રાધનપુર સ્ટેટ રાધનપુર રજવાડું | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||||
૧૭૫૩–૧૯૪૮ | |||||||||
![]() ઉત્તર સૌરાષ્ટ્રના અંતમાં રાધનપુર રજવાડાનું સ્થાન | |||||||||
વિસ્તાર | |||||||||
• ૧૯૩૧ | 2,978 km2 (1,150 sq mi) | ||||||||
વસ્તી | |||||||||
• ૧૯૩૧ | 61548 | ||||||||
ઇતિહાસ | |||||||||
• સ્થાપના | ૧૭૫૩ | ||||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||||
| |||||||||
![]() |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
રાધનપુર રજવાડું બ્રિટિશ શાસન સમયનું ભારતનું રજવાડું હતું. તેના શાસકો બાબી વંશના હતા. રાધનપુર ના છેલ્લા નવાબે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ સહી કરી હતી.[૧]
રાધનપુર આ રાજ્યનું પાટનગર હતું. રાધનપુરની ફરતે કિલ્લેબંધ દિવાલ હતી. આ શહેર તેના રાયડો, અનાજ અને કપાસના વેપાર માટે જાણીતું હતું.[૨]
મુગલ સામ્રાજ્યના ગુજરાતના શાસનમાં મદદ કરનાર જવાન મર્દ ખાન પ્રથમનો પુત્ર જવાન મર્દ ખાન દ્વિતિય ૧૭૫૩માં રાધનપુરનો સ્વતંત્ર શાસક બન્યો. ૧૭૦૬માં જફર ખાન પાટણના સૂબા તરીકે નિયુક્ત થયો હતો અને ૧૭૧૫માં તેનો પુત્ર ખાન જહાં (જવાન મર્દ ખાન પ્રથમ) રાધનપુર અને અન્ય પ્રદેશોનો સૂબો બન્યો. ૧૭૫૩માં મુગલ સામ્રાજ્યના પતન પછી અને આ વિસ્તારમાં મરાઠા શાસનની શરૂઆતના સમયે જવાન મર્દ ખાન દ્વિતિયે સ્વતંત્ર રાધનપુર રજવાડાની સ્થાપના કરી.[૩] ૧૬ ડિસેમ્બર ૧૮૧૩માં રાધનપુર બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું અને ૧૮૧૯માં બ્રિટિશરોએ નવાબને સિંધમાંથી વારંવાર હુમલો કરતી ખોસા જાતિનો નાશ કરવામાં મદદ કરી હતી. રાધનપુર રજવાડું બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સીનો ભાગ હતું, જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બન્યું. બે વખત બ્રિટિશરોએ રાજ્યની સત્તા સંભાળી હતી જ્યારે, નવાબો તેમના સગીર અનુગામીને મૂકીને મૃત્યુ પામ્યા હતા.
રાધનપુર નવાબે પોતાનું ચલણ બહાર પાડ્યું હતું.[૪] જોકે ૧૯૦૦માં રાજ્યે ભારતીય ચલણ અપનાવ્યું હતું. રાજ્યના પ્રગતિશીલ નવાબે દશાંશ પદ્ધતિનો અમલ કર્યો હતો, જેમાં ૧૦૦ ફુલુસ બરાબર ૧ રૂપિયો થતો હતો. આ પદ્ધતિ ૧૯૫૭માં ભારતીય ચલણે અપનાવેલી દશાંશ પદ્ધતિ કરતા બહુ વહેલી અમલમાં મૂકાયેલી.
૧૯૪૩માં જોડાણ પદ્ધતિ વડે રાધનપુર રાજ્યને વધારાનો ૨,૨૩૪ ચોરસ કિમીનો પ્રદેશ મળ્યો હતો જ્યારે તેમાં અન્ય રજવાડાંઓ ભળી ગયા હતા. રાજ્યમાં ભળેલા રજવાડાંઓની વસતિ ૩૩,૦૦૦ હતી, જેથી રાજ્યની કુલ વસ્તી ૧,૦૦,૬૪૪ થઇ હતી.
રાધનપુર રજવાડાના શાસકો બાબી પઠાણ વંશના હતા અને રાજ્યને ૧૧ તોપોની સલામી મળતી હતી. રાજ્યના શાસકોને નવાબનો ઇકલાબ મળ્યો હતો. તેઓ જૂનાગઢ બાલાશિનોર રજવાડાઓનાં કુટુંબ સાથે સંબંધિત હતા.[૫]