રાધેશ્યામ શર્મા | |
---|---|
જન્મ | રાધેશ્યામ સીતારામ શર્મા ૫ જાન્યુઆરી ૧૯૩૬ વાવોલ, ગાંધીનગર, ગુજરાત |
મૃત્યુ | 9 September 2021 અમદાવાદ | (ઉંમર 85)
વ્યવસાય | કવિ, નવલકથાકાર, વિવેચક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી.એ. |
માતૃ શિક્ષણ સંસ્થા | ગુજરાત કોલેજ |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
જીવનસાથી | શારદા વ્યાસ (લ. 1952–2021) |
સહી | ![]() |
રાધેશ્યામ શર્મા ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક અને સંપાદક હતા. તેઓ તેમની નવલકથા ફેરો (૧૯૬૮) અને સ્વપ્નતીર્થ (૧૯૭૯) માટે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. તેમના અન્ય નોંધપાત્ર સર્જનમાં આંસુ અને ચંદરણું (૧૯૬૩) અને ગુજરાતી નવલકથા ( રઘુવીર ચૌધરી સાથે; ૧૯૭૪), ગુજરાતી નવલકથાઓ પરનું વિવેચનનો સમાવેશ થાય છે. તેમને ગુજરાતી સાહિત્ય યોગદાન માટે રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૪) અને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૧૯૯૫) એનાયત થયા છે.[૧]
રાધેશ્યામ શર્માનો જન્મ ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામે ૫ જાન્યુઆરી ૧૯૩૬ના રોજ સીતારામ અને ચંચલબેન ઉર્ફે પદ્માવતીને ત્યાં થયો હતો. તેમના કુટુંબનું મૂળ વતન ઉત્તર ગુજરાતનું રૂપાલ ગામ છે. તેમણે ગુજરાત કોલેજમાંથી ૧૯૫૭માં અંગ્રેજી અને મનોવિજ્ઞાનના વિષયોમાં બી.એ.ની પદવી મેળવી હતી. ૧૯૫૨માં તેમણે શારદા સાથે લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ પુત્રો છે.[૨]
તેમણે ૧૯૬૫થી ૧૯૮૩ સુધી ધાર્મિક સામયિક ધર્મલોકના સંપાદક તરીકે કામ કર્યું હતું. તેમણે અક્રમ વિજ્ઞાન ધાર્મિક માસિકના સંપાદક તરીકેની સેવા આપી હતી.[૩]
તેઓ ૯ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ અવસાન પામ્યા હતા.[૪]
તેની પ્રથમ પ્રકાશિત ટૂંકી વાર્તા બદસૂરત હતી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ આંસુ અને ચંદરણું (૧૯૬૯) હતો. ત્યારબાદ નેગેટિવ્સ ઓફ ઇટર્નિટી (૧૯૭૪), સંચેતના (૧૯૮૩) અને નિષ્કરણ (૧૯૯૧) કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. ફેરો (૧૯૬૮) અને સ્વપ્નતીર્થ (૧૯૭૯) તેમની બે નવલકથા છે. ૧૯૬૯માં તેમનો પ્રથમ ટૂંકી વાર્તાનો સંગ્રહ બિચારા પ્રકાશિત થયો હતો. જે પછી પવનપાવડી (૧૯૭૭), રાધેશ્યામ શર્માની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૮૪), વાર્તાવરણ (૧૯૮૬) અને પહેલા પથ્થર કોન મારેગા (૧૯૮૧) પ્રકાશિત થયા હતા. તેમના વિવેચન સર્જનમાં વાચના (૧૯૭૩), ગુજરાતી નવલકથા (૧૯૭૪, રઘુવીર ચૌધરી સાથે), સાંપ્રત (૧૯૭૮), કવિતાની કળા (૧૯૮૩), આલોકના (૧૯૮૯), શબ્દ સમક્ષ (૧૯૯૧), કર્તા કૃતિ વિમર્શ (૧૯૯૨), વિવેચન નો વિધી (૧૯૯૩), ઉલ્લેખ (૧૯૯૩) અને અક્ષર (૧૯૯૫)નો સમાવેશ થાય છે. દલાલની પ્રતિનિધિ વાર્તાઓ (૧૯૭૧), ધૂમકેતુની ભાવસૃષ્ટિ (૧૯૭૩; મફત ઓઝા સાથે), નાટક વિશે દલાલ (૧૯૭૪), નવી વાર્તા (૧૯૭૫), સમકાલીન ગુજરાતી વાર્તાઓ (૧૯૮૬) અને ઇન્દ્રધનુષ ૧૦૧ (૧૯૯૫) તેમના સંપાદનો છે. તેમણે હિન્દી અને અંગ્રેજીમાંથી કેટલાક સર્જનો ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યા છે.[કયા?][૫]
ગુજરાતી સાહિત્ય યોગદાન માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૪), ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૧૯૯૫) તેમજ કુમાર સુવર્ણ ચંદ્રક (૨૦૧૨) એનાયત થયા છે.