રજત શર્મા | |
---|---|
![]() ઇન્ડિયા ટીવી કાર્યક્રમ માં રજત શર્મા | |
જન્મની વિગત | |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ સંસ્થા | શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (એમ.કોમ ) |
વ્યવસાય | દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ , પત્રકાર, ઈન્ડિયા ટીવી ના અધ્યક્ષ |
જીવનસાથી | રીતુ ધવન (m. ૧૯૯૭) |
પુરસ્કારો | પદ્મભૂષણ (૨૦૧૫) |
રજત શર્મા (જન્મ 18 ફેબ્રુઆરી 1957) એ ભારત ટીવીના અધ્યક્ષ અને મુખ્ય સંપાદક છે.[૧] તેઓ પ્રખ્યાત ટીવી શો "આપ કી અદાલત" ના એન્કર અને શોધક છે. તેઓ દિલ્હી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પૈકી એક હતા. પત્રકારત્વ ક્ષેત્રમાં ફાળો આપવા બદલ ૨૦૧૫માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.[૨]
શર્માનો જન્મ દિલ્હીના સબઝી મંડિમાં થયો હતો. તેઓ પોતાના ૬ ભાઈઓ અને ૧ બહેનમાં સૌથી મોટા હતા. તેઓ દિલ્હીના નાના ઓરડામાં રહેતા હતા. તેમણે સ્કૂલનું શિક્ષણ કેરોલબાગની રામજસ સ્કૂલથી કર્યું હતું. તેમણે શ્રી રામ કોલેજ કોમર્સ (એસઆરસીસી) થી ઉચ્ચ અભ્યાસ કર્યો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા.[૩] ૧૯૯૭માં તેમણે રીતુ ધવન સાથે લગ્ન કર્યા.
![]() | આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |