યો યો હની સિંગ | |
---|---|
જન્મ | ૧૫ માર્ચ ૧૯૮૩ દિલ્હી |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | Rapper, અભિનેતા, ગાયક, record producer, સંગીત રચયિતા, ફિલ્મ અભિનેતા |
વેબસાઇટ | https://yoyohoneysingh.in |
હિરદેશ સિંગ (જન્મ: ૧૫ માર્ચ ૧૯૮૩), જે તેમના મંચ નામ યો યો હની સિંગ અથવા હની સિંગ[૧] તરીકે વધુ ઓળખાય છે, એ ભારતીય રેપર, સંગીત નિર્માતા, ગાયક અને ફિલ્મ કલાકાર છે. તેમણે રેકોર્ડિંગ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરેલી અને ત્યારબાદ ભાંગરા નિર્માતા બન્યા. તેમણે બોલીવુડ ફિલ્મોનું સંગીત પણ નિર્માણ કરવાની શરૂઆત કરેલ છે.[૨]
હની સિંગનો જન્મ શીખ કુટુંબમાં હોશિયારપુર, પંજાબ ખાતે થયો હતો. તેમનો અભ્યાસ સંગીત ક્ષેત્રમાં યુનાઇડેટ કિંગડમની ટ્રિનિટી કોલેજમાં થયો. તેમનું કુટુંબ પછી દિલ્હી ખાતે સ્થળાંતર પામ્યું.
હની સિંગે શાલિની સિંગ જોડે લગ્ન કર્યા છે. જેમનો પરિચય ઇન્ડિયાસ રોક સ્ટાર ટીવી કાર્યક્રમ દરમિયાન પ્રથમ વખત આપવામાં આવ્યો હતો.
૨૦૧૨ની દિલ્હી સામૂહિક બળાત્કાર ઘટના પછી, તેમના ગીતોમાં વપરાયેલા કેટલાંક શબ્દોને કારણે વિવાદ ઊભો થયો હતો.