રાજેન્દ્ર પટેલ | |
---|---|
![]() ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે રાજેન્દ્ર પટેલ. | |
જન્મનું નામ | રાજેન્દ્ર ભોગીલાલ પટેલ |
જન્મ | રાજેન્દ્ર ભોગીલાલ પટેલ ૨૦ ઓગસ્ટ ૧૯૫૮[૧] નરોડા, અમદાવાદ, ગુજરાત |
વ્યવસાય | કવિ, વાર્તાકાર, વિવેચક, અનુવાદક [૨] |
ભાષા | ગુજરાતી |
શિક્ષણ | એમ.એસ.સી.[૩] |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત વિશ્વવિદ્યાલય |
સમયગાળો | અનુ-આધુનિક ગુજરાતી સાહિત્ય |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો | ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર |
સક્રિય વર્ષો | ૧૯૭૪થી આજ સુધી |
સહી | ![]() |
રાજેન્દ્ર પટેલ ભારત, ગુજરાતના ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક છે. તેઓ ૨૦૧૪થી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.[૪] તેમની નોંધપાત્ર કૃતિઓમાં 'જુઈની સુગંધ' (૨૦૦૩; ટૂંકી વાર્તાઓનો સંગ્રહ), 'શ્રી પુરંત જાણશે' (૨૦૦૯; કાવ્યસંગ્રહ) અને 'અવગત' (૨૦૧૪; વિવેચન સંગ્રહ)નો સમાવેશ થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમને તેમના કવિતાઓ, ટૂંકી વાર્તાઓ અને વિવચનોના યોગદાન બદલ ત્રણ વખત સન્માનિત કર્યા છે. તેમનું પુસ્તક 'જુઈની સુગંધ'નું નવનીત ઠક્કરે હિંદીમાં 'જૂહી કી મહક' (૨૦૦૭) નામે ભાષાંતર કર્યું હતું. તેમણે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત માસિક સામાયિક શબ્દસૃષ્ટિના સંપાદકીય મંડળમાં સેવા આપી હતી. તેઓ હાલ 'બુદ્ધિપ્રકાશ' સામયિકના સંપાદક છે.
તેમનો જન્મ ૨૦ ઑગસ્ટ ૧૯૫૮ના દિવસે ગુજરાતના અમદાવાદના નરોડા વિસ્તારમાં ભોગીલાલ અને લક્ષ્મીબહેનને ઘેર થયો હતો. તેમણે ૧૯૬૮થી ૧૯૭૪ દરમિયાન કાંકરિયા નજીક આવેલી દિવાન બાલ્લુભાઇ સ્કૂલમાં શાલેય શિક્ષણ લીધું હતું. ૧૯૭૮માં તેમણે રસાયણ શાસ્ત્ર વિષયમાં ભવન્સ કૉલેજ, અમદાવાદથી વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી. ૧૯૮૦માં ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઑફ સાયન્સમાંથી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં માસ્ટર ઑફ સાયન્સની પદવી મેળવી.[૫] તેમણે ૧૯૮૪ માં લગ્ન કર્યા અને તેમને બે પુત્રીઓ છે.[૬]
૨૦૦૬થી ૨૦૦૯ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના ખજાનચી તરીકે સેવા આપી હતી; તે સિવાય સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ખાતે ૨૦૦૯ થી ૨૦૧૨ દરમિયાન ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડના સભ્ય તરીકે; ૨૦૧૦ થી ૨૦૧૧ સુધી વાંચે ગુજરાત અભિયાનના સંયુક્ત સચિવ તરીકે; ૨૦૧૦ થી ૨૦૧૩ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના સચિવ તરીકે; અને ૨૦૧૪ થી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે.[૪] હાલમાં તેઓ માતૃભાષા અભિયાન, અનુવાદ પ્રતિષ્ઠાનના ડાયરેક્ટર અને અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવના કેન્દ્રીય સમિતિના સભ્ય છે. તેઓ એક ફાર્માસ્યુટિકલ કંપની પણ ચલાવી રહ્યા છે.
૧૯૭૪માં તેમણે લખવાનું શરૂ કર્યું અને વિશ્વમાનવ નામના ગુજરાતી ભાષાના સામયિકમાં પ્રથમ વખત તેમનું લેખન પ્રકાશિત થયું. ત્યારબાદ, તેમની કવિતાઓ પરબ, કુમાર, કવિલોક, કવિતા, એતદ્દ અને નવનીત સમર્પણ સહિત અન્ય સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થઈ.
તેમને ૨૦૦૪ માં તેમના લઘુકથા સંગ્રહ જુઈની સુગંધ માટે, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી, ૨૦૦૯ માં તેમના કાવ્યસંગ્રહ શ્રી પુરાંત જાણશે[૫] અને ૨૦૧૪ માં તેમના વિવેચન પુસ્તક "અવગત" બદલ પુરસ્કાર મેળવ્યા હતા.