![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
અંગત માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
પુરું નામ | રવીન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જન્મ | જામનગર, ગુજરાત, ભારત | 6 December 1988|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
હુલામણું નામ | જડ્ડુ, રોકસ્ટાર | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઉંચાઇ | 5 ft 7 in (170 cm) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બેટિંગ શૈલી | ડાબોડી | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ભાગ | ઓલ-રાઉન્ડર | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આંતરરાષ્ટ્રીય માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રાષ્ટ્રીય ટીમ |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ટેસ્ટ પ્રવેશ (cap ૨૭૫) | ૧૩ ડિસેમ્બર ૨૦૧૨ v ઇંગ્લેન્ડ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી ટેસ્ટ | ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ v ન્યુઝીલેન્ડ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ODI debut (cap ૧૭૭) | ૮ ફેબ્રુઆરી ૨૦૦૯ v શ્રીલંકા | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી એકદિવસીય | ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૦ v ન્યુઝીલેન્ડ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
એકદિવસીય શર્ટ ક્રમાંક | ૮ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20I debut (cap ૨૨) | ૧૦ ફેબ્રુઆરી ૨૦૦૯ v શ્રીલંકા | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી T20I | ૨૯ જાન્યુઆરી ૨૦૨૦ v ન્યુઝીલેન્ડ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સ્થાનિક ટીમ માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વર્ષ | ટીમ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૨૦૦૬–હાલમાં | સૌરાષ્ટ્ર | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૨૦૦૮–૨૦૦૯ | રાજસ્થાન રોયલ્સ (squad no. ૧૨) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૨૦૧૧ | કોચી ટસ્કર્સ કેરેલા (squad no. ૧૨) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૨૦૧૨–૨૦૧૫; ૨૦૧૮–હાલમાં | ચેન્નાઈ સુપર કિંગ્સ (squad no. ૮) (પહેલા ૧૨) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૨૦૧૬–૨૦૧૭ | ગુજરાત લાયન્સ (squad no. ૮) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કારકિર્દી આંકડાઓ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Source: ESPNcricinfo, ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ |
રવીન્દ્રસિંહ અનિરુધ્ધસિંહ જાડેજાનો જન્મ ૬ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ, જામનગર, ગુજરાત, ભારત ખાતે થયો હતો. જેમણે સૌ પ્રથમ, સૌરાષ્ટ્ર તરફથી પ્રથમ દરજ્જાની ક્રિકેટ રમવાનુ શરુ કર્યુ હતુ અને ત્યારબાદ રાજસ્થાન રોયલ તરફથી ઈન્ડિયન પ્રિમિયર લીગમાં રમવા સ્થાન મળ્યું. તેઓ ૨૦૦૮માં મલેસિયામાં રમાયેલા અન્ડર ૧૯ ક્રિકેટ વિશ્વકપમાં પણ રમી ચૂક્યા છે, જેમાં ભારતની ટીમ જીતી હતી. જાડેજા મધ્યમ હરોળના ડાબોડી બેટ્સમેન તેમજ મંદ ગતીના ડાબોડી ઓર્થોડોક્સ બોલર છે.
૨૦૦૮-૨૦૦૯મા રણજી ટ્રોફીમાં કરેલા આર્કષક દેખાવ બાદ, કે જેમાં તેઓ વિકેટ લેવામાં પ્રથમ રહ્યા અને છ્ઠ્ઠા ક્રમે રમી બેટીંગમા પણ યોગદન આપ્યુ, જાડેજા ભારતીય ટીમમા શ્રીલંકા સામેની એકદિવસીય શ્રેણીમાં સ્થાન પામ્યા. તેઓનું આંતરરાષ્ટ્રીય પદાર્પણ ફાઇનલ મેચમાં ૮ ફેબ્રુઆરીના રોજ થયું, જેમા તેઓએ ૬૦* રન બનાવ્યા છતાં ભારત તે મેચ હાર્યું હતું.
૨૦૦૯માં ભારતના ઇંગલેન્ડ સામેના પરાજયમાં તેઓ અપેક્ષિત રન રેટથી સ્કોર ન બનાવી શકતા ટીકાપાત્ર બન્યા હતા.[૧][૨]
૨૧ ડિસેમ્બર ૨૦૦૯, શ્રીલંકા સામેની ૩જી એકદિવસીય મેચ, કટકમાં, જાડેજાને ૪ વિકેટ લેવા બદલ મેન ઓફ ધ મેચના ખિતાબથી સન્માનવામાં આવ્યા.[૩] તેમનો શ્રેષ્ઠ બોલીંગ આંક ૩૨-૪ રહ્યો છે.
જાડેજાએ પ્રથમ દરજ્જાની ક્રિકેટમા ૨૦૦૬-૦૭ મા દુલીપ ટ્રોફીથી પર્દાર્પણ કર્યુ હતુ. તેઓ ઇન્ડિયા-એ સેટ-અપ તરફથી રમે છે. દુલીપ ટ્રોફીમાં તેઓ વેસ્ટ ઝોન તરફથી અને રણજી ટ્રોફીમાં તેઓ સૌરાષ્ટ્ર તરફથી રમતા.
તેઓ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી અન્ડર ૧૯ વિશ્વકપમા ૨૦૦૬-૨૦૦૮માં રમ્યા હતા. તેઓની બોલીંગ અને ફિલ્ડીંગની મદદથી ભારત અન્ડર ૧૯ વિશ્વકપ ૨૦૦૮ ની ફાઇનલ મેચ જીતી શક્યુ.
ઇમરજન્સી મિડિયાની માલિકીની રાજસ્થાન રોયલમાં સૌ પ્રથમ ૨૦૦૮મા રમાયેલી ઇન્ડીઅન પ્રિમિયર લીગમા રવીન્દ્ર જાડેજા સ્થાન પામ્યા. આઈપીએલમાં તેઓના અદભૂત પ્રદર્શનથી, ટીમના કપ્તાન અને કોચ શેન વોર્નથી તેઓ પ્રશંશા પામ્યા. આઈપીએલમાં તેઓની હાજરીની અસર વર્તાય હતી અને આઈપીએલ ૨૦૦૮-મુંબઇમા રમાયેલ ફાઇનલમા ચેન્નઇ સુપર કિંગને હરાવવામાં ટીમને મહત્વપુર્ણ યોગદાન આપ્યુ હતું. તેઓએ તે આઈપીએલમાં ૧૪ મેચોમા ૧૩૫ રન બનાવ્યા હતા, તેમજ મોહાલી સામે ૧૩૧.૦૬ની સ્ટાઇક રેટથી ૩૬* રન તેઓનો શ્રેષ્ઠ સ્કોર રહ્યો. તાજેતરમાં ચેન્નઈ સુપર કિંગ્સ ના કેપ્ટન બન્યા.
![]() | આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |