ્ઠિર નિવૃત્તિ પામ્યા ત્યારે તેણે યુયુત્સુ રાજ્યની સ્થાપના કરી હતી[૨] અને પરિક્ષિતને હસ્તિનાપુરનો રાજા બનાવ્યો હતો.[૩][૪]