રજત સેન (૧૯૧૩ - ૬ મે ૧૯૩૦) ઉર્ફે રજત કુમાર સેન એક બંગાળી ક્રાંતિકારી હતા જે ચિતાગોંગ શસ્ત્રાગાર દરોડામાં જોડાયા હતા. બ્રિટિશ પોલીસ સાથે કાલારપોલ એન્કાઉન્ટરમાં તેઓ મૃત્યુ પામ્યા હતા.
રજત સેનનો જન્મ ૧૯૧૩માં બ્રિટીશ ભારતમાં થયો હતો. તેઓ ચિત્તાગોંગના ફેરીંગબજારના વતની હતા, તેમના પિતાનું નામ રંજનલાલ સેન હતું. તેઓ માધ્યમીક અભ્યાસ કરતી વખતે બ્રિટીશ શાસન સામેના ક્રાંતિકારી રાજકારણમાં જોડાયા હતા. તેમણે સૂર્ય સેનના નેતૃત્વમાં ચિત્તાગોંગ ક્રાંતિમાં સક્રિય ભાગ લીધો હતો. તેઓ સૂર્ય સેનની ભારતીય રિપબ્લિકન આર્મીના સભ્ય હતા. તેમણે ૧૮ એપ્રિલ ૧૯૩૦ના દિવસે શસ્ત્રાગાર હુમલામાં અને ૨૨ એપ્રિલ ૧૯૩૦ના દિવસે જલાલાબાદ ટેકરીમાં સશસ્ત્ર એન્કાઉન્ટરમાં ભાગ લીધો હતો. એન્કાઉન્ટર પછી સેન તેના સાથીઓ સાથે સફળતાપૂર્વક પોલીસ અને લશ્કરી નજરોથી બચ્યા બાદ ભારે મુશ્કેલીથી તેઓ એક ગામમાં પહોંચી ગયા. [૧] [૨]
૬ મે ૧૯૩૦ના દિવસે બ્રિટીશ પોલીસે તેમનો પીછો કર્યો અને આખરે તેમને ઘેરી લીધા. ગુપ્તા અને તેમના ત્રણ સાથીઓએ કર્ણફુલી નદીની બાજુમાં આવેલા ગામમાં આશ્રય લીધો હતો. તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો અને ચિત્તાગોંગ જિલ્લાના કાલારપોલમાં વાંસના વાડામાં પ્રવેશ કર્યો. જ્યારે પોલીસ આવી, ત્યારે તીવ્ર બંદૂકો ચલાવવામાં આવી. દેબ ગુપ્તા, રજત સેન અને મોનોરંજન સેનનું અવસાન ત્યાંજ અવસાન થયું. ચોથા સ્વદેશરંજન રેનું બીજા દિવસે પોલીસના તાબામાં અવસાન થયું. [૩] [૪] [૧] [૫] [૬]