આચાર્ય રત્નસુંદરસૂરિ | |
---|---|
અધિકૃત નામ | આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબ |
અંગત | |
જન્મ | રજની January 5, 1948 |
ધર્મ | જૈન ધર્મ |
માતા-પિતા | દલીચંદ, ચંપાબેન |
પંથ | શ્વેતાંબર |
ધાર્મિક કારકિર્દી | |
દિક્ષા | રત્નસુંદરવિજય ૧૯૬૭ ભુવનભાનુસૂરિ વડે |
વેબસાઇટ | www |
રત્નસુંદરસૂરિ એ એક જૈન સાધુ, સુધારક અને ગુજરાતી લેખક છે. આધ્યાત્મ અને સામાજિક મુદ્દાઓ પરના તેમના ભાષણો માટે તેઓ જાણીતા છે.
રત્નસુંદરસૂરિનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ ગુજરાતના પાલીતાણા નજીક આવેલા દેપલા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ ચંપાબેન અને તેમના પિતાનું નામ દલીચંદ હતું. તેમનું સાંસારિક નામ રજની હતું. ઈ.સ. ૧૯૬૭માં તેમણે ભુવનસુંદરસુરિ પાસે જૈન દીક્ષા અંગીકાર કરી. ઈ.સ. ૧૯૯૬માં તેમને આચાર્યની પદવી આપવામાં આવી હતી. ઈ.સ. ૨૦૦૬થી તેમણે ચાર વર્ષ દિલ્હીમાં ગાળ્યા. ઈ.સ. ૨૦૧૧માં તેમણે ભારતમાંથી માંસના નિકાસનો પ્રતિબંધિત કરતી ઝુંબેશ શરૂ કરી હતી.[૧] જુલાઈ ૨૦૧૩માં તેમણે ઑનલાઈન પોર્નોગ્રાફી બંધ કરતી એક અરજી રાજ્ય સભામાં દાખલ કરી હતી.[૨]
તેમણે વિવિધ વિષયો પર ૩૧૧ પુસ્તકો લખ્યા છે અને કોઈ એક જ ભાષા (ગુજરાતી)માં ૨૭૫થી વધુ પુસ્તકો લખવા માટે ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. લખી રાખો આરસથી તકતી પર એ તેમનું સૌથી વખણાયેલું પુસ્તક છે. તેનો હિંદી, અંગ્રેજી, ઊર્દૂ, મરાઠી, ફ્રેંચ અને જર્મન સહિત ૨૦ ભાષાઓમાં અનુવાદ થયો છે. ટેલિવિઝન પર આવતા તેમના વ્યાખ્યાનો લોકપ્રિય છે.[૩]
ઈ.સ. ૨૦૧૭માં આધ્યાત્મિક જગતમાં તેમના યોગદાન માટે તેમને ભારત સરકારના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૪][૫]
|date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી]