રાજપૂતાના રાઇફલ્સ

રાજપૂતાના રાઇફલ્સ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેને ૧૯૨૧માં અગાઉની છ અલગ અલગ પલટણોને વિલીન કરી અને ઉભી કરવામાં આવી હતી. તેને નવું નામ ૬ઠી રાજપૂતાના રાઇફલ્સ અપાયું હતું. ૧૯૪૫માં નામમાંથી ક્રમાંક હટાવવામાં આવ્યો અને ૧૯૪૭માં આઝાદી સમયે તે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી. આઝાદી બાદ તેણે પાકિસ્તાન સામેના દરેક યુદ્ધમાં ભાગ લીધો છે અને તે ૧૯૫૩-૫૪માં કોરિયા, ૧૯૬૨માં કોંગો ખાતે ફરજ બજાવી ચૂકી છે. તે ચિહ્ન તરીકે બ્યુગલનો ઉપયોગ કરે છે.

નામકરણ

[ફેરફાર કરો]

રાજપૂતાના રાઇફલ્સનું નામ હિંદુ રાજપૂત કોમ પરથી લેવામાં આવ્યું છે અને રાજપૂતાના એ રાજસ્થાનનું જૂનું નામ છે. તે સંસ્કૃત શબ્દ રાજપૂત્રા એટલે કે રાજાનો પુત્ર પરથી આધારિત છે. રાજપૂતાના વિસ્તાર હાલના રાજસ્થાન વિસ્તાર સાથે ગણી શકાય તેવો ઐતિહાસિક પ્રદેશ છે. તેનો અર્થ રાજપૂતોની ભૂમિ એવો થાય છે. ૭મી અને ૧૩મી સદી વચ્ચે અહિં રાજપૂતો કુળોએ સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. તેઓ શરૂઆતના મુસ્લિમ હુમલાખોરો સામે સંઘર્ષમાં ઉતર્યા હતા. ૧૬મી સદીની શરૂઆતે રાજપૂતો તેમના સર્વોચ્ચ સામ્રાજ્યકાળમાંથી પસાર થઈ રહ્યા હતા. પરંતુ ૧૫૬૮માં મુઘલ સમ્રાટ અકબર ચિત્તોડગઢનો કિલ્લો કબ્જે કરવામાં સફળ થયા. મુઘલોએ રાજપૂતાનામાં અજમેર ખાતે પોતાની રાજધાની સ્થાપી અને ત્યાંથી તેઓ ૧૮મી સદીની શરુઆત સુધી રાજપૂતાના પર શાશન કરતા રહ્યા. ૧૭૫૦ થી ૧૮૧૮ સુધી મરાઠા સરદારો આ વિસ્તારમાં નાના રજવાડાં ધરાવતા હતા. બાદમાં તે અંગ્રેજોના કબ્જામાં આવી ગયું. અંગ્રેજોના સમયમાં ૨૦ કરતાં વધુ રજવાડાં આ વિસ્તારમાં હતાં જેમાં મુખ્યત્વે બિકાનેર, જયપુર, જોધપુર, ઉદયપુર અને અજમેર હતા. ૧૯૪૭માં આમાંના મોટાભાગના રજવાડાં ભારત સાથે જોડાઈ ગયાં.

આ રાજપૂતાના વિસ્તાર હાલમાં રાજસ્થાન તથા ગુજરાત અને મધ્ય પ્રદેશનો કેટલોક નાનો વિસ્તારમાં વહેંચાયેલ છે. દક્ષિણમાં અરવલ્લીની ગિરિમાળા, ઉત્તરે મુખ્યત્તે થાર રણપ્રદેશ અને દક્ષિણ-પૂર્વનો ફળદ્રુપ વિસ્તાર ધરાવે છે. રેજિમેન્ટમાં સૈનિકો મુખ્યત્વે સમગ્ર રાજસ્થાનમાંથી કોઈપણ રાજપૂત ઉપરાંત, મધ્ય પ્રદેશના મન્દાસુર, નિમચ અને શેઓપુર જિલ્લામાંથી લેવામાં આવે છે. તેને મુખ્યત્ત્વે ભારતીય સેનામાં રાજસ્થાનની પાયદળ બ્રિગેડ તરીકે ઓળખવામાં આવે છે. જોકે નામમાં સમાનતા ધરાવતી રાજપૂત રેજિમેન્ટ હરિયાણા તેમજ પશ્વિમ ઉત્તર પ્રદેશમાંથી સૈનિકોની ભરતી કરે છે.

ઈતિહાસ

[ફેરફાર કરો]

રેજિમેન્ટનો ઉદ્ભવ ૧૮મી સદીમાં છે જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપની તેના વ્યાપારને સુરક્ષિત રાખવા માટે રાજપૂત સૈનિકોને ભરતી કરવા લાગી. જાન્યુઆરી ૧૭૭૫માં તેઓએ તેમણે પ્રથમ સ્થાનિક પાયદળ રેજિમેન્ટને ઉભી કરી જેમાં ૫મી પલટણ, બોમ્બે સિપાહી પણ હતી જેને ભારતીય સેનાની સૌથી જૂની રાઇફલ પલટણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ૧૭૭૮, ૧૭૯૬, ૧૮૨૪ અને ૧૮૮૧માં કાળક્રમે ફેરફારો સાથે વધુ પલટણો ઉભી કરવામાં આવી.[]

અંતે ૧૮૨૧માં છ પલટણોને વિલીન કરી અને ૬ઠી રાજપૂતાના રાઇફલ્સ ઉભી કરવામાં આવી.[]

રાજપૂતાના રાઇફલ્સનો ગણવેશ અને તમામ પદવીના સૈનિકોને દર્શાવતું તૈલચિત્ર
  • 1 લી બટાલિયન - ૧૦૪ વેલેસ્લી રાઇફલ્સ
  • 2 બટાલિયન - ૧૨૦ રાજપૂતાના પાયદળ
  • 3 જી બટાલિયન - ૧૨૨ રાજપૂતાના પાયદળ
  • 4 થી બટાલિયન - ૧૨૩ ઓટ્રમ રાઇફલ્સ
  • 5 બટાલિયન - ૧૨૫ નેપિયર રાઇફલ્સ
  • 10 મી (તાલીમ) બટાલિયન - ૧૩મી રાજપૂત.[]

૧૯૪૯માં રેજિમેન્ટની પ્રથમ પલટણને બ્રિગેડ ઑફ ગાર્ડઝ ખાતે બદલવામાં આવી જ્યાં તે ૩જી પલટણ તરીકે જોડાઈ.

યુદ્ધ અને કાર્યવાહીઓ

[ફેરફાર કરો]

૧૮૧૭માં ખડકીની લડાઈમાં ૪થી પલટણ મરાઠાઓ સામે યુદ્ધમાં ઉતરી અને ખડકી યુદ્ધ સન્માન મેળવ્યું. ૧૮૫૬-૫૭માં ૧લી, ૨જી અને ૪થી પલટણે પર્શિયા ખાતે યુદ્ધમાં ભાગ લીધો. ૧૮૫૬માં રેશીરનો કિલ્લો કબ્જે કરવા માટે ૨જી પલટણને વિક્ટૉરીયા ક્રોસ એનાયત કરાયો જે બ્રિટિશ અધિકારી હતો[] અને આ ઉપરાંત સુબેદાર મેજર મોહમ્મદ શરીફ અને સુબેદારા પીર ભટ્ટને પણ આપવા ભલામણ કરાઈ પરંતુ ભારતીયોને આ પુરસ્કાર આપવાની પ્રથા શરૂ ન થઈ હોવાથી નકારવામાં આવ્યો.[][][]

૧૮૭૮-૧૮૮૦ના બીજા અફઘાન યુદ્ધમાં ૧લી પલટણે પાંચ દિવસમાં ક્વેટાથી કંદહારનું ૧૪૫ માઈલનું અંતર ચાલીને કાપ્યું અને શહેરની ફરતે ઘેરો ઘાલ્યો. ૧૯૦૦-૧૯૦૨ દરમિયાન ચીનમાં થયેલા બોક્સર વિગ્રહને ડામવાની કાર્યવાહીમાં ૩જી પલટણ સામેલ હતી.

પ્રથમ વિશ્વયુદ્ધમાં રેજિમેન્ટએફ્રાન્સથી લઈ અને પેલેસ્ટાઈન સુધી યુદ્ધમાં ભાગ લીધો. ૫મી પલટણ તમામ યુદ્ધક્ષેત્રોમાં સામેલ હતી. તે જેરુસેલમ કબ્જે કરવાની કૂચમાં હરિફ જર્મની અને તુર્કીની સેનાને હંફાવી અને શહેર કબ્જે કરવામાં સફળ રહી હતી.

દ્વીતીય વિશ્વયુદ્ધ દરમિયાન રેજિમેન્ટને ૧૩ પલટણો સામેલ કરી અને વિસ્તારવામાં આવી.[] તેણે મધ્ય પૂર્વ, બર્મા અને મલાયા ખાતે લડાઈમાં ભાગ લીધો. ૪થી પલટણને બે વિક્ટોરીયા ક્રોસ પણ એનાયત કરાયા.[]

સમગ્ર રેજિમેન્ટના ઇતિહાસમાં છ વિક્ટોરીયા ક્રોસ, એક પરમવીર ચક્ર, એક અશોક ચક્ર, એક પદ્મ ભૂષણ, ૧૧ પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક, દસ મહાવીર ચક્ર, આઠ કીર્તિ ચક્ર, ૧૧ અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક, એક ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક, ૪૧ વીર ચક્ર, ૨૫ શૌર્ય ચક્ર, ૧૧૨ સેના ચંદ્રક, ૩૬ વિશિષ્ટ સેવા ચંદ્રક, બે યુદ્ધ સેવા ચંદ્રક, ૮૫ સન્માનીય ઉલ્લેખો અને ૫૫ અર્જુન પુરસ્કાર એનાયત થયા છે.

  • 1 લી બટાલિયન જેને ૩જી પલટણ ગાર્ડઝ તરીકે બદલાઈ
  • 2 બટાલિયન - અગાઉની ૧૨૦ રાજપૂતાના પાયદળ
  • 3 જી બટાલિયન - અગાઉની ૧૨૨ રાજપૂતાના પાયદળ
  • 4 થી બટાલિયન - અગાઉની ૧૨૩ ઓટ્રમ રાઇફલ્સ
  • 5 બટાલિયન - અગાઉની ૧૨૫ નેપિયર રાઇફલ્સ
  • 6 ઠ્ઠી બટાલિયન
  • 7 બટાલિયન
  • 8 બટાલિયન
  • 9 બટાલિયન
  • 11 બટાલિયન
  • 12 બટાલિયન (અગાઉ 31 રાજપૂતાના રાઇફલ)
  • 13 બટાલિયન
  • 14 બટાલિયન
  • 15મી બટાલિયન
  • 16 બટાલિયન
  • 17 બટાલિયન
  • 19 બટાલિયન
  • 20 બટાલિયન
  • 21 બટાલિયન
  • 22 બટાલિયન
  • 23 બટાલિયન (હવે 23 પેરા)

વીરતા પુરસ્કાર અને સન્માન

[ફેરફાર કરો]
  • કંપની હવાલદાર મેજર પીરૂ સિંઘ -પરમવીર ચક્ર, ૬ઠી પલટણ
  • સીએચએમ છેલુ રામ - વિક્ટોરિયા ક્રોસ, ૬ઠી પલટણ
  • હવાલદાર રાજસેશ કુમાર - [ અશોક ચક્ર ] ૧૧મી પલટણ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Britishempire.co.uk - 104th Wellesley's Rifles
  2. Mackenzie 1951, p. 25.
  3. Sharma 1990, pp. 104–105.
  4. Sharma 1990, pp. 97–98.
  5. Mackenzie 1951, p. 131.
  6. Sharma 1990, p. 98.
  7. Until 1911, the Indian Order of Merit was the highest gallantry award that Indian soldiers were eligible for.
  8. Sharma 1990, pp. 106–109.
  9. Sharma 1990, p. 106.